બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gandhinagar unique blind school run by service association for the blind

VTV વિશેષ / ગાંધીનગરની અનોખી શાળા, જ્યાં વિદ્યાર્થીઓ સુંઘીને, સાંભળીને, સ્પર્શીને નક્કી કરે છે કે 'જીવનની દિશા'

Vishal Khamar

Last Updated: 12:27 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં આવેલી એક ખાસ શાળા પ્રજ્ઞાચક્ષુ બાળકોને શિક્ષણ આપે છે. આ શાળા તમારા આસપાસના વિસ્તારમાં રહેલી સરકારી બ્લાઈન્ડ સ્કૂલ કરતા ઘણી અલગ છે. કારણ કે અહીંના મકાનને, મકાનના દરેક વિસ્તારને, દરેક પથ્થરને વિદ્યાર્થીઓ સ્પર્શીને, સુંઘીને ઓળખી શકે છે.

વિશાલ ખમાર | વિધાતા ગોઠી

આપણને બધાને ખ્યાલ છે કે પ્રજ્ઞાચક્ષુ લોકો બ્રેઈલ લિપિ દ્વારા વાંચી શકે છે, અને તેમની સ્વાદ, સુગંધ જેવી ઈન્દ્રિયો દ્વારા તેઓ આસપાસના વાતાવરણને અનુભવી શકે છે. પણ, છતાંય તેમનું જીવન આપણા જેટલું સરળ નથી. કારણ કે તેઓ આપણી જોઈ શક્તા નથી. એટલે પ્રજ્ઞાચશુ લોકોને ભણવામાં, શીખવામાં જુદા પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. હજી આપણા દેશમાં આવા બાળકોને બાળપણથી જ સરળતાથી ભણાવવા માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરંતુ પ્રયત્નો જરૂર થઈ રહ્યા છે. આવો જ એક પ્રયત્નયજ્ઞ આપણા ગાંધીનગરમાં ચાલી રહ્યો છે, જ્યાં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે એક એવી વિશેષ શાળા તૈયાર કરવામાં આવી છે, જેનો તેઓ પોતાની સ્પર્શ, સુગંધ અને અવાજની ઈન્દ્રિય દ્વારા આસપાસના વિશ્વને સમજીને સરળતાથી શીખી શકે અને જીવનની આગળની દિશા નક્કી કરવામાં તેમને મદદ મળે છે.
 

કઈ રીતે જુદી છે આ સ્કૂલ?

અંતરિયાળ ગામડામાં તો ઘણા પ્રજ્ઞાચક્ષુ બાળકો ઓછી જાણકારીના અભાવે ભણ્યા વગરના રહી જાય છે. પરંતુ ગુજરાતના પાનગર એવા ગાંધીનગરમાં આવેલી એક ખાસ શાળા પ્રજ્ઞાચક્ષુ બાળકોને શિક્ષણ આપે છે. આ શાળા તમારા આસપાસના વિસ્તારમાં રહેલી સરકારી બ્લાઈન્ડ સ્કૂલ કરતા ઘણી અલગ છે. કારણ કે અહીંના મકાનને, મકાનના દરેક વિસ્તારને, દરેક પથ્થરને વિદ્યાર્થીઓ સ્પર્શીને, સુંઘીને ઓળખી શકે છે. આજના આધુનિક સમયમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પગભર બને તે માટે  "સર્વિસ એસોસીએશન ફોર ધી બ્લાઈન્ડ" નામનાં ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ બાળકો પગભર બની સમાજ માનભેર જીવી શકે તે માટે આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. તો ચાલો  જાણીએ ગાંધીનગર ખાતે આવેલી આ સંસ્થા વિશે વિગતવાર.

મિત્રોએ શરૂ કરી હતી શાળા

ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગર મહાનગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ કોલાવડ ગામ ખાતે બે પ્રજ્ઞાચક્ષુ મિત્રો હરગોવિંદ મકવાણા તેમજ રહેમાન અંસારીએ પ્રજ્ઞાચક્ષુઓ શિક્ષિત બને તે હેતુ સાથે આ સ્કૂલ શરૂ કરી હતી. બે બાળકોથી શરૂ થયેલી આ સ્કૂલમાં હાલ 35 પ્રજ્ઞાચક્ષુ બાળકો શિક્ષણ લઈ રહ્યા છે. આ સ્કૂલમાં હાલ ધોરણ 1 થી 12નાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

દાન મળ્યું, તોય કામ ખોરવાયું

ગાંધીનગર ખાતે સેક્ટર 16માં આ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. ત્યારે બે બાળકોથી શરૂ થયેલી આ સ્કૂલ આજે એક વટવૃક્ષ બની ગઈ છે. અહીં પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બે માળનું બિલ્ડીંગ બનેલું હતું, જ્યાં નીચેના ફ્લોર પર બાળકો રહેતા હતા અને ઉપર ક્લાસ રૂમ હતા જેમાં બાળકો ભણતા હતા. ધીમે-ધીમે અહીં શિક્ષણ લેવા આવતા બાળકોની સંખ્યામાં વધારો થયો. એટલે બાળકોને ભણવા માટે નવી બિલ્ડીંગ બનાવવા માટે ટ્રસ્ટનાં પ્રમુખ વિરેન જોષીનાં અથાગ પ્રયત્નોથી મૂળ ગુજરાતનાં વતની રમેશભાઈ દ્વારા રૂપિયા 55 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. નવી બિલ્ડીંગ બનાવવા માટે આર્કિટેક્ટની પણ નિમણૂંક કરવામાં આવી. એ પછી સ્કુલની નવી બિલ્ડીંગની ડિઝાઈન બનાવવામાં આવી. પરંતુ આ નવી બિલ્ડીંગ બનાવવાનો ખર્ચ વધારે હોવાને કારણે થોડા સમય માટે બિલ્ડીંગ બનાવવાનું કામ ખોરવાઈ ગયું હતું. જો કે પછીથી નવું બિલ્ડીંગ બનાવવા માટે દાન મળતા આ બિલ્ડીંગનું કામ ફરીથી શરૂ થયું.

આર્કિટેક્ટ આનંદ સોનૈયાનું ખાસ યોગદાન

સ્કુલની નવી ડિઝાઈન બનાવવાનું કામ આર્કિટેક્ટ આંનદ સોનેચાને આપવામાં આવ્યું હતું. સ્કુલની નવી બિલ્ડીંગ વિશે વાત કરતા આર્કિટેક્ટ આંનદ સોનેચાએ જણાવ્યું કે, ‘મે સ્કૂલનો પહેલો નકશો જે તૈયાર કર્યો હતો. તે વર્ષ 2016માં તૈયાર કર્યો હતો. જે બાદ સ્કૂલનું મકાન તૈયાર કરવા માટે પૈસાનો થોડો પ્રોબ્લેમ ઉભો થયો હતો. જેથી સ્કૂલનું મકાન અમે બાંધી શક્યા ન હતો. વર્ષ 2017માં સ્કૂલનું નવું બિલ્ડીંગ બનાવવા માટે દાતા મળ્યા હતા. જે બાદ ફરી ડિઝાઈનમાં થોડો સુધારો કરી તેના વિશે વધુ અભ્યાસ કર્યો.’

બાળકોની પણ લેવાઈ છે મદદ

આનંદ સોનેચા વધુમાં જણવ્યું કે, ‘અમે ભારત તેમજ વિદેશમાં પણ અલગ અલગ જગ્યાએ બ્લાઈન્ડ શાળાઓનું સ્ટ્રક્ચર જોયું હતું. જેમાં મુંબઈની વિક્ટોરીયા મેમોરિયલ ફોર ધ બ્લાઈન્ડ જેનું મકાન ખૂબ જ સારૂ હતું. જેમાં અમદાવાદની બ્લાઇન્ડ પીપલ એસોસિયેશન, પ્રકાશઃ મેમનગર વુમન્સ કોલેજ, બર્નાટ કોર્ન નામનાં આર્કીટેક દ્વારા બનાવવામાં તે આવી હતી. અમેરિકાની પર્કીંગ સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડ, મેસેચ્યુસેસ રાજ્યમાં મેસેચ્યુસેસ રાજ્યમાં વોટર ટાઉન તરીકે એક જગ્યા છે, જે બ્લાઈન્ડ વિદ્યાર્થીઓ માટેની અમેરિકાની સૌથી જૂનામાં જૂની સંસ્થા છે.  જેની સ્થાપના 1829માં થઈ હતી. જેમાં હેલન કેલર, એન. સુલીવાન, લોરા બ્રિજમેન જેવા લેજન્ડ્સ ભણી ચૂક્યા છે,જે બ્લાઈન્ડ વિદ્યાર્થીઓ માટેની વિશ્વની સૌથી સારામાં સારી સંસ્થા કહેવાય છે, ત્યાં અમે પાંચ મહિના માટે ગયા હતા. તેમજ ત્યાં કામ કર્યું હતું અને બધી ડિઝાઈન વિશે સમજ્યા હતા. કેટલાક રિસર્ચર જોડે વાત થઈ. તેમજ તે સ્કૂલનાં શિક્ષકોનો ડિઝાઈન પર અભિપ્રાય લીધો, જે બાદ મે પહેલા જે ડીઝાઈન તૈયાર કરી હતી તેમાં ઘણા બધા સુધારા કર્યા હતા. ડિઝાઈનને ઈમ્પ્રુવ કરી હતી. જે બાદ ફરી નવેસરથી ડિઝાઈન તૈયાર કરી. નવી તૈયાર કરેલ ડિઝાઈન બાબતે સ્કૂલનાં શિક્ષકોનો અભિપ્રાય લીધો હતો. તેમજ વિદ્યાર્થીઓનાં અભિપ્રાય લીધા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો.’

બાળકોને ડિઝાઈન સમજાવવા માટે કરાયું કંઇક ખાસ

બાળકોને સમજાવવા માટે ટેકટાઈલ એટલે કે ડ્રોઈંગ બનાવવામાં આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ બાળકો અડીને સમજી શકે કે આ જગ્યા કોરીડોર છે, તો અમુક લીટીઓ વિદ્યાર્થીઓને સમજ માટે દોરવામાં આવી છે. તેમજ ડોટ આવે એટલે ક્લાસરૂમ આવ્યો હોવાનો વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. પ્રજ્ઞાચક્ષુ બાળકો તેમજ વિદ્યાર્થીઓને સમજ પડે તે માટે ટેકટાઈલ ડ્રોઈંગ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રોસેસ ખૂબ જ જરૂરી હતી. આ જે ડ્રોઈંગ છે તે થ્રી ડી પ્રિન્ટર મશીનમાંથી બની શકે છે.

શાળાના નિર્માણમાં થયો કરોડોનો ખર્ચ 

સૌ પ્રથમ તો વિદ્યાર્થીઓને આ મોડલ પૂંઠાનાં બતાવતા હતા. પણ તે મોડલ તૂટી જવાનો ડર લાગતો હતો. જેથી અમે વિદ્યાર્થીઓ સમજી શકે તે માટે થ્રીડી પ્રિન્ટેડ મોડલ બનાવ્યું હતું. આ ડિઝાઈનની પ્રોસેસમાં વિદ્યાર્થીઓ તેમજ બાળકો તમામની સંમતિ લીધા બાદ જ આ ડીઝાઈન મંજૂર કરવામાં આવ્યા બાદ કન્સ્ટ્રક્શન શરૂ કર્યું હતું. દાતા દ્વારા રૂા. 55 લાખનું દાન આપ્યું હતું. 1.62 કરોડમાં સમગ્ર સ્કૂલ તૈયાર થઈ હતી.

શું બનાવે છે આ શાળાને વિશેષ?

અમારો ધ્યેય તો એક જ હતો કે વિદ્યાર્થીઓ સરળ રીતે ભણી શકે. ત્યાં એમને ઘર જેવું લાગે. બિલ્ડિંગની કોઇ જગ્યા બાળકોને બંધીયાર ન લાગે. તે જગ્યા એવી હોય કે સૂર્ય પ્રકાશ સારો હોય, પવન  સારો આવે, ઝાડ પાન હોય. તેમજ અમારો બીજો ધ્યેય એવો હતો કે અહીં ભણતા વિદ્યાર્થીઓ જોઈ શક્તા નથી, તો તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકે. શાળાની વિશેષતાઓ વિશે વાત કરતાં આંનદ સોનેચા વધુમાં જણવ્યું કે, ‘આ સ્કૂલની વિશેષતાએ છે કે, અમે લોકોએ અલગ અલગ પ્રકારનાં દિવાલમાં ટેક્સટ્યર બનાવવામાં આવ્યા છે. આ મકાનમાં પાંચ અલગ અલગ પ્રકારનાં ટેક્સ્ચર દિવાલમાં છે.  બિલ્ડીંગની બહારનું પ્લાસ્ટર જોઈએ તો દાણીવાળું પ્લાસ્ટર છે. જેમાં તમને દાણી દાણી દેખાય છે. તમે દાણીવાળા પ્લાસ્ટરને સ્પર્શ કરો તો ખબર પડે કે તમે બહાર છો. પછી તમે અંદર જાઓ ત્યારે દિવાલમાં બે અલગ અલગ પ્રકારનાં ટેક્સટ્યર્સ છે.  એક રફ છે અને એક સ્મુથ છે. જેમાં સ્મુથ ટેક્સટ્યર્સ છે તે બધા ક્લાસ રૂમ છે. જ્યારે રફ ટેક્સટ્યર્સ  જ્યાં આવે ત્યાં કોર્ટ યાર્ડ આવે.

આ રીતે ખબર પડે કે તમે ક્યાં છો?

સ્કૂલમાં બાળકો કઈ દિશામાં ચાલે છે તે ખબર પાડવા માટે સ્કૂલમાં લાંબી લીટી જેવું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. તે લાંબી લીટી વાળા પ્લાસ્ટરનો મતલબ એ થાય કે તમે એક લાંબી જગ્યામાં છો. ટૂંકી જગ્યામાં ઉભી લીટી બનાવવામાં આવી છે. તેમજ કોર્ટયાર્ડનું ટેક્સચર ગોળાઈ વાળું કર્યું છે. જેથી તેઓને ખ્યાલ આવે કે આ ખુલ્લી જગ્યા છે પણ બહારની જગ્યા કરતા અલગ છે. પાંચ દિવસનાં અલગ અલગ ટેક્સચર કરેલા છે.

બાળકો માટે ખાસ કાળજી લેવાઈ

આનંદ સોનેચા વધુમાં જણવ્યું કે, ‘જમીનનાં જે ટેક્સચર છે, કોટાસ્ટોન છે તેમાં ખરબચડો ભાગ આવે એટલે કે ક્લાસરૂમની એન્ટ્રી થાય. લીસો ભાગ છે તે કોરીડોરનો ભાગ છે. એટલે તેને અમે એવી રીતે મુક્યા છે, કે ખરબચડો પથ્થર આવે એટલે વિદ્યાર્થીને તેના સ્પર્શથી ખ્યાલ આવે કે ક્લાસરૂમ આવી ગયો.  ઘણા બધા સેમ્પલ તૈયાર કરીને તેનું માપ નક્કી કર્યું કે જે બાળકો સ્પર્શ કરે તો તેમને વાગે નહી. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ખુલ્લા પગે ચાલતા હોય છે. જેનાં અલગ અલગ સેમ્પલ બનાવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને ખબર પડી શકે પરંતું તેઓને પગમાં વાગે નહી.

અવાજ પરથી ખબર પડે કે ક્યાં જવાનું છે

આ શાળાની સંખ્યાબંધ ખાસિયતો છે, જેમાં એક ખાસિયત એ પણ છે કે વિદ્યાર્થીઓ તાળી પાડીને તેઓ બિલ્ડિંગમાં ક્યાં છે, તે નક્કી કરી શકે. મકાનની અંદર તમે પ્રવેશ કરો ત્યારે મકાનની પહોળાઈ તેમજ ઉંચાઈ એવી રીતે નક્કી કરવામાં આવી છે કે તમે વાત કરો એટલે તેનો પડઘો અલગ પડે અને તેની સામેની બાજુમાં એની છત જે છે ત્યાં એકદમ સાંકડી અને ટૂંકી જગ્યા બનાવી છે. તમે વાત કરો એટલે તમને અવાજનો અલગ અનુભવ થાય. જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે તેઓ પ્રવેશવાની જગ્યા તરફ છે કે તેની વિરૂદ્ધ જગ્યામાં છો. સ્કૂલની અંદર પ્રવેશ્યા બાદ તેની પહોળાઈની વાત કરીએ તો તે 3.6 મીટર છે અને ઊંચાઈ પણ 3.6 મીટરની છે. એટલે ત્યાં તમે વાત કરો એટલે તેનો પડઘો અલગ પડે. પ્રવેશની સામેની સાઈડ જ્યાં છત એકદમ નીચી થાય અને કોરીડોર સાંકડી જગ્યા બને જેથી તમે ત્યાં વાત કરો એટલે તેનો પડઘો અલગ પડે. જેથી તેઓને ખ્યાલ આવે કે તે એન્ટ્રીની જગ્યા પર છે કે એન્ટ્રીની ઓપોઝીટ જગ્યા પર છે. જેથી વિદ્યાર્થીઓ તાળી પાડીને ચાલતા હતા. જેથી તેઓને ખ્યાલ આવે કે તે કઈ બાજુ છે.  

વધુ વાંચોઃ આ ગુજરાતી યુવાન છે ભારતનો ‘રિસાઈકલ મેન’, મહાકાલેશ્વર મંદિરમાં પ્રસાદ સ્વરૂપે મળશે તેમના બનાવેલા સિક્કા

સ્કૂલ બનાવવાનો ઉદ્દેશ્ય

નાના ગામડોઓમાંથી તેમજ નાના શહેરોમાંથી જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, જેઓને એજ્યુંકેશનની ઓપ્ચ્યુનીટી મળતી નથી અથવા તો એમને ઘણી બધી બાબતોનો ખ્યાલ નથી હોતો કે આવી સંસ્થા એમને એજ્યુંકેશન આપી શકે તે માટે હરગોવિંદ મકવાણા તેમજ રહેમાન અનસારી દ્વારા વર્ષ 1995માં તબેલાની બાજુમાં નાના ઓરડામાં સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. જે બાદ ક્રમશઃ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા 1999માં સ્કૂલને ગાંધીનગર સેક્ટર-29માં જ ટાઈપનાં મકાનમાં ખસેડવામાં આવી હતી. જે બાદ 2008ની સાલમાં સ્કૂલને સેક્ટર-16માં શરૂ કરવામાં આવી હતી. જ્યાં બાળકો માટે બે માળનું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોની નીચે રહેતા તેમજ ઉપર તેઓનાં વર્ગખંડ હતા.

વધુ વાંચોઃ અંબાણી પરિવારને ગુજરાતી ભોજન જમાડનાર યુવાન, શોખ ખાતર CS છોડ્યું, હવે શોખે બનાવ્યો સ્ટાર

ટ્રસ્ટની રચના કરવાનો હેતુ

આ બાબતે સંસ્થાનાં મંત્રી ડૉ. જયંતીભાઈ બી. પટેલે જણાવ્યું હતું કે,'જૂના સમયમાં ઘણી બધી મિલો ચાલતી હતી. ત્યારે સમય જતા અનેક મિલો બંધ થઈ હતી. મિલ બંધ થતા મિલકામદારોને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતી હતી. જેથી તેઓને આર્થિક મદદરૂપ થવાનાં ભાગરૂપે "બ્લાઈન્ડ સ્કૂલ વેલફેર ફંડ" નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થામાં આવતા ડોનેશનમાંથી મિલકામદારોને અનાજ સહિતની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવતી હતી. હાલ પણ વેલફેડ ફંડ પણ ચલાવવામાં આવે છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ