બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / for some people curd is not good but its cause for many diseases like will be bloated, constipated.
આયુર્વેદમાં દહીંના અનેક ગુણો જણાવવામાં આવ્યાં છે. સામાન્ય રીતે આપણે ગરમીના દિવસોમાં ઠંડક માટે દહીંનો ઉપયોગ વધારી દેતા હોય છે. પણ દહીં અમુક લોકો માટે અમૃત કરતા વખ સમાન બની રહે છે. આ લોકોએ દહીં ખાવું જોઈએ નહીં.
ADVERTISEMENT
મોટાભાગે ગરમીના દિવસમાં આંતરીક ઠંડક માટે સામાન્ય રીતે લોકો દહીંનું સેવન કરતા હોય છે. આમેય આયુર્વેદમાં દહીંના સેવનથી થાક, કમજોરી, ત્વાચાની સમસ્યા, પેટની સમસ્યા વગેર દૂર થાય તેવું જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
દહીંમાં પ્રોટીન,કાબોહાઈડ્રેટ,પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ આર્યન , વિટામીન સી,બી-6 સારી માત્રામાં હોય છે. પણ આધુનિક મેડીકલ સાયન્સ પ્રમાણે દહીં તમામ લોકો માટે લાભદાયક નથી હોતું. અમુક પ્રકારની ખાસ બિમારીથી પીડાતા લોકો માટે દહીં લાભ કરતા નુકસાન વધુ કરે છે.જેમાં શરીર અકડાઈ જવું. સાંધામાં દુખાવો, કબજીયાત જેવી સમસ્યા વધી શકે છે.

ADVERTISEMENT
મેડીકલ સાયન્સ મુજબ દહીંમાં અમુક તત્વો છે. જેનાથી ખાસ પ્રકારના લોકોને નુકસાન થઈ શકે છે. દહીંમાં પ્રચુર માત્રામાં યુરીક એસીડ હોય છે. આથી જે લોકોને યુરીક એસીડની તકલીફ હોય તે લોકોએ દહીંનું સેવન ટાળવું જોઈએ.
ADVERTISEMENT

દહીંની તાસીર ઠંડી છે. જેના કારણે અસ્થમાના દર્દીઓ દહીંનું સેવન ન કરવું જોઈએ. દહીંની તાસીર ઠંડી છે, જેના કારણે શર્દી અને કફની સમસ્યામાં વધારો થાય છે.
ADVERTISEMENT
દહીંમાં વીટામીન, પ્રોટીન પ્રચુક માત્રામાં હોય છે. આ સાથે દહીંમાં સેચ્યુરેટ ફેટ અને ગ્લેકેશન હોય છે. જે હાડકાં પર આડ અસર કરે છે. જેના કારણે સાંધા અને કમરના દુખાવામાં વધારો થાય છે.
ADVERTISEMENT

દહીંમા પ્રોબાયોટીક્સ હોય છે. જે શરીરની ગરમીને નિયંત્રણમાં રાખે છે. પણ અમુક વખતે આ ગુણના કારણે શરીરમાં લ્બોટીંગ થાય છે અને જેના કારણે ગેસ બને છે. આમા વ્યક્તિનું પેટ ધીમે ધીમે ફુલવા લાગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દહીં જો મર્યાદિત માત્રામાં સેવન કરવામાં આવે તો તે શરીર માટે અમૃત સમાન છે. પણ લસ્સી કે તેમાં આર્ટીફિશયલ સુગર કે કેમીકલ નાખી સેવન નુકસાન કારણ સાબિત થાય છે.
સ્પષ્ટતા અત્રે આપેલી માહિતીની પુષ્ટી કરવામાં આવતી નથી વધુ જાણકારી માટે તમારા વૈધ કે ડોક્ટરની સલાહ પ્રમાણે વર્તવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.