બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / Budget / From financial year 2024-25, farmers will get 9000 rupees yearly from Pm Kisan Yojana says the officials

આનંદો / PM કિસાન સન્માન રાશિ વધીને થશે આટલી!, નવા વર્ષમાં ખેડૂતોને મોદી સરકાર આપી શકે છે ગુડ ન્યૂઝ, પાક નુકસાન માટે પણ આયોજન

Vaidehi

Last Updated: 05:36 PM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારી તરફથી મળેલી માહિતી અનુસાર આવતાં નાણાકીય વર્ષ 2024-25માં ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયતાની રકમ પણ 1.5 ગણી વધી જશે.

  • નાણાકીય વર્ષ 2024-25માં ખેડૂતોને મળશે ખુશખબર
  • આવતાં બજેટમાં કૃષિ વ્યવસાય માટે સરકાર વધારી શકે છે બજેટ
  • ખેડૂતોને મળતી આર્થિક સહાયતાની રકમમાં થશે વધારો

મોદી સરકાર આવનારા બજેટમાં ખેડૂતો માટે પોતાનો ખજાનો ખુલ્લો મૂકવાની તૈયારીમાં છે.  નાણાકીય વર્ષ 2024-25નાં બજેટમાં સરકાર ખેડૂતોને મોટો ફાયદો કરાવી શકે છે. કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું કે ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયતાની રકમ પણ 1.5 ગણી વધી જશે.  સાથે જ પાક વીમા પૉલિસીનો લાભ પણ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. જો કે આ વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

ખેડૂતો માટે મોટું બજેટ
મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે સરકાર 2024-25નાં બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે આશરે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી શકે છે. આ ફંડની મદદથી ખેડૂતોની આવક વધવાની સાથે સાથે પાક વીમા પૉલિસી પણ વધુને વધુ લોકોને મળશે. હાલનાં નાણાકીય વર્ષમાં જારી કરેલા બજેટથી આશરે 39% વધારે બજેટ 2024-25માં કૃષિ માટે ફાળવવામાં આવી શકે છે.

ખેડૂતોને સીધો ફાયદો
ખેડૂતોને મળતી વાર્ષિક આર્થિક મદદની રાશિ વધારવામાં આવશે. બજેટમાં ફાળવવામાં આવતી રાશિ બાદ ખેડૂતોને વાર્ષિક 6 હજારની જગ્યાએ 9 હજાર રૂપિયા મળશે. એટલે કે હવે ખેડૂતોને દર મહિને 500ની જગ્યાએ 750 રૂપિયા આપવામાં આવશે. હાલમાં PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં આ યોજનાને શરૂ થયે 5 વર્ષ થઈ જશે અને આવતાં પાંચ વર્ષ સુધી ખેડૂતોને મળતી આર્થિક મદદમાં આશરે 50%નો વધારો થઈ જશે.

પાક વીમા પૉલિસી પર લાભ
આ જ રીતે ખેડૂતોને પોતાના પાક માટે મળતા વીમાનાં પૈસાની રકમ પણ વધી જશે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના કે જેની શરૂઆત 2016માં થઈ હતી, તેની અંતર્ગત ખેડૂતોને ખૂબ જ ઓછા પ્રિમિયમ પર પાકનો વીમો આપવામાં આવે છે. આ માટે ખેડૂતોને કુલ પ્રીમિયમની માત્ર 1.5%થી 5% રકમ જ આપવી પડે છે જ્યારે બાકીની રકમ સરકાર જમા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ