બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દીકરીના લગ્નનું ટેન્શન ખતમ! દિવાળી પર આ સરકારી યોજનામાં રોકાણથી 70 લાખ રૂપિયાનો ફાયદો

તમારા કામનું / દીકરીના લગ્નનું ટેન્શન ખતમ! દિવાળી પર આ સરકારી યોજનામાં રોકાણથી 70 લાખ રૂપિયાનો ફાયદો

Published By: Jinal Chauhan

Last Updated: 05:23 PM, 14 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા પરિવારમાં નાની છોકરી છે અને તમે તેના લગ્ન કે શિક્ષણ અંગે ચિંતામાં છો તો દિવાળીના શુભ અવસર પર સરકારની એક યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.

દિવાળી ખુશીઓનો તહેવાર છે. જો તમારા ઘરે નાની દીકરી છે અને તમે તેના ભવિષ્ય વિશે, જેમ કે તેના શિક્ષણ કે લગ્ન માટે ચિંતિત છો, તો આ શુભ દિવસે એક સારી સરકારી યોજનામાં બચત શરૂ કરી શકો છો. આ યોજનામાં તમે થોડું થોડું રોકાણ કરશો, તો આગળ જઈને એક સારી રકમ એકઠી કરી શકશો. આથી તમારી દીકરીના શિક્ષણ અને લગ્ન વખતે પૈસાની ખેંચ નહીં પડે.

આ યોજના નું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આ યોજના ખાસ કરીને દીકરીઓ માટે બનાવવામાં આવી છે. જો તમે તમારી દીકરીના નામે આ યોજનામાં થોડા થોડા પૈસા બચાવો છો, તો આગળ જઈને મોટી રકમ તૈયાર થઈ શકે છે. આ પૈસા તમે તમારી દીકરીના ભણતર કે લગ્નમાં કામમાં લઈ શકો છો. દેશભરમાં ઘણા માતા-પિતા પોતાની દીકરીના ભવિષ્ય માટે આ યોજનામાં પૈસા મૂકે છે. આ રીતે તમે પણ તમારી દીકરી માટે સુરક્ષિત ભવિષ્ય બનાવી શકો છો.

પૈસા મૂકો તો 8.2% વ્યાજ મળે

હાલમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા મૂકો તો 8.2% વ્યાજ મળે છે. તમે આ યોજના હેઠળ તમારી 10 વર્ષથી નાની દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજનામાં તમને 15 વર્ષ સુધી પૈસા જમા કરવાના રહે છે. આ રીતે ધીરે ધીરે સારી બચત થઈ જશે, જે તમારી દીકરીના ભવિષ્યમાં કામ આવશે.

money-simple

સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલ્યા પછી 21 વર્ષમાં પૂરું (પરિપક્વ) થાય છે. તમે આ યોજનામાં ઓછામાં ઓછા ₹250 મૂકી શકો છો, અને વધુમાં વધુ ₹1.5 લાખ દર વર્ષે મૂકી શકો છો.

vtv app promotion

દર મહિને ₹12,500 બચાવો

આ દિવાળીએ તમારી દીકરી માટે આ ખાતું ખોલવું શુભ રહેશે. જો તમે દર મહિને ₹12,500 બચાવો, તો વર્ષના અંતે ₹1.5 લાખ સુધીનું રોકાણ થઈ જશે. આમ કરીને તમારી દીકરી માટે ભવિષ્યમાં એક સારી રકમ તૈયાર થઈ જશે.

આ પણ વાંચોઃ મહા બચતનો ઉત્સવ! મહિને ખાલી આટલું રોકાણ અને ભેગું થશે 40 લાખનું તગડું ફંડ

હાલનો વ્યાજ દર 8.2% છે. જો તમે આ યોજનામાં નિયમિત રીતે પૈસા મૂકો, તો 21 વર્ષ પછી તમને લગભગ ₹69.27 લાખ મળી શકે છે. આ મોટી રકમ તમારી દીકરીના લગ્ન કે ભણતર માટે ખૂબ કામ આવશે. આમ તમે આજે થોડી બચત કરીને તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકો છો.

(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Savings Government Schemes Finance

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ