ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભારતને મડિકલ ક્ષેત્રે મોટી સફળતા, પહેલી વખત કોઈ માણસના શરીરમાં ધબક્યું મેકિનિકલ હાર્ટ

મેકિનિકલ હાર્ટ / ભારતને મડિકલ ક્ષેત્રે મોટી સફળતા, પહેલી વખત કોઈ માણસના શરીરમાં ધબક્યું મેકિનિકલ હાર્ટ

Last Updated: 02:26 PM, 26 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સૌપ્રથમવાર લગાવાયું મશીન વાળું હૃદય, એક મોટી ઉપલબ્ધિ મેડિકલ ક્ષેત્રમાં. જાણો શું છે દર્દીનો હાલ.

ADVERTISEMENT

દેશમાં પ્રથમ વખત મશીન વાળું હૃદય માનવમાં ધબકવા લાગ્યું. મિકેનિકલ હાર્ટ ઈમ્પ્લાન્ટ દ્વારા એક મહિલા દર્દીને નવું જીવન મળ્યું. દિલ્હી કેન્ટ આર્મી હોસ્પિટલે પ્રથમ વખત લેફ્ટ વેન્ટ્રિક્યુલર આસિસ્ટ ડિવાઈસ (LVAD) ઈમ્પ્લાન્ટ કરીને ઈતિહાસ રચ્યો છે. આ પ્રક્રિયા (HeartMate-3) HeartMate 3 ઉપકરણનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે, છેલ્લા સ્ટેજમાં જે લોકો હાર્ટ ફેલ્યોરથી પીડાતા હોય તેવા દર્દીઓ માટે આ ડિવાઈસ વરદાનરૂપી છે.

'મિકેનિકલ હાર્ટ' 49 વર્ષીય મહિલા દર્દીમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું, જે એક ભૂતપૂર્વ સૈનિકની પત્ની છે. તેઓ છેલ્લા બે વર્ષથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા હતા. તેમની હાલત ધીરે ધીરે બગડતી જતી હતી, તેથી LVAD એટલે કે 'મિકેનિકલ હાર્ટ' ઈમ્પ્લાન્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો: 'હરે ટમાટર બડે મજેદાર', લાલ ટામેટાં તો ખૂબ ખાધાં, ક્યારેક લીલા પણ ખાઇ જોજો, થશે અનેક ફાયદા

નિષ્ણાતો કહે છે કે, મહિલાના ડાબા વેન્ટ્રિક્યુલરમાંથી લોહીનું પમ્પિંગ લગભગ બંધ થઈ ગયું હતું. જે બાદ તેનો જીવ બચાવવાનો એકમાત્ર વિકલ્પ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હતો. દર્દીનો જીવ બચાવવા હોસ્પિટલે આવું કરવાનું નક્કી કર્યું. તેના ઇન્સ્ટોલેશન પછી, મહિલાને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર રહેશે નહીં, કેમ કે તે લાંબા સમય સુધી કામ કરશે અને બીજું કે, તે મહિલાને સ્વસ્થ પણ રાખશે.

હવે દર્દીની હાલત કેવી છે?

મિકેનિકલ હાર્ટ રિપ્લેસમેન્ટ બાદ મહિલા દર્દીની સ્થિતિ હવે સારી છે. અત્યારે તે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહી છે. આર્મી હોસ્પિટલ (R&R) ની ઉચ્ચ ગુણવત્તાની મેડિકલ ટીમ માટે આ એક મોટી સિદ્ધિ છે. આનાથી ભવિષ્યમાં હૃદયની સારવાર માટેના ઘણા વિકલ્પો ખુલી શકે છે.

શું મિકેનિકલ હાર્ટ પહેલેથી જ વિશ્વમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે?

ભારતમાં મિકેનિકલ હાર્ટનો મામલો પ્રથમ વખત સામે આવ્યો છે. જો કે આ પ્રકારના પ્રયોગો વિશ્વમાં પહેલા પણ થઈ ચૂક્યા છે. આ ઉપકરણનો ઉપયોગ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. વિશ્વભરમાં 18 હજારથી વધુ લોકોને આ ઉપકરણો લગાવવામાં આવ્યા છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Transplant Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ