બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / Former Union Minister Prakash Javadekar visited Ahmedabad attended BJP program at Gujarat University

'મોદી@20' / પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અમદાવાદની મુલાકાતે, ગુજરાત યુનિ.માં ભાજપના કાર્યક્રમમાં આપી હાજરી

Kishor

Last Updated: 10:22 PM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમને સૌરાષ્ટ્ર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અમદાવાદની મુલાકાતે
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં આપી હાજરી
  • શહેર ભાજપના ઉપક્રમે કાર્યક્રમનું કરાયું હતું આયોજન

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ તકે તેમણે ગુજરાત યુનિવર્સિટી ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી. અમદાવાદ શહેર ભાજપના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ 'મોદી@20' પુસ્તક સંદર્ભે સંમેલન યોજાયું હતું જેમાં તેઓ જોડાયા હતા. આ અવસરે મેયર કિરીટ પરમાર, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા. 

પ્રકાશ જાવડેકરે મોદી@20 બુક અંગે માર્ગદર્શન આપ્યું 
સતત 20 વર્ષથી રાષ્ટ્ર સેવામાં કાર્યરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના પાયામાં રહેલા કાર્યક્રમો અને કાર્યપદ્ધતીને 21 જેટલા નામાંકિત લેખકો અને ચિંતકોએ અવલોકીને કરેલ લેખનનો સંપુટ મોદી@20 બુક તરીકે પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ બાબતોથી વધુમાં વધુ ભારતવાસીઓ માહિતગાર થાય તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાનના રાષ્ટ્રીય કન્વીનર અને ભારત સરકારના પુર્વ માનવ સંશાઘન વિકાસ પ્રઘાન, પર્યાવરણ પ્રઘાન પ્રકાશ જાવડેકરે મોદી@20 બુક અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમને પૂર્વ કેન્દ્રીય મંત્રી  પ્રકાશ જાવડેકરે અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ  સાથે બેસી સાંભળ્યો હતો. 

રાજકોટ-સોમનાથ ખાતે પણ કાર્યક્રમમાં આપી હાજરી
વધુમાં ગઇકાલે પ્રકાશ જાવડેકર દિલ્લીથી રાજકોટ વિમાન માર્ગે આવ્યા હતા જ્યાં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજીત કાર્યક્રમમાં પ્રમુખ ઓડિટોરીયમ ખાતે હાજરી આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી તથા રાષ્ટ્રીય શિક્ષા નિતિના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો જેમાં MODI@20 પુસ્તક પર ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ બપોરે 3.30 કલાકે સોમનાથ વિશ્વવિદ્યાલય ખાતે ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જૂનાગઢ તેમજ સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય આયોજીત કાર્યક્રમમાં પણ હાજરી આપી માર્ગદર્શન આપ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ