બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Former minister Jayant Sinha opts out of Lok Sabha polls, appeals to JP Nadda

રાજનીતિ / ગૌતમ ગંભીર બાદ ભાજપના વધુ એક દિગ્ગજ નેતાએ કર્યું સંન્યાસનું એલાન, નહીં લડે ચૂંટણી

Hiralal

Last Updated: 03:50 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ ગંભીર બાદ હવે ભાજપના હજારીબાદના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિંહાએ રાજનીતિમાં સંન્યાસનું એલાન કર્યું છે.

લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના હજારીબાગના સાંસદ જયંત સિંહાએ રાજનીતિમાંથી સંન્યાસનું એલાન કર્યું છે. જયંત સિંહાએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાને ચૂંટણીની જવાબદારીમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. 

જળવાયુ પરિવર્તનની સમસ્યાના ઉકેલ પર કામ કરવા માગે છે 
જયંત સિન્હાએ આગામી લોકસભા ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. એક્સ પરની એક પોસ્ટમાં, સિંહાએ જણાવ્યું હતું કે તેમણે પાર્ટી અધ્યક્ષ જે પી નડ્ડાને તેમની "સીધી ચૂંટણી ફરજો" થી મુક્ત કરવા માટે "વિનંતી" કરી છે જેથી તેઓ ભારત અને સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનની સમસ્યાને પહોંચી વળવા પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.

જળવાયુ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે: જયંત સિન્હા
"અલબત્ત, હું આર્થિક અને શાસનના મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. તેમણે કહ્યું હતું કે, "મને છેલ્લાં 10 વર્ષથી હઝારીબાગનાં લોકોની અને ભારતની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ ઉપરાંત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માનનીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના નેતૃત્વ દ્વારા મને ઘણી તકો આપવામાં આવી હતી. સૌનો હૃદયપૂર્વક આભાર. જય હિન્દ.

ગૌતમ ગંભીરે પણ કર્યું લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન 
ઉલ્લેખનીય છે આજે ભાજપના બે નેતાઓએ ચૂંટણી ન લડવાનું એલાન કર્યું છે જેમા પહેલા ગૌતમ ગંભીર અને બીજા જયંત સિંહા છે. ગૌતમ ગંભીરે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે 
તેઓ રાજનીતિમાંથી સંન્યાસ લેવા માંગે છે. આ માટે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને વિનંતી કરી છે.

કોણ છે જયંત સિન્હા
જયંત સિન્હા ટીએમસી નેતા યશવંત સિન્હાના પુત્ર છે. જયંતે 2014માં પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જયંત પીએમ મોદીના પહેલા કાર્યકાળમાં મંત્રી હતા અને 2016થી 2019 વચ્ચે ઉડ્ડયન રાજ્યમંત્રી હતા. આ ઉપરાંત તેઓ 2014થી 2016 વચ્ચે નાણા રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. જયંત સિન્હાને 2019માં ફરી એકવાર હજારીબાગ સીટ પરથી ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ પણ પાર્ટીની આશાઓ પર ખરા ઉતર્યા હતા. તેઓ ફરી એકવાર જીત્યા પરંતુ પીએમ મોદીના બીજા કાર્યકાળમાં તેમને કોઈ મંત્રાલય નહોતું આપવામાં આવ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ