ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / forests were found underneath the seas

રિસર્ચ / દરિયામાંથી મળ્યું ભારત કરતા બેગણું વિશાળકાય જંગલ, એ પણ સળગી રહ્યું છે!

Published By: Jaydeep Shah

Last Updated: 04:28 PM, 18 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં ઘણા સ્થાનો પર સમુદ્રની અંદર જંગલો જોવા મળે છે. જેનો હાલમાં જ નકશો બનાવવામાં આવ્યો છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • સમુદ્રની અંદરથી મળ્યા વિશાળકાય જંગલો 
  • ધરતીની જેમ જ આ જંગલો પણ બળી રહ્યા છે 
  • રશિયાથી કેનેડા સુધી ફેલાયેલા બોરિયલ જંગલો આવેલા છે

સમુદ્રની અંદરથી મળ્યા વિશાળકાય જંગલો 

એમેઝોન, બોર્નિયો, કૉંગો, ડેનટ્રી આ દુનિયાનાં સૌથી મોટા અને પ્રસિદ્ધ જંગલો છે. ક્યારેય તમે સમુદ્રની અંદર જંગલ વિશે સાંભળ્યું છે. દુનિયામાં ઘણા સ્થાનો પર સમુદ્રની અંદર જંગલો જોવા મળે છે. જેનો હાલમાં જ નકશો બનાવવામાં આવ્યો છે. આ બધા જંગલોનો આકાર જોશો તો આ ભારતના ક્ષેત્રફળ કરતાં બમણું જોવા મળશે.

રશિયાથી કેનેડા સુધી ફેલાયેલા બોરિયલ જંગલો છે, પણ પાણીની અંદર રહેલા કેટલા જંગલો વિશે તમે જાણો છો? સમુદ્રોની અંદર મોટા મોટા કેલ્પ અને સમુદ્રી વિડના જંગલો છે. તેમની અંદર મોટા પાયે વિભિન્ન પ્રકારના સમુદ્રી જીવ-જંતુઓની પ્રજાતિઓ રહે છે. 

સાઉથ આફ્રિકાનાં તટોની નીચે ગ્રેટ આફ્રિકન સીફોરેસ્ટ અને ઓસ્ટ્રેલિયા પાસે સાઉથર્ન રીફ હજાર છે. દુનિયાભરના સમુદ્રોની અંદર આવા ઘણા જંગલો આવેલા છે, જેમના ન તો કોઈ નામ છે કે ન તો કોઈ ઓળખે છે. એક નવા રિસર્ચમા આ વાતનો ખુલાસો થયો છે કે દુનિયાભરમાં આ પ્રકારના કેટલા જંગલ છે. તેમનો નકશો પણ બનાવવામાં આવ્યો છે.

જમીનની જેમ સમુદ્રોનાં જંગલો પણ બળી રહ્યા છે 
આ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ તાપમાનને કારણે માત્ર જમીનના જંગલો જ બળી રહ્યાં નથી. દરિયાની અંદર પણ ઉંચા તાપમાનના કારણે જંગલો સળગી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે પાણીની અંદર કઈ રીતે બળી શકે છે. પરંતુ મહાસાગરોના વધતા તાપમાનને કારણે આ જંગલોની ઇકોલોજી વધુ ખરાબ થઇ રહી છે. આબોહવા પરિવર્તનને કારણે તેમની કાર્બનની વૃદ્ધિ અને શોષણ કરવાની ક્ષમતા ઘટી રહી છે.

શું છે સમુદ્રી જંગલો, તેમાં કયા પ્રકારના વૃક્ષો હોય છે? 
સમુદ્રી જંગલો સામાન્ય રીતે સીવીડથી બનેલા હોય છે. આ શેવાળનો એક પ્રકાર છે. તેઓ સૂર્યની ઊર્જા અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણ દ્વારા વૃદ્ધિ પામે છે. આ જંગલો વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે. આ જંગલો પાણીના મોજા સાથે ધીમે ધીમે આગળ વધે છે. જેમ અનેક પ્રકારના પ્રાણીઓ જમીન પરના જંગલોમાં રહે છે, તેવી જ રીતે ઘણી પ્રજાતિઓ દરિયાઈ જંગલોમાં રહે છે.

આપણા મહાસાગરો પૃથ્વી પર ઉત્પન્ન થતા 2400 ગીગાટન ગ્રીનહાઉસ વાયુઓમાંથી તમામ ભારે ગરમીને શોષી લે છે. આવી સ્થિતિમાં દરિયાઈ જંગલો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ બધા દરિયાઈ જંગલો બળી રહ્યા છે.  ઊંચા તાપમાનને કારણે તેમની હાલત ખરાબ થઈ રહી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ઈસ્ટર્ન કેનેડા અને કેલિફોર્નિયાના દરિયાઈ જંગલોમાં સૌથી ખરાબ હાલત છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

OMG news

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ