બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / finance minister nirmala sitaraman about report on cryptocurrency status in india can be banned in future
ADVERTISEMENT
ભારતમાં ક્રિપ્ટોકરન્સી લોકપ્રિય
તાજેતરમાં, બિટકોઇન, ઇથેરિયમ, ડોગેકોઇન સહિત વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. કંપનીઓના શેરની જેમ સોનું, મ્યુચ્યુઅલ ફંડ, બેન્કિંગ સ્કીમ, ક્રિપ્ટોકરન્સી પણ રોકાણનો મોટો વિકલ્પ બની ગયો છે. આવી સ્થિતિમાં, દરેકની નજર ક્રિપ્ટોકરન્સી અંગે કેન્દ્ર સરકારના પગલા પર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે એક મોટી જાહેરાટ કરી દીધી છે.
ADVERTISEMENT
આપણા દેશના નાણાં મંત્રી નિર્મલા સિતારમણે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલની મંત્રીમંડળ દ્વારા મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ પ્રસ્તાવિત બિલ તેઓની સામે જ છે. અત્રે નોંધનીય છે કે ઓગસ્ટમાં સાંસદ અને રાજ્યકક્ષાના નાણાં મંત્રી પંકજ ચૌધરીએ સરકારના વલણ અંગે સંકેત આપ્યા હતા.
ADVERTISEMENT
તો શું પ્રતિબંધ લાગશે ક્રિપ્ટોકરન્સી પર?
આંતર- મંત્રાલય સમિતિના એક રિપોર્ટમાં જાહેરાત થઈ હતી કે ભારત સરકાર દ્વારા ડિજિટલ કરન્સી સિવાયની તમામ અન્ય કરન્સી પ ર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. નાણાં મંત્રીએ મીડિયા સાથે કરેલ વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી પર મંત્રીમંડળ એક નોટ તૈયાર કરી રહ્યું છે અને તેઓ આ મંત્રીમંડળ દ્વારા આ નોટને મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન આરબીઆઇ દ્વારા સરકારને બજારમાં પ્રચલિત ક્રિપ્ટોકરન્સીથી પોતાની ચિંતાઓથી પણ અવગત કરવામાં આવી હતી.

ADVERTISEMENT
રાજ્યમંત્રીના સંકેત
અગાઉ બીજી ઓગસ્ટે ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારના વલણ બાબતે સંકેત આપતા રાજ્યમંત્રી પંકજ ચૌધરી એ કહ્યું હતું કે સરકાર ડિજિટલ ઇકોનોમીને લઈને બ્લોકચેન ટેકનોલોજીની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. ઇન્ટર મિનિસ્ટ્રી પેનલ દ્વારા સ્પષ્ટ રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાગવાની સંભાવના છે. માત્ર ડિજિટલ કરન્સીને સરકાર માન્યતા આપશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાહેરાત ટૂંક સંમયમા થાય એવી સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.