બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / film Pushpa Actor Jagadeesh Prathap Arrested For Abetting Suicide

શૉકિંગ / 'પુષ્પા' ફિલ્મમાં ફેમસ એક્ટરની ધરપકડ: જુનિયર આર્ટિસ્ટ પર પ્રાઇવેટ ફોટોઝ લીક કરવાની આપતો હતો ધમકી, કંટાળીને મહિલાએ કર્યો આપઘાત

Published By: Parth

Last Updated: 03:26 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ઈન્ડિયાના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ પુષ્પાના ફેમસ એક્ટરની હૈદરાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

  • પુષ્પાના અભિનેતાની ધરપકડ 
  • મહિલાને બ્લેકમેલ કરવાનો આરોપ 
  • પુષ્પા-2ની શૂટિંગ પર સસ્પેન્સ 

પુષ્પા ફિલ્મમાં અલ્લુ અર્જુનના સૌથી ખાસ મિત્રનો રોલ કરનાર અભિનેતા જગદીશ પ્રતાપ ભંડારીની હૈદરબાદની પંજાગુટ્ટા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. જગદીશ પર આરોપ છે કે તેણે હૈદરાબાદની એક જુનિયર આર્ટિસ્ટના પ્રાઇવેટ ફોટોઝ ક્લિક કર્યા અને તે બાદ તેની છેડતી પણ કરી. આટલું જ નહીં આ તસવીરોને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી પણ આપી. 

જુનિયર આર્ટિસ્ટે ગત 29 નવેમ્બરે આપઘાત કર્યા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સુસાઇડના સમાચાર આવ્યા બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે જગદીશ આર્ટિસ્ટને પરેશાન કરી રહ્યો હતો. જે બાદ બુધવારે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટે 14 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી લીધા. 

નોંધનીય છે કે પુષ્પા ફિલ્મ બોક્સ  ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી અને દેશભરમાં તેનો ક્રેઝ જોવા મળ્યો હતો. અત્યારે પુષ્પા-2 ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. જગદીશ પણ આ ફિલ્મમાં રોલ કરી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે ફિલ્મના નિર્માતા જગદીશના રોલને કેન્સલ કરે છે કે પછી અન્ય કોઈ એક્ટરને આ રોલ આપી દેવામાં આવે છે. હાલ તો આ મામલે એક્ટરની ટીમ તરફથી કોઈ જ સૂચના આપવામાં આવ નથી. સ્થાનિક મીડિયા એવો પણ દાવો કરી રહ્યું છે કે જુનિયર આર્ટિસ્ટ જગદીશની ગર્લફ્રેન્ડ પણ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Jagadeesh Prathap allu arjun pushpa જદગીશ પ્રતાપ ભંડારી પુષ્પા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ