બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Former US President Donald Trump's Facebook account has been bans

સોશિયલ મીડિયા / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વધુ એક ફટકો, ફેસબુક એકાઉન્ટને લઈ કરી મોટી કાર્યવાહી

Published By: Shyam

Last Updated: 11:32 PM, 4 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને 2 વર્ષ માટે બંધ કરી દેવાયું, 7 જાન્યુઆરીથી પ્રતિબંધનો અમલ ગણવામાં આવશે

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
  • ફેસબુકે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને કર્યું બંધ
  • 2 વર્ષ માટે ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને કરી દેવાયું પ્રતિબંધ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ફેસબુક એકાઉન્ટ 2 વર્ષ માટે બંધ કરી દેવાયું છે. બે વર્ષના પ્રતિબંધની શરૂઆત 7 જાન્યુઆરીથી ગણતરી કરવામાં આવશે. જ્યારે શરૂઆતમાં ફેસબુકે કાર્યવાહીનો નિર્ણય કર્યો હતો. જાન્યુઆરી 2023 સુધી ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ રહેશે. આ નિર્ણય પછી એવું પણ લાગી રહ્યું છે કે, ભવિષ્યમાં પણ ફેસબુક વિશ્વના મોટા નેતાઓના એકાઉન્ટ પણ બંધ કરી શકે છે. 

શું છે ટ્રમ્પ પર આક્ષેપ

અમેરિકી સંસદમાં હુલ્લડ ભડકાવવાના આરોપોને લઈ ફેસબુકે સમગ્ર કાર્યવાહી કરી છે. US Capitlની ઘટના પછી ફેસબુકે નિર્ણય કરી લીધો હતો. આ સમયે પહેલી વખત ફેસબુક દ્વારા કોઈ રાષ્ટ્રપ્રમુખ કે, પ્રધાનમંત્રીના એકાઉન્ટને બંધ કરવાની જરૂર પડી હતી. ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટ પર પ્રતિબંધ 7 જાન્યુઆરીથી લાગુ થશે. જ્યારે પહેલી વખત તેનું એકાઉન્ટ સસ્પેન્ડ થયું હતું. આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન યથાવત્ હતું. અને આમ છતાં ફેસબુકે પોતાની કાર્યવાહી કરી હતી. જે પછી ફેસબુકે પોતાનો નિર્ણય ઓવર સાઈટ બોર્ડને ટ્રાન્સફર કર્યો હતો. કંપનીએ કહ્યું કે, ટ્રમ્પ દ્વારા હુલ્લડ કરનારાઓને We Love you, You're Very Special કહેવાયું હતું. આ લોકોને સાચા દેશભક્ત કહેવા અને ઈતિહાસમાં હુલ્લડનો આ દિવસ યાદ રાખવામાં આવશે. આ પ્રકારની વાત ફેસબુકના નિયમોની વિરુદ્ધ છે. 

માર્ક ઝુકરબર્ગે ટ્રમ્પ વિશે કહી હતી આ વાત

ફેસબુકના તપાસકર્તા સમિતી દ્વારા ગત મહિને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફેસબુક એકાઉન્ટને સસ્પેન્ડ રાખવાનો નિર્ણય યથાવત રખાયો હતો. અને જ્યારે એકાઉન્ટને સસ્પેન્ડ કર્યું ત્યારે માર્ક ઝુકરબર્ગને કહ્યું હતું કે, આ સમયે આપણા રાષ્ટ્રપતિને ફેસબુકની સેવા આપવી મોટો ખતરો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Facebook Account Ban facebook અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક Facebook

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ