ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / GBRC IIM studies suggest gujarat has high mortality rate due to Gh clad

મહામારી / ગુજરાતમાં કોરોનાના લક્ષણને લઈને GBRC અને IIMના અભ્યાસમાં ચોકાવનારું તારણ

Published By: Intern

Last Updated: 04:00 PM, 24 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કોવિડ 19ને લઈને કરાયેલા એક સંશોધનમાં ચિંતાજનક તારણો સામે આવ્યા છે જેમાં રાજ્યમાં કોરોનાનો સૌથી ઘાતક GH પ્રકારનો ક્લેડ સૌથી વધુ પ્રમાણમાં હોવાના લીધે ગુજરાતમાં કોરોના વાયરસના લીધે નીપજતા મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ હોવાનું તથ્ય સામે આવ્યું છે.

ADVERTISEMENT

  • ગુજરાતમાં કોરોનાના ઘાતક લક્ષણ, કોરોનાનું GH ક્લેડ સૌથી વધુ
  • GBRC, IIMના સંશોધનમાં ચોંકાવનારી વાત આવી સામે
  • રાજ્યમાં સૌથી વધુ 51.8 ટકા GH ક્લેડનું પ્રમાણ હોવાથી મૃત્યુદર વધુ હોવાનું કારણ

શું હતું સંશોધન?

રાજ્યમાં કોરોના વાયરસે માઝા મૂકી છે. સતત વધતા જતાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર પણ ચિંતામાં હોય તેવું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 50000ના  માર્કને પર કરવા વાળું ગુજરાત દેશમાં 7માં નંબરનું રાજ્ય બની ગયું છે. આ કટોકટીને નાથવા માટે રાજ્ય સરકાર હસ્તકના એકમ ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર (GBRC)અને અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ(IIM)  દ્વારા કોરોનાના વાયરસ પર સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા હતા. આમાં તથ્ય સામે આવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ ખતરનાક અને અગ્રેસીવ એવા GH ક્લેડનું પ્રમાણ સૌથી વધારે છે. રાજ્યમાં આ પ્રમાણ સૌથી વધુ 51.8 ટકા જેટલું છે. જેના લીધે એવું તથ્ય પણ નોંધી શકાય કે આ ક્લેડના વધુ પડતાં પ્રમાણના લીધે જ ગુજરાતમાં મૃત્યુ દર ઘણો ઉંચો છે.

પ્રતિકાત્મક તસ્વીર Source : ANI

શું છે GH ક્લેડ?

દરેક વાયરસને એના પ્રોટીન સ્ટ્રક્ચર, સ્ટ્રીપ, ઘાતકતા વગેરે પ્રમાણે કેટેગરાઈઝ કરવામાં આવે છે. આ વિભાજન વાયરસને લગતા આગળના વૈજ્ઞાનિક અભ્યાસમાં મદદરૂપ નીવડે છે. ખાસ કરીને વાયરસની રસી બનાવવા માટે કે દાવાને લગતા સંશોધાન માટે આ માહિતી જરૂરી બંને છે. હાલનો કોરોના વાયરસ એ જુના SARS cov ગ્રુપનો જ નવો મેમ્બર છે. અને તેને પણ તેના માળખા પ્રમાણે અને અન્ય વિશેષતાઓ પ્રમાણે 7 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેને ક્લેડ કહેવામાં આવે છે. તેને WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) દ્વારા S, V, L, G, GH, GR અને O (others) એવા 7 ક્લેડમાં વહેંચવામાં આવ્યો છે. તેમાં GH પ્રકારનો ક્લેડ એ સૌથી ઘાતક અને ખતરનાક ક્લેડ છે જેનું ગુજરાતમાં જોવા મળતા કોરોના વાયરસના સેમ્પલમાં સૌથી ઊંચું પ્રમાણ છે જે 51.8 ટકા જેટલું છે. જેના લીધે ગુજરાતમાં મૃત્યુ દર ઘણો ઉંચો છે તેવું એક તથ્ય પણ સામજી શકાય છે. 

શું હતો સર્વે અને કઈ રીતે કરવામાં આવ્યું?

ગુજરાતમાં રાજ્ય સરકાર હસ્તકનું GBRC એ રાજ્યમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે સૌથી એડવાંસડ રીસર્ચ વ્યવસ્થા ધરાવતું એક સેન્ટર છે આ એકમ એવા ઘણા બધા રીસર્ચ પ્રોજેક્ટ પર કામ કરતુ હોય છે જેનાથી બાયોટેકનોલોજી  ક્ષેત્રે રાજ્યને લાભ થાય. આ સંસ્થાએ અમદાવાદની પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થા IIM સાથે હાથ મિલાવ્યા. જેમાં રાજ્યના 18 જિલ્લાઓના અલગ અલગ 38 વિસ્તારના ૩૬૧ સેમ્પલોનો સર્વે ધરવામાં  આવ્યો હતો જેમાં આ તારણ સામે આવ્યું  હતું.

GBRCના ડાયરેક્ટર ડો. ચૈતન્ય જોશી અને જોઈન્ટ ડાયરેક્ટર ડો. માધવી જોશીએ આ અભ્યાસનું એનાલીસીસ કર્યું હતું જેમાં તેમને કુલ 91 પ્રકારના મ્યુટેશન મળ્યાં હતા. જેમાં 18 પ્રકારના મ્યુટેશનની અસર વધુ હતી જેમાં કુલ 7 પ્રકારના મ્યુટેશનનો ફેલાવો તો 50%થી પણ વધુ નોંધાયો હતો. A23403G અને C14408T નામના મ્યુટેશનનું પ્રમાણ  સૌથી વધુ હતું જે અનુક્રમે 98% અને 95% સુધીનું નોંધાયું હતું . જે રાજ્યના કોરોનાના લીધે મૃત્યુ પામનારા કેસોમાં નોંધવામાં આવ્યું હતું આનો અર્થ એ થાય છે કે આ મ્યુટેશનનો ચેપ ધરાવતા કોરોના દર્દીની તબિયત ક્રીટીકલ બની જાય છે ને તેની સારવાર પણ અત્યંત મુશ્કેલ હોય છે. આ સિવાય પણ ગુજરાતના કોરોના વાયરસની જેનેટિક પ્રોફાઈલમાં G25563T અને C28854T મ્યુટેશનનું પ્રમાણ પણ વધુ નોંધવામાં આવ્યું છે જે વાયરસના Orf3a અને N જિનમાં સૌથી વધુ જોવા મળે છે. 

Source : ANI

આ અભ્યાસમાં એક એવું પણ તારણ નોંધવામાં આવ્યું છે કે ગુજરાતમાં  મહિલાઓનું કોરોનાના લીધે થતાં  મૃત્યુ દરનો આંકડો વૈશ્વિક મહિલા મૃત્યુ દર કરતા ક્મ્પેરેટીવલી વધુ છે. જે સાજા થતાં અનેમૃત્યુ પામતા કુલ કેસોના સંદર્ભમાં જાણી શકાય છે. આ સ્ટડી એમ પણ દર્શાવે છે કે ગુજરાતમાં 41 થી 60ના અને 60થી વધુના વયજૂથમાં થતો મોતનો આંકડો પણ તેના વૈશ્વિક પ્રમાણથી વધુ છે.  ઉલ્લેખનીય છે કે''Genomic variations in SARSCoV-2 genomes from Gujarat:Underlying role of variants in disease epidemiology'' નામનું આ સ્ટડી પેપર હજી પબ્લીશ કરવામાં આવ્યું નથી. 

શું છે ભારત અને વિશ્વની સરખામણીએ પરિસ્થિતિ?

ગુજરાતમાં GH ક્લેડ 51.8 % જેટલું અને G ક્લેડનું પ્રમાણ 38.5% જેટલું છે. ભારતની જો વાત કરીએ તો O એટલેકે OTHERનું પ્રમાણ સૌથી વધુ છે જે બાદ GR, GH અને G ક્લેડનું સ્થાન આવે છે. જયારે વૈશ્વિક ધોરણે GR ક્લેડનું પ્રમાણ સૌથી વધુ 31.1% છે જે બાદ G 24.૮% સાથે દ્વિતીય અને GHક્લેડ 22.6% સાથે તૃતીય સ્થાન પર આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Death Rate IIM Who કોરોના વાયરસ મૃત્યુદર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ