બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીતા રબારીએ BSF નાં જવાનો સાથે રક્ષાબંધન પર્વની કરી ઉજવણી
6 ફોટો ગેલેરી
1/6
કચ્છ BSF મુખ્યાલય માં પ્રખ્યાત લોક ગાયિકા ગીતા રબારીએ રક્ષાબંધનના પર્વ પ્રસંગે BSF ના જવાનોને રાખડી બાંધી તેમની બેનની ખોટ પુરી હતી. આજના પ્રસંગ અંગે VTV DIGITAL ના પત્રકાર ભરતસિંહ ચૌહાણ સાથે વાત કરતા ગીતાબેન રબારીએ જણાવ્યું કે, નસીબદાર હોય એ ભાઇ જેને બહેનનો પ્રેમ મળે અને એનાથી વધુ નસીબદાર હોય એ ભાઇ-બહેન જે રક્ષાબંધનના દિવસે મળે છે.
2/6
જો કે આપણા આર્મીના જવાનો એવા છે જે આપણી દેશની રક્ષા કાજે ટાઢ, તાપ, વરસાદ અને દરેક તહેવારોને બાજુ પર મૂકી સરહદ ઉપર અડીખમ ચટ્ટાનની જેમ ઊભા છે. આજે 9 ઓગસ્ટ છે અને રક્ષાબંધનનું પાવન પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. ભારતની સરહદ પર ફરજ બજાવી રહેલા જવાનોને પોતાની બહેનો પાસે નથી જઇ શકતા.
3/6
4/6
5/6
6/6
દિવસ રાત સતત ડ્યુટીના કારણે વ્યસ્ત રહેતા જવાનોએ પણ હળવાશની પળો માણી હતી. ગીતા રબારીએ સમગ્ર કાર્યક્રમની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, "આજે, રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર, મેં આપણા દેશના સૈનિકોને રાખડી બાંધી, જેઓ સમગ્ર દેશ અને તેની બહેનોનું રક્ષણ કરે છે, અને ભગવાનને તેમના લાંબા આયુષ્ય અને રક્ષણ માટે પ્રાર્થના કરી ❤️🙏🏻
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ