બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Fight to extort money in unethical business, committed murder

અમદાવાદ / અનૈતિક ધંધામાં રૂપિયા ઉઘરાવવાનો ઝઘડો, કરી નાખ્યું ખૂન, 5 મહિના પહેલાનો નગ્ન મર્ડર કેસ સોલ્વ, નીકળ્યું ચોંકાવનારું

Vishal Khamar

Last Updated: 08:41 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરખેજમાં નગ્ન અવસ્થામાં હત્યા કરેલ હાલતમાં મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો છો. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની કરી ધરપકડ કરી છે. અનૈતિક ધંધામાં પૈસાની ઉઘરાણીની અદાવતમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

  • અમદાવાદના સરખેજમાં યુવકની હત્યા કરી દેવાતાં ચકચાર 
  • સનાથલ બ્રિજ પાસે પૈસાની લેતીદેતી મામલે યુવકની હત્યા
  • પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી, બે ફરાર
પપ્પુ નિશાદ (મૃતક યુવક)

અમદાવાદના સરખેજ વિસ્તારમાં પાંચ માસ પહેલા થયેલી હત્યા ભેદ ઉકેલવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સફળતાં મળી છે. સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સનાથલ બ્રિજ પાસે એક વ્યક્તિને માર મારી નગ્ન હાલતમાં લાશ ફેંકી દેવામાં આવી હતી. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સોની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ઘટનાને પાંચ મહિના બાદ અંતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ત્રણ આરોપીને ઝડપી પડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી માં જોવા મળતા આરોપી અરવિંદ ઉર્ફે અન્નનો ઠાકોર, દિવ્યાશું ઉર્ફે દેવો ચૌહાણ, અને બેચર ઠાકોરએ પપ્પુ નિશાદ નામના યુવકની હત્યા કરીને મૃતદેહ નગ્ન અવસ્થામાં ફેંકી દીધો હતો.

 

પૈસા ઉઘરાવવા બાબતે થયો હતો ઝઘડો
પોલીસ તપાસમાં સામે આપ્યું છે કે મૃતક પપ્પુ નિશાદ અને આરોપીઓ વચ્ચે અનૈતિક ધંધા માટે પૈસા ઉઘરાવવાની બાબતે ઝઘડો થયો હતો. સરખેજના સનાથલ બ્રિજના છેડે યુવતીઓ ચોરી છુપેથી અનૈતિક વેપારની પ્રવૃત્તિઓ કરતી હતી. જેમાં ઝડપાયેલા 3 આરોપીઓ એમની પાસેથી  દેહ વેપારના ધંધામાં સરળતા રહે તે માટે નાણા ઉઘરાવતા. આ બાબતની જાણ પપ્પુને થતા તેને પણ દેહ વેપાર કરતી યુવતીઓ પાસે પૈસાની માંગણી કરી હતી. જેથી આરોપીઓ અને મૃતક વચ્ચે ઝઘડો થયો. 

પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા
23 એપ્રિલના રોજ રાત્રે આ બાબતની અદાવત રાખી ત્રણેય આરોપીઓએ પપ્પુને દંડાથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારીને નગ્ન અવસ્થામાં મૃતદેહ ફેંકી દીધો હતો. મહત્વનું છે કે ઘટના સ્થળ પર સીસીટીવી અથવા તો કોઈ પણ પ્રકારના ગુનેગારો સુધી પહોંચી શકાય તેવી કડીઓ ન હતી.  જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વણ ઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. પકડાયેલ આરોપી પૈકી અરવિંદ ઠાકોર અને બેચર ઠાકોર વિરુદ્ધ ચાંગોદર પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાયો છે. 

ભરત પટેલ (ACP, ક્રાઇમ બ્રાન્ચ)

હત્યા કેસમાં પાંચમાંથી ત્રણની ધરપકડ
આ હત્યા કેસમા પાંચ આરોપીની સંડોવણી ખુલી છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે હજુ બે આરોપી ફરાર છે. જીગર ચૌહાણ અને શભુ પરમાર નામના બન્ને આરોપી ની પોલીસે શોધખોળ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ