ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Former Australian cricket star Andrew Symonds dies in road accident

BIG NEWS / દુ:ખદ ઘટના: ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર Andrew Symondsનું કાર અકસ્માતમાં મોત

Published By: Dhruv

Last Updated: 08:18 AM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સ (Andrew Symonds) નું શનિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે.

ADVERTISEMENT

  • ઓસ્ટ્રેલિયન પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનું મોત
  • એન્ડ્ર્યુ સાયમન્ડ્સનુ કાર અકસ્માતમાં નિધન
  • 46 વર્ષીય સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ મેચ રમી છે

રમત-ગમતના ક્ષેત્ર માટે સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મોત થયું હતું. જો કે, તેઓને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી.

એન્ડ્ર્યુ સાયમન્ડ્સના નિધન બાદ તેના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જણાવી દઈએ કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ભૂતપૂર્વ ખેલાડી શેન વોર્નનું પણ નિધન થયું હતું.

અકસ્માત રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો

એજન્સી અનુસાર, ક્વિન્સલેન્ડ પોલીસે જણાવ્યું કે, શહેરથી લગભગ 50 કિમી પશ્ચિમમાં હર્વે રેન્જમાં રાત્રે લગભગ 10:30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે તેજ રફ્તાર કાર એકાએક રોડ પર પલટી મારી ગઈ. આ કારમાં એન્ડ્ર્યુ સાયમન્ડ્સ હતા.

આ અકસ્માતમાં સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી

પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત એલિસ રિવર બ્રિજ નજીક થયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી એમ્બ્યુલન્સના આધારે તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ એન્ડ્ર્યુ સાયમન્ડ્સને બચાવવા માટેના ખૂબ પ્રયાસો કર્યા હતાં પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. ડૉક્ટરોએ જણાવ્યું કે, આ અકસ્માતમાં સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં તેઓ એકલા જ હતા. તમામ પ્રયાસો બાદ સાયમન્ડ્સને બચાવી શકાયા ન હતા.

એડમ ગિલક્રિસ્ટે એડમ ગિલક્રિસ્ટે દુ:ખ શેર કર્યું

46 વર્ષીય એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુ બાદ તેઓના ચાહકો નિરાશ થઇ ગયા હતાં. આ સાથે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે એક ટ્વિટ દ્વારા પોતાનું દુઃખ શેર કર્યું. તેઓએ કહ્યું, આ ખૂબ જ પીડાદાયક છે.

આ વર્ષે ત્રણ ખેલાડીઓએ કહ્યું અલવિદા

આ વર્ષે ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ જગત માટે ખૂબ જ દુઃખદભર્યું રહ્યું છે. આ જ વર્ષે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રોડ માર્શ અને શેન વોર્નનું પણ મૃત્યુ થયું હતું. આ સાથે એન્ડ્ર્યુના મૃત્યુ બાદ ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.

જુઓ ક્રિકેટ જગતમાં સાયમન્ડ્સનો શું રેકોર્ડ હતો?

જણાવી દઈએ કે, સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ, 198 વનડે અને 12 T-20 મેચ રમી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાના 2003 અને 2007માં વર્લ્ડકપ જીતમાં પોતાની મહત્વની ભૂમિકા હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Andrew Symonds dies Australian cricket star Former Australian cricketer Road Accident andrew symonds death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ