બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / NRI News / વિશ્વ / five indians died in accident in Toronto canada

કેનેડા / ટોરન્ટોમાં થયો ગમખ્વાર અકસ્માત, પાંચ ભારતીય વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે જ મોત, બેની હાલત ગંભીર

Mayur

Last Updated: 08:06 AM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા પંચ વિદ્યાર્થીઓના એક ભયાનક રોડ એક્સિડેન્ટમાં મૃત્યુ થયા હતા.

  • કેનેડાના ટોરોન્ટોમાં ગંભીર માર્ગ અકસ્માત
  • પાંચ ભારતીયોના મોત 
  • ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા હતા

કેનેડાના ટોરોન્ટોથી એક ખરાબ સમાચાર આવ્યા છે. અહીં 13 માર્ચ શનિવારના રોજ એક માર્ગ અકસ્માતમાં પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે.

ભારતના હાઈ કમિશનરે આપી માહિતી 

આ માહિતી કેનેડામાં ભારતના હાઈ કમિશનર અજય બિસારિયાએ આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની ટીમ પીડિતોના મિત્રો સાથે મદદ માટે સંપર્કમાં છે.

ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા
ઑન્ટારિયો પ્રાંતીય પોલીસના ક્વિન્ટે વેસ્ટ ડિટેચમેન્ટના જણાવ્યા અનુસાર તમામ વિદ્યાર્થીઓ એક વાનમાં હતા. લગભગ 3.45 વાગ્યાની આસપાસ, એક ટ્રેક્ટર-ટ્રેલર તેની વાન સાથે અથડાયું. વાનમાં સવાર પાંચ લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા હતા.

આ વિદ્યાર્થીઓના નામ 

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઓળખ 24 વર્ષીય હરપ્રીત સિંહ, 21 વર્ષીય જસપિન્દર સિંહ, 22 વર્ષીય કરણપાલ સિંહ, 23 વર્ષીય મોહિત ચૌહાણ અને 23 વર્ષીય પવન તરીકે થઈ છે. . પોલીસે જણાવ્યું હતું કે તમામ પાંચેય મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા હતા.

ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં અભ્યાસ કરતા હતા

વાનમાં સવાર અન્ય બે મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેક્ટર-ટ્રેલરના ચાલકને કોઈ ઈજા થઈ નથી. તપાસ ચાલી રહી છે, હજુ સુધી કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા નથી. અકસ્માત બાદ હાઇવેની એક લાઇન બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ત્યારપછી તેને ફરીથી ખોલવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ