બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Former Minister of State for Gujarat Tarachand Chheda passes away

શોકાતૂર / ગુજરાત ભાજપને મોટી ખોટ પડી, કચ્છના પીઢ અગ્રણી તથા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાનું 70 વર્ષની વયે નિધન

Vishnu

Last Updated: 09:11 PM, 23 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

70 વર્ષની ઉંમરે તારાચંદ છેડાએ લીધા અંતિમ શ્વાસ, ક્ચ્છ ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવતા તારાચંદ બે ટર્મ ધારાસભ્ય અને રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા

  • પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાનું નિધન
  • લાંબી બિમારીમાં તારાચંદ છેડાનું નિધન થયુ
  • ક્ચ્છ ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા તારાચંદ

રાજ્યના પૂર્વ મંત્રી તારચંદ છેડાનું લાંબી બિમારી સામે ઝઝૂમ્યા બાદ આજે તેઓનું નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે તારાચંદ છેડાએ અંતિમ શ્વાસ લીધા છે.  શુક્રવારના રોજ સિમ્સ હોસ્પિટલમાંથી તેમને ભૂજ તેઓના નિવાસ સ્થાને ખસેડવામાં આવ્યા હતા. તારાચંદભાઈ જૈન સમાજના રત્ન તરીકે ઓળખાય છે સાથે જ તેઓ ક્ચ્છ ભાજપમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા.ગુજરાત ભાજપને તારાચંદના નિધનથી મોટી ખોટ પડી છે. 

અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરી મોક્ષ માર્ગે જવા અનશન લીધું હતું
તારાચંદ છેડાના નિધનના સમાચાર મળતા જ તેઓના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. મૂળ માંડવી તાલુકાના કાંડગરા ગામના અને હાલ ભુજના ભાનુશાલી નગર ખાતેના નિવાસ્થાન રહેતા હતા. કચ્છ વિસ્તાર હાલ શોક મગ્ન છે.  એક માસ પૂર્વે તબિયત નાદુરસ્ત થતાં અમદાવાદ ખાતે ચાલી રહેલી સારવાર બાદ તેમણે જૈન ધર્મ અનુસાર અનશન વ્રતની ઈચ્છા પ્રગટ કરી હતી. અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરી મોક્ષ માર્ગે જવા અનશન વ્રત લીધું હતું. 

રાજકિય કારકિર્દી
પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડાની રાજકિય કારકિર્દી પર નજર કરીએ તો  અબડાસા અને માંડવી બેઠક પરથી બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા અને રાજ્યમંત્રી પણ બન્યા હતા.તેઓ રાજકારણમાં સક્રિય હોવા છતાં સામાજિક શ્રેઠી તરીકે પણ ઓળખ ધરાવતા હતા. આજે તારાચંદ છેડાનું નિધન થતાં જૈન સમાજે એક રત્ન ખોયું છે.

પૂર્વ સીએમ વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાત પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી તારાચંદભાઇ છેડાના દુઃખદ અવસાન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન છું. તેઓનું જાહેર જીવન, સામાજિક સેવા અને રાજકીય ક્ષેત્રમાં આપેલું યોગદાન ચિરંજીવ રહેશે. 

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વ્યક્ત કર્યો શોક
કચ્છ ભાજપાના અગ્રણી નેતા શ્રી તારાચંદ છેડા જી નાં દુઃખદ અવસાન થી શોક ની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમની દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.ૐ શાંતિ

મંત્રી પ્રદીપ પરમારે કર્યું ટ્વીટ
માજી રાજ્યમંત્રી અને માંડવી-મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય શ્રી તારાચંદ છેડા જી ના દુઃખદ અવસાનના સમાચારથી શોકની લાગણી અનુભવું છું.ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો તથા શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ