ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / feng shui tips for home paint colors

વાસ્તુશાસ્ત્ર / દિવાળી પહેલા ઘરમાં રંગરોગાન કરાવવાનો પ્લાન હોય તો ખાસ વાંચો, આ વાતનું ધ્યાન રાખશો તો સુખ-શાંતિ લઇ પધારશે માં લક્ષ્મી

Published By: Dhruv

Last Updated: 07:44 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવારોની સિઝન શરૂ થઇ ચૂકી છે. તેવામાં લોકો પોતાના ઘર-ઑફિસોમાં સાફ સફાઇ અને રંગ કરાવે છે. જેમાં પોતાના મનપસંદ રંગોનો ઉપયોગ કરાવે છે. પરંતુ જો વાસ્તુશાસ્ત્ર પર એક નજર મારીએ તો ઘરમાં પેઇન્ટ કરાવતાં સમયે અમુક ચોક્કસ રંગોનો જ ઉપયોગ કરવો જોઇએ.

ADVERTISEMENT

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર આ રંગો છે ઉત્તમ
  • દિશાઓ અનુસાર કરવા જોઇએ રંગોની પસંદગી
  • ધ્યાન રાખશો તો મળશે સુખ-સંપત્તિ

નવરાત્રીની શરૂઆતની સાથે જ લોકોએ પોતાના ઘરોમાં સાફ-સફાઇ અને પેઇન્ટ કરાવવાનું કામ શરૂ કરી દીધું છે. મોટાભાગે આ કામ દિવાળીના થોડાં દિવસ પહેલાં શરૂ કરવામાં આવે છે. સામાન્યરીતે આપણને ગમતાં રંગો આપણે ઘરોમાં કરાવીએ છીએ પણ ફેંગુઇમાં ઘરોના રંગકામ માટે અલગ-અલગ રંગોનું મહત્વ જણાવવામાં આવ્યું છે અને તેના ગુણ-દોષો પણ જણાવવામાં આવ્યા છે. ઘરોમાં દરેક દિશા માટે જુદા-જુદા રંગોને મહત્વ આપવામાં આવ્યું છે. યોગ્ય રંગોનો ઉપયોગ કરીને ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીનો વાસ પણ થાય છે.

ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર-પશ્ચિમ દિશા માટેના રંગો
મકાન કે ફ્લેટનાં ઉત્તરપૂર્વી દિશામાં પૃથ્વી તત્વ હોય છે જેના લીધે સર્વશ્રેષ્ઠ રંગ પીળો માનવામાં આવે છે. લાલ અને નારંગી રંગ પણ ખુબ સારાં લાગે છે પરંતુ લીલા રંગનો ઉપયોગ ટાળવો જોઇએ. ઉત્તરજદિશાને જળ તત્વનું પ્રતિક માનવામાં આવે છે. જળ તત્વ માટે સર્વશ્રેષ્ઠ રંગ બ્લૂ અને કાળો હોય છે. સફેદ કે ચાંદીનો રંગ પણ સારાં પરંતુ આ દિશા માટે પીળો રંગ અશુભ માનવામાં આવે છે.

ઉત્તર-પશ્ચિમ દિશાના તત્વ ધાતુ છે અને તેના માટે સર્વશ્રેષ્ઠ રંગ સફેદ અને ચાંદીનો રંગ ઉત્તમ માનવામાં આવે છે. પીળા રંગનો ઉપયોગ કરી શકાય પણ નારંગી કે લાલ રંગનો ઉપયોગ આ દિશામાં ટાળવું.

પશ્ચિમ, દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ માટેના રંગો 
પશ્ચિમ દિશાનો તત્વ ધાતુ છે અને આ દિશા માટે સૌથી સારો રંગ સફેદ કે રાખોડી છે. ફેંગુશાઇમાં લાલ અને નારંગી રંગોનો પણ પ્રયોગ કરવામાં આવે છે. આ દિશામાં લીલા રંગનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે. દક્ષિણ દિશાના તત્વમાં અગ્નિ છે. અગ્નિને લાલ તેમજ નારંગી રંગ પસંદ હોય છે. આ સિવાય લીલા રંગનો પણ પ્રયોગ કરી શકાય છે પણ બ્લૂ અને કાળા રંગનો ઉપયોગ ટાળવો જોઇએ.

કાષ્ઠ તત્વ ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થિત હોય છે જેને અનૂકુળ રંગ લીલો હોય છે. તમે ઇચ્છો તો બ્લૂ કે કાળા રંગનો પણ પ્રયોગ કરી શકો છો. આ દિશામાં સફેદ કે રાખોડી રંગનો ઉપયોગ ન કરવો. મધ્યનો ભાગ પૃથ્વી છે અને તેના માટે શ્રેષ્ઠ રંગ છે પીળો. લીલો રંગ અશુભ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Tips વાસ્તુશાસ્ત્ર Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ