બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 AM, 22 July 2021
ADVERTISEMENT
રાજના બેંક ખાતાની ફોરેન્સિક તપાસ થશે
રાજના ખાતાની ફોરેન્સિક તપાસ કરવાની જાણકારી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે કરી છે. પોલીસે જણાવ્યું છે કે બ્રિટનની કંપની કેનરિન પ્રાઈવેટ લિમિટેડ કુંદ્રાની કંપની સાથે સંબંધિત 13 બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરતી હતી. ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફી રેકેટનો ખુલાસો થયા બાદ સોમવારે પોલીસે ઉદ્યોગપતિ પર કસ્ટડીમાં રાખ્યો હતો.
ADVERTISEMENT
બ્રિટનની કંપની કુંદ્રાની કંપની સાથે સંબંધિત 13 બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરતી
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર મામલાની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જાણકારી આપી છે કે કેનરિન પ્રાઈવેટ લિમિટેડ રાજ કુંદ્રાની વિયાન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 13 બેંકના ખાતામાં પૈસા મોકલતી હતી. આ બાદ આ રકમ કુંદ્રાના ખાનગી ખાતામાં જતી હતી. તેમણે જણાવ્યું કે સોફ્ટવેર મેન્ટેન્સના નામ પર આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અધિકારીઓએ જણાવ્યું કે કુંદ્રા અને તેમની કંપનીઓ સાથે જોડાયેલા ખાતાનું ઓડિટ કરવામાં આવશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેનરિને વર્ષ 2019માં હોટશોર્ટ એપ ખરીદી હતી
બ્રિટનની કંપની કેનરિને વર્ષ 2019માં હોટશોર્ટ એપ ખરીદી હતી. આ પહેલા આ એપ આર્મ્સ પ્રાઈમ મીડિયાની પાસે હતી. કુંદ્રા આર્મ્સપ્રાઈમનના સહ માલિક હતા. 25 હજાર ડોલરમાં એપ્લીકેશન વેચાયા બાદ તેમણે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ. રિપોર્ટ અનુસાર એક અધિકારીએ જણાવ્યું કે વેચાણના સમયે તેમની એક સમજૂતી થઈ હતી કે હોર્ટ શોર્ટના સોફ્ટવેર મેન્ટેનન્સનું કામ કુન્દ્રા વિયાન ઈન્ડસ્ટ્રીઝ જોશે. એટલા માટે સોફ્ટવેર મેન્ટેન્સના નામ પર પૈસા વિયાન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા 13 બેંક ખાતામાં મોકલવામાં આવતા હતા. આ બાદ શેલ કંપનીઓ પૈસા કુંદ્રાના ખાનગી ખાતામાં મોકલતા હતા.
ADVERTISEMENT

અનિયમિતાઓને શોધવા માટે બેંક ખાતાઓના ફોરેન્સિક ઓડિટ કરાશે
ADVERTISEMENT
તપાસ કર્યાઓએ કહ્યું તે અનિયમિતાઓને શોધવા માટે બેંક ખાતાઓના ફોરેન્સિક ઓડિટ કરાશે. લંડનમાં રહેનારા કુંદ્રાએ સંબંધી પ્રદીપ બખ્શીને પણ ફરિયાદમાં આરોપી બનાવ્યા છે. સાથે સમગ્ર દેશની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં આ મામલામાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને આ બાદ એપ્રિલમાં ચાર્જશીટ દાખલ કરાવમાં આવી હતી.
રિપોર્ટમાં અધિકારીઓના હવાલાથી જણાવવામાં આવ્યું છે નાના શહેરોમાં યુવતીઓને વેબ સીરિઝમાં કામની લાલચ આપવામાં આવી હતી. આ બાદ જ્યારે તે શૂટિંગ પર આવતી હતી, તેને અશ્લીલ ફિલ્મોમાં કામ કરવા મજબૂર કરવામાં આવતી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.