ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / fifa worl cup final loss french football fans on rampage riots in paris violence

ઘર્ષણ / ફીફા વર્લ્ડકપમાં હાર બાદ ફ્રાન્સમાં હિંસા: પ્રદર્શનકારીઓએ વાહનોમાં કરી આગચંપી તો પોલીસે છોડ્યા ટીયર ગેસના શેલ

Published By: MayurN

Last Updated: 12:17 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કતારમાં રમાઈ રહેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટીનાના હાથે મળેલી કારમી હાર બાદ ફ્રાન્સના ફૂટબોલ ચાહકોમાં શોરબકોર મચી ગયો છે.

ADVERTISEMENT

  • ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ બાદ હોબાળો
  • લોકો પેરિસની સડકો પર ઉતરી આવ્યા હતા
  • 14,000થી વધુ પોલીસ અધિકારીઓને તૈનાત

કતારમાં રમાઈ રહેલી ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટીનાના હાથે મળેલી કારમી હાર બાદ ફ્રાન્સના ફૂટબોલ ચાહકોમાં શોરબકોર મચી ગયો છે. ફૂટબોલ ચાહકો લિયોન, નાઇસ અને પાટનગર પેરિસની સડકો પર ઉતરી આવ્યા હતા, જેમાં તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી, પોલીસ સાથે અથડામણ થઈ હતી. ઉપદ્રવીઓને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. અહેવાલ મુજબ પેરિસમાં પ્રખ્યાત ચેમ્પ્સ-એલિસીસ ખાતે હુલ્લડ નિયંત્રણ દળોની ચાહકો સાથે અથડામણ થઈ હતી કારણ કે તંગદિલીભરી રમત બાદ ફાયર ક્રેકર ફોડવામાં આવ્યા હતા અને આકાશમાં આતશબાજી કરી હતી. પેરિસ અને ફ્રાન્સના અન્ય શહેરોમાં ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં ચેમ્પિયન બનવાની આશા સાથે હજારો ચાહકો એકઠા થયા હતા, પણ તેમની રાષ્ટ્રીય ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટીના સામે 4-2થી હારી ગઈ હતી, જેના કારણે ચાહકોની ઉજવણી ઠંડી પડી હતી.

 

આર્જેન્ટીનાની જીતથી ફ્રાન્સમાં હોબાળો
કતારમાં ભારે રોમાંચક બનેલી મેચમાં બંને ટીમો એક્સ્ટ્રા ટાઈમમાં 3-3 ગોલથી બરોબરી પર રહી હતી, જેના કારણે પેનલ્ટી શૂટઆઉટથી વિજેતાનો નિર્ણય લેવાયો. આર્જેન્ટિનાએ પ્રથમ ચાર પેનલ્ટી શૂટને ગોલમાં ફેરવી ત્યારે ફ્રાન્સ તેના પ્રથમ 4 પેનલ્ટી શૂટમાંથી 2 પર ચૂકી ગયું હતું. આ રીતે લિયોનેલ મેસ્સીનું ફિટા વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું થયું. ફ્રાન્સના ફૂટબોલ ચાહકો ફાઈનલ જોવા માટે બાર અને રેસ્ટોરન્ટમાં એકઠા થયા હતા, કારણ કે પેરિસ અને અન્ય કેટલાક શહેરોએ મેચના પ્રસારણ માટે આઉટડોર સ્ક્રીન લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. લ્યોનમાં શહેરમાં હિંસા ફાટી નીકળતાં રમખાણ નિયંત્રણ દળોને ફૂટબોલ ચાહકો પર ટીયર ગેસ છોડવો પડયો હતો. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પેરિસ અને લિયોનની શેરીઓમાં નાસભાગના વીડિયો પોસ્ટ કર્યા હતા, જ્યારે લોકો પોલીસ દ્વારા છોડવામાં આવેલા ટીયર ગેસના શેલથી બચવા માટે આસપાસ દોડી ગયા હતા.

 

ટીયર ગેસ અને વોટર કેનન છોડવામાં આવી
કેટલાક વીડિયોમાં પોલીસને તોફાનીઓ પર બૂમો પાડતા સાંભળી શકાય છે, કારણ કે ભીડને વિખેરવા માટે કથિત રીતે વોટર કેનન છોડવામાં આવી રહી હતી. પોલીસે લિયોનમાં ડઝનેક ચાહકોની અટકાયત કરી હોવાના અહેવાલ છે. ફ્રાન્સના નાઇસ શહેરના એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે શહેરમાં અથડામણો ફાટી નીકળતાં ઇમરજન્સી વાહનો શેરીમાં સળગતા કચરા પર દોડી રહ્યા છે. પરંતુ, બીજી તરફ પેરિસમાં આર્જેન્ટિનાના દૂતાવાસ પાસેનું દ્રશ્ય કંઈક અલગ જ હતું. આઇકોનિક આર્ક ડી ટ્રાયોમ્ફે સ્મારકથી કેટલાક બ્લોક્સ દૂર આર્જેન્ટિના એમ્બેસી ખાતે ફ્રાન્સ સામેની ફિફા વર્લ્ડ ફાઇનલમાં વિજય મેળવ્યા બાદ ડઝનબંધ ચાહકોએ ચિચિયારીઓ પાડી હતી.

14000 પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો
રવિવારે ફાઈનલ પહેલા સમગ્ર ફ્રાન્સમાં 14,000થી વધુ પોલીસ અધિકારીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. કારણ કે પહેલેથી જ એવો ડર હતો કે ફૂટબોલના ચાહકો હંગામો મચાવી શકે છે. તાજેતરના સપ્તાહોમાં વર્લ્ડ કપની ઘણી મેચો બાદ સમગ્ર યુરોપમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. સેમિ ફાઈનલમાં ફ્રાન્સે મોરક્કો સામેના વિજય બાદ ફ્રાન્સ અને બેલ્જીયમ વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ હતી. મોરક્કોના ચાહકોએ હિંસાનો આશરો લીધો હતો, ફ્રાન્સના માર્ગો પર ફટાકડા ફોડ્યા હતા અને ઉત્પાત મચાવ્યો હતો. દેશના અનેક શહેરોમાં હિંસક અથડામણમાં 14 વર્ષના એક બાળકનું મોત થયું હતું. મોરોક્કન તોફાની ચાહકોએ રમખાણો નિયંત્રણ પોલીસને નિશાન બનાવીને ફટાકડા ફોડ્યા હતા. પોલીસ અધિકારીઓને ભાગવાની ફરજ પડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Fifa World Cup 2022 Rampage argentina football france riots Fifa World Cup 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ