ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / five year old constant playing piano video goes viral

OMG! / VIDEO: 5 વર્ષના ટાબરિયાની કમાલ ! પિયાનો પર સતત 2 મિનિટ સુધી ધૂન વગાડીને સૌને ચોંકાવી દીધા

Published By: Khyati

Last Updated: 01:41 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 વર્ષના બાળકે કરી એવી કમાલ કે હાજર સૌ કોઇએ તાળીઓના ગડગડાટથી બાળકના પર્ફોમન્સને વધાવી લીધું.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
  • પિયાનો પર નાના બાળકે વગાડી ધૂન
  • હાજર સૌ કોઇ દંગ રહી ગયા 


બાળપણથી જ મોટાભાગના લોકો સંગીતને પસંદ કરે છે. કેટલાક બાળકો તો નાનપણથી જ આ ક્ષેત્રમાં કરિયર બનાવવાનું નક્કી કરી લે છે.  જ્યારે કેટલાક તેમના શોખ માટે સંગીત ક્ષેત્રે જાય છે. કેટલાક લોકો ગાયન કરીને અને કેટલાક સંગીતનાં સાધનો વગાડીને લોકોને આકર્ષે છે. એવુ કહેવામાં આવે છે કે નાનપણમાં જો બાળક સંગીત શીખે તો તેના મગજનો સારો વિકાસ થાય છે.  તેથી નાનપણમાં જ જો બાળકને રસ હોય તો સંગીત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવુ જોઇએ. ત્યારે સોશિયલ મીડિયામાં પણ એવો એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાળકનો અનોખો સંગીત પ્રેમ જોવા મળ્યો. 

પિયાનો પર વગાડી ધૂન

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આલ્બર્ટો કાર્ટુસિયા સિન્ગોલાની નામનો છોકરો પિયાનો પર મોઝાર્ટ વગાડે છે, જે ત્યાં હાજર દર્શકોને દંગ કરી દે છે. નાનો છોકરો મશીન કરતાં વધુ ઝડપે પિયાનો પર હાથ ફેરવે છે, લોકો તેને જોતા જ રહી જાય છે. લોકોએ તેમના મોબાઈલ ફોનમાં તેના ચોંકાવનારા પ્રદર્શનને રેકોર્ડ કર્યું અને આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ લોકોએ તેને વાયરલ કરી દીધો.

 

વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે

હિસ્ટોરિક વિડ્સ નામના ટ્વિટર એકાઉન્ટે આ વીડિયો શેર કર્યો અને લખ્યું, '5 વર્ષના અલ્બર્ટો કાર્ટુકિયા સિંગોલાની મોઝાર્ટ દ્વારા એક પીસ પરફોર્મ કરે છે, તેનો આનંદ લો.' આ વીડિયો વાયરલ થયો છે અને લોકો તેની પ્રતિભા જોઈને દંગ રહી ગયા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, '5 વર્ષનો બાળક જે ક્લાસિક મ્યુઝિકમાં નિપુણ હતો તેનું બાળપણ ખોવાઈ ગયું છે.' બીજાએ લખ્યું, 'આ પરફોર્મન્સમાં કેટલો આત્મવિશ્વાસ અને સંયમ છે.' ત્રીજા યૂઝરે લખ્યું, 'કેટલાક લોકો માત્ર સુંદર ભેટ લઈને જ જન્મે છે.'
 

સંકળાયેલા મુદ્દાઓ

5 વર્ષનો બાળક Video viral પિયાનો આર્ટીસ્ટ વીડિયો વાયરલ Video viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ