બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / FIFA World Cup Final Preview Stats Records: Argentina Will Face France, Lionel Messi Vs Kylian Mbappe

FIFA WC Final / ફાઇનલમાં મેસી કરી શકશે મેજિક? સપનું પૂરું કરવાનો આજે છેલ્લો મોકો, ગોલ્ડન બૂટ માટે એમ્બાપ્પે સામે જંગ

Published By: Parth

Last Updated: 09:57 AM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FIFA WC Final : ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર આજે રાતે સાડા આઠ વાગે શરૂ થશે.

  • ફિફા વર્લ્ડ કપમાં આવી ગઈ ફાઇનલ મેચની ઘડી 
  • લિયોનેલ મેસી માટે આ છેલ્લું વર્લ્ડ કપ 
  • કતારમાં રમાશે, ટક્કર આપશે ફ્રાંસ 

મેસી પર હશે દુનિયા આખીની નજર 
ફિફા વર્લ્ડ કપ હવે સમાપ્તિ તરફ છે, બસ થોડા જ કલાકમાં ફાઇનલ મેચ શરૂ થશે અને વિશ્વને મળી જશે નવા ચેમ્પિયન્સ. આ વખતે વર્લ્ડ કપમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા જેમાં દિગ્ગજ ટીમો વહલી ટૂર્નામેન્ટથી બહાર થઈ જ્યારે મોરોક્કો જેવી ટીમોએ સારું પ્રદર્શન કરી બતાવ્યું. આ વર્લ્ડ કપમાં નેમાર અને રોનાલ્ડોના આંસુ પણ દુનિયાએ જોયા, જોકે હવે નજર તો ટકેલી છે માત્ર ને માત્ર મેસી પર. 

એમ્બાપ્પે પણ સ્ટાર બનીને ઉભર્યો 
ફાઇનલ મેચમાં બે વખતની ચેમ્પિયન આર્જેન્ટિના ફ્રાંસ સામે થશે. જેમાં જીમમાંત સ્ટાર સ્ટ્રાઈકર એમ્બાપ્પેના ખભે ફ્રાંસની જવાબદારી હશે જ્યારે મેસી આર્જેન્ટિનાને જિતાડવા માટે પ્રયાસ કરશે. આ મેચ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ વર્લ્ડ કપ મેસી માટે છે જેથી ટ્રોફી જીતવાનો આ છેલ્લો મોકો તે જવા દેશે નહીં. ભારતીય સમય અનુસાર રાતે સાડા આઠ વાગ્યે આ મેચ શરૂ થશે. 

ફ્રાંસ આપશે જોરદાર ટક્કર 
જોકે ફ્રાંસ સામે જીતવું મેસી માટે સરળ નહીં રહે, ફ્રાંસ સતત બીજી વખત વર્લ્ડ કપ જીતવા માટે મેદાનમાં છે અને કોઈ કસર છોડશે નહીં. બંને ટીમો બે બે વખત ચેમ્પિયન રહી ચૂકી છે. આર્જેન્ટિનાએ 1978 અને 1986, જ્યારે ફ્રાન્સે 1998 અને 2018 માં વર્લ્ડ કપ જીત્યો હતો. 

મેસી આ પહેલા 2014માં ફાઇનલ મેચ રમી ચૂક્યો છે જેમાં જર્મની સામે ટીમની હાર થઈ હતી. આ વખતે મેસીના જ સારા પ્રદર્શનના કારણે આર્જેન્ટિના ફાઇનલમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Fifa world cup final Lionel messi mbappe FIFA WC Final

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ