ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે ઇન્ડિયામાં ઢોસા, ઇડલી અને મેંદુવડા હોંશે હોંશે ખાઇએ છીએ પરંતુ વિદેશમાં પણ આ ગુજરાતની ફૂડ વેચાઇ રહ્યુ છે. પણ શું તમને ખબર છે કે ઇડલી અને મેંદુવડા વિદેશમાં વેચાય પણ નામ પાછુ કંઇક અલગ જ હોય. એમ પણ શેક્સપિયર કહે છેને કે નામમાં શું રાખ્યું છે. ત્યારે આવો જાણીએ વિદેશમાં કયુ નામ છે ઇડલી સાંભારનું..
ADVERTISEMENT
There’s more. pic.twitter.com/BinMJf01Ci
— Aniruddha (@rapidsnail) July 17, 2022
ADVERTISEMENT
ઇડલી- મેંદુવડા અને ઢોસાનું વિદેશી નામકરણ
યુએસ સ્થિત ભારતીય રેસ્ટોરન્ટ ઈન્ડિયન ક્રેપ કંપનીનું મેનુ ઓનલાઈન શેર થયા બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યું છે. એક વપરાશકર્તા દ્વારા શેર કરાયેલ સ્ક્રીનશોટ અનુસાર, રેસ્ટોરન્ટમાં ઈડલી અને ડોસા જેવી સાઉથ ઇન્ડિયન રેસિપી પીરસવામાં આવે છે પરંતુ તેના મૂળ નામની સાથે નહીં. દરેકના મનપસંદ ઇડલી-સાંભારનું નામ ડંક્ડ રાઇસ કેક ડિલાઇટ છે. એટલું જ નહીં, જ્યારે મેંદુ વડાને ડંક્ડ ડોનટ ડિલાઇટ નામ આપવામાં આવ્યું છે. સાદા ડોસાનું નામ બદલીને નેકેડ ક્રેપ રાખવામાં આવ્યું છે. સાથે જ મસાલા ઢોસાનું નામ પણ વધુ મજેદાર છે. મસાલા ઢોસાનું નામ 'સ્મેશ્ડ પોટેટો ક્રેપ' હતું.
ADVERTISEMENT
omfg pic.twitter.com/EEIkpBJcoA
— inika⛓ (@inika__) July 16, 2022
ADVERTISEMENT
રેસ્ટોરન્ટના મેનુનો સ્ક્રીનશોટ હવે વાયરલ
મેનુનો સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે. ક્લાસિકલ વાનગીઓનું આવુ નામ લોકો પસંદ કરી રહ્યા નથી. પરિણામે આ મેનૂને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. તો એક વપરાશકર્તાએ અન્ય રેસ્ટોરન્ટના મેનૂની સરખામણી કરી, જેમાં મિસ્ટર સ્પાઈસી ક્રેપ અને બેબી કોકટેલ પેનકેક જેવી વાનગીઓનો સમાવેશ થાય છે, જે અનુક્રમે ડોસા અને ઉત્તાપમ વાનગીઓ છે. નીચે કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે ક્લાસિક વાનગીઓ માટેના આ અનન્ય નામો વિશે શું વિચારો છો.
સંકળાયેલા મુદ્દાઓ