બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Forbes firms list Infosys TCS among 17 Indian firms in Forbes best regarded companies

Forbes List / ફૉર્બ્સની યાદીમાં 17 ભારતીય કંપનીઓનો સમાવેશ, જાણો કોણ છે ટૉપ પર

Published By: Dhruv

Last Updated: 07:33 PM, 24 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોર્બ્સની સમ્માનિત કંપનીઓની યાદીમાં 17 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું છે. જેમાં ઇન્ફોસિસ, ટાટા કંસલ્ટેંસી સર્વિસેઝ (ટીસીએસ) અને એચડીએફસી શામેલ છે. માહિતી ટેકનોલોજી ક્ષેત્રની કંપની ઇન્ફોસિસને દુનિયાની સમ્માનિત કંપનીઓની યાદીમાં ત્રીજું સ્થાન મળ્યું છે. વૈશ્વિક ચુકવણી ટેક્નિક કંપની વીઝા આ યાદીમાં પ્રથમ સ્થાન પર અને ઇટલીની કાર કંપની ફેરારી બીજા સ્થાન પર છે.

  • 2018માં આ યાદીમાં ઇન્ફોસિસ હતી 31માં સ્થાન પર
  • ટોચનાં 50 સ્થાનોમાં ભારતીય કંપની ટીસીએસ 22માં અને ટાટા મોટર્સ 31માં સ્થાને
    TCS
    TCS કંપની

ગયા વર્ષે 31માં સ્થાન પર હતી ઇન્ફોસિસ
ઇન્ફોસિસ (Infosys) 2018માં આ યાદીમાં 31માં સ્થાન પર હતી. યાદીમાં શામેલ ટોચની 10 કંપનીઓમાં નેટફ્લિક્સ ચોથા, પેપાલ પાંચમા, માઇક્રોસોફ્ટ છઠ્ઠા, વાલ્ટ ડિજ્ની સાતમાં, ટોયોટા મોટર આઠમાં, માસ્ટરકાર્ડ નવમા અને કૉસ્ટકો હોલસેલ 10માં સ્થાન પર છે. યાદીમાં ટોચનાં 50 સ્થાનોમાં ભારતીય કંપની ટીસીએસ (Tata Consultancy Services) 22માં અને ટાટા મોટર્સ (Tata Motors) 31માં સ્થાન પર છે.

TATA Motors
ટાટા મોટર્સ


યાદીમાં શામેલ અન્ય કંપનીઓ છે ટાટા સ્ટીલ (105), લાર્સન એન્ડ ટુબ્રો (115), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (117), એચડીએફસી (135), બજાજ ફિનસર્વ (143), પીરામલ એન્ટરપ્રાઇઝેઝ (149), સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડીયા (153), એચસીએલ ટેક્નોલોજીસ (155), હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ (157), વિપ્રો (168), એચડીએફસી બેંક (204), સનફાર્મા ઇન્ડસ્ટ્રીઝ (217), જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (224), આઇટીસી (231) અને એશિયન પેઇન્ટ્સ (248).

ભારતીય કંપનીઓનાં નામ ફોર્બ્સની યાદીમાં સ્થાન
ઇન્ફોસિસ 3
TCS 22
ટાટા મોટર્સ 31
ટાટા સ્ટીલ 105
લાર્સન અને ટુબ્રો 115
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 117
HDFC 135
બજાજ ફિનસર્વ 143
પીરામલ એન્ટરપ્રાઇઝ 149
સ્ટીલ ઓથોરિટી ઑફ ઇન્ડિયા 153
HCL ટેક્નોલોજીસ 155
હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ 157
વિપ્રો 168
HDFC બેંક 204
સનફાર્મા ઇન્ડસ્ટ્રીઝ 217
જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડીયા 224
ITC 231
એશિયન પેઇન્ટ્સ 248


મોટા ભાગની કંપનીઓ અમેરિકાની
વિશ્વની 250 સન્માનિત કંપનીઓની યાદીમાં અમેરિકાની સૌથી વધુ 59 કંપનીઓ છે. તે પછી જાપાન, ચીન અને ભારતની કંપનીઓનો નંબર આવે છે. આ યાદીમાં જાપાન, ચીન અને ભારતની મળીને કુલ 82 કંપનીઓ છે. ગયા વર્ષે આ ત્રણેય દેશોની 63 કંપનીઓ આ યાદીમાં શામેલ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Companies India Infosys Tata Consultancy Services Tata Motors business forbes list regarded companies ટાટા મોટર્સ ટીસીએસ Forbes firms list

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ