બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / G 20 summit concluded: PM Modi proposed virtual summit, handed over chairmanship to Brazil

G20 Summit 2023 / G 20 સમિટ સંપન્ન: PM મોદીએ વર્ચ્યુઅલ સમિટનો પ્રસ્તાવ મૂક્યો, બ્રાઝિલને સોંપી અધ્યક્ષતા

Megha

Last Updated: 02:20 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 સમિટ બાદ વડાપ્રધાન મોદીએ તેના સમાપનની જાહેરાત કરી હતી. G20 કોન્ફરન્સનું આયોજન આવતા વર્ષે બ્રાઝિલમાં થશે. જો કે નવેમ્બરના અંત સુધી અધ્યક્ષતા ભારત પાસે રહેશે.

  • G20 સમિટ બાદ વડાપ્રધાન મોદીએ તેના સમાપનની જાહેરાત કરી
  • પીએમ મોદીએ G20 સમિટની અધ્યક્ષતા બ્રાઝિલને  સોંપી 
  • જો કે નવેમ્બરના અંત સુધી અધ્યક્ષતા ભારત પાસે રહેશે

દિલ્હીમાં યોજાયેલ બે દિવસની G20 સમિટ બાદ વડાપ્રધાન મોદીએ તેના સમાપનની જાહેરાત કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ G20 વર્ચ્યુઅલ સમિટના સૂચનો આપ્યા અને બ્રાઝિલને અધ્યક્ષતા સોંપી હતી. G20 કોન્ફરન્સનું આયોજન આવતા વર્ષે બ્રાઝિલમાં થશે. જો કે નવેમ્બરના અંત સુધી અધ્યક્ષતા ભારત પાસે રહેશે. 

ગ્લોબલ વિલેજથી આગળ વધીને ગ્લોબલ ફેમિલી બનતા જોઈશું
સમાપન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે અમે વન અર્થ વિશે વાત કરી હતી, મને સંતોષ છે કે આજે G-20 એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય અંગેના આશાવાદી પ્રયાસો માટેનું પ્લેટફોર્મ બની ગયું છે. અહીં આપણે એવા ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ જેમાં આપણે ગ્લોબલ વિલેજથી આગળ વધીને ગ્લોબલ ફેમિલીને વાસ્તવિકતા બનતા જોઈશું. એક એવું ભવિષ્ય જેમાં માત્ર દેશોના હિત જ નહીં, હૃદય પણ જોડાયેલા હોય.

નવેમ્બરના અંત સુધી અધ્યક્ષતા ભારત પાસે રહેશે
વડા પ્રધાને કહ્યું, 'તમે બધા જાણો છો કે નવેમ્બર સુધી G20 અધ્યક્ષપદની જવાબદારી છે. હજુ અઢી મહિના બાકી છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણી બધી બાબતો આગળ મૂકી અને સૂચનો આપ્યા. તેમની પ્રગતિને કેવી રીતે ઝડપી બનાવી શકાય તે જોવા માટે મળેલા સૂચનોને ફરી એકવાર જોવાની જવાબદારી અમારી છે. અમે નવેમ્બરના અંતમાં G20નું વધુ એક વર્ચ્યુઅલ સત્ર યોજવાની દરખાસ્ત કરીએ છીએ. તે સત્રમાં, તમે સમિટ દરમિયાન નક્કી કરેલા વિષયોની સમીક્ષા કરી શકો છો. અમારી ટીમ આ બધી વિગતો તમારી સાથે શેર કરશે. આશા છે કે તમે બધા તેની સાથે જોડાઈ જશો.'

G20ના પહેલા દિવસે યોજાયેલી બેઠકમાં શું ચર્ચા થઈ? 
આ પહેલા 9 સપ્ટેમ્બરના રોજ તમામ દેશો વચ્ચે ‘એક પૃથ્વી, એક પરિવાર’ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. પીએમ મોદીએ મોરોક્કોમાં ભૂકંપના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. એમને કહ્યું હતું કે 'આ આપણા બધાનો સાથે મળીને આગળ વધવાનો સમય છે, તેથી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનો મંત્ર આપણા બધા માટે માર્ગદર્શક બની શકે છે.'

આ સાથે પીએમ મોદીએ આફ્રિકન યુનિયનને કાયમી સભ્યપદ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે પ્રથમ દિવસે 'નવી દિલ્હી G20 લીડર્સ સમિટ ડિક્લેરેશન' સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી ઘોષણાને ઐતિહાસિક ગણાવતા પીએમ મોદીએ તેને ટ્વિટર પર પોસ્ટ કર્યું અને કહ્યું "G-20 ઘોષણા ઇતિહાસ દ્વારા માહિતગાર છે. વિશ્વાસ અને ભાવનાથી એક થઈને, અમે વધુ સારા ભવિષ્ય માટે સહયોગથી કામ કરવાનો સંકલ્પ કરીએ છીએ."

આ પછી, 9 સપ્ટેમ્બરની રાત્રે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં G20 નેતાઓએ ભાગ લીધો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ