બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / gautam gambhir and s sreesanth fight in legends league cricket in surat match

LLC 2023 / VIDEO: ગુજરાતનાં ખેલાડીએ બતાવી આંખો, તો ગૌતમ ગંભીરે ગુમાવ્યો પિત્તો... લાઇવ મેચમાં મોટી બબાલ થતાં-થતાં રહી ગઈ...

Parth

Last Updated: 04:03 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સના બોલરે બતાવી તો ગૌતમ ગંભીરે ગુમાવ્યો પિત્તો, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

  • સુરતમાં રમાઈ LLCની એલિમિનેટર મેચ
  • ઈન્ડિયા કેપિટલ્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું 
  • મેચમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત સામસામે દેખાયા 

ભારતીય ક્રિકેટ ટીમમાં પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીર પોતાની આક્રમક બેટિંગના કારણે જાણીતા છે. આટલું જ નહીં ચાલુ મેચમાં અન્ય ખેલાડીઓ સાથે બબાલ કરવાની ઘટનાઓમાં પણ ગૌતમ ગંભીરનું નામ ઘણીવાર સામે આવતું હોય છે. એવામાં ગુજરાતમાં રમાઈ રહેલ લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ફરી વાર આવી જ ઘટના જોવા મળી છે. 

લાઈવ મેચમાં ગંભીર VS શ્રીસંત 
ગૌતમ ગંભીર હાલમાં લિજેન્ડસ લીગ ક્રિકેટમાં ઈન્ડિયા કેપિટલ્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે. વિસ્ફોટક બેટિંગ કરીને ટીમ માટે સારા એવા રન પણ બનાવી રહ્યા છે. ગઇકાલે ગુજરાત જાયન્ટ્સ અને ઈન્ડિયા કેપિટલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. સુરતમાં રમાયેલ આ મેચમાં ગંભીર અને ગુજરાત જાયન્ટ્સના ખેલાડી શાંતાકુમારન શ્રીસંત વચ્ચે બબાલ જોવા મળી. 

ગંભીરના ચોગ્ગા-છગ્ગા સહન ન કરી શક્યો શ્રીસંત 
શ્રીસંત બોલિંગ કરી રહ્યા હતા અને તેમની ઓવરમાં ગંભીર ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા. આ જોઈને શ્રીસંતને ગુસ્સો આવ્યો અને ગંભીરને આંખો બતાવી જે બાદ ગંભીરે પણ જડબાતોડ જવાબ આપ્યો. જોકે મેચ બાદ શ્રીસંતે એક વીડિયો પણ જાહેર કર્યો અને કહ્યું છે કે લાઈવ મેચમાં ગંભીરે આવી હરકતો કરવી જોઈએ નહીં. 

આ મેચમાં શ્રીસંતે ત્રણ ઓવર નાંખી જેમાં વિરોધી ટીમે 35 રન બનાવ્યા હતા અને એક વિકેટ ગુમાવી. મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાઈ હતી. લાઈવ મેચમાં તો બબાલ આગળ વધી ન હતી અને બંન ખેલાડીઑ શાંત પડી ગયા હતા.  

વીડિયો શેર કરી સાધ્યું નિશાન 
શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી વીડિયો શેર કર્યો અને કહ્યું કે મારા દિલમાં વીરૂ જેવા સિનિયર ખેલાડીઑ માટે ખૂબ સન્માન છે. મારી ભૂલ નહોતી પણ મિસ્ટર ફાઇટર એટલે કે ગૌતમ ગંભીરે લાઈવ મેચમાં જે ભાષાનો ઉપયોગ કર્યો એ અસહનીય હતી. 

આ મેચમાં ઈન્ડિયા કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 12 રને મહાત આપી હતી. ગંભીરે 30 બોલમાં 51 રન બનાવ્યા. ઈન્ડિયા કેપિટલ્સે કુલ 223 રન બનાવ્યા હતા જ્યારે ગુજરાતની ટીમમાંથી ક્રિસ ગેલે 84 રન બનાવ્યા હતા. જોકે તેમ છતાં ગુજરાત જીતી શક્યું નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ