બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Flipkart is again planning to layoff its employess on the basis of annual performance
ADVERTISEMENT
ઓનલાઈન ઈકોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની FLIPKARTમાં ફરી એકવાર છટણીની પ્રક્રિયા શરૂ થઈ છે. કંપની છેલ્લાં 2 વર્ષોથી સતત લોકોની છટણી કરી રહ્યું છે. આ વર્ષે પણ પર્ફોર્મેન્સને આધાર બનાવીને ફ્લિપકાર્ટે ઓછામાં ઓછા 5-7% કર્મચારીઓને રજા આપી દેવાનો નિર્ણય કર્યો છે. કંપનીનાં આ નિર્ણયને લીધે લગભગ 1500 કર્મચારીઓને અસર થશે.
વધુ વાંચો: WhatsApp New Feature: વ્હોટ્સએપ લાવ્યું જબરદસ્ત ફીચર, મળશે પાંચ વિકલ્પ, ખાસિયતો હાઈટેક
ADVERTISEMENT
પર્ફોર્મેન્સ રિવ્યૂને આધાર બનાવ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવી રહેલી આ છટણી માર્ચથી એપ્રિલની વચ્ચે પૂર્ણ થશે. કંપની છેલ્લાં 2 વર્ષોથી સતત પર્ફોર્મેન્સને આધાર બનાવીને પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીએ વાર્ષિક પર્ફોર્મેન્સ રિવ્યૂનાં આધારે છટણીની લિસ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
નવી ભરતી નથી થઈ
ફ્લિપકાર્ટે છેલ્લાં 2 વર્ષોમાં કોઈ નવી નોકરીઓ કાઢી નથી. હાલમાં કંપનીમાં લગભગ 22 હજાર કર્મચારીઓ કામ કરે છે. જો કંપની 7% પણ છટણી કરે છે તો આશરે 1500 કર્મચારીઓ નોકરીથી હાથ ધોઈ બેસશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.