ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ, જુઓ કોણ છે આ 18 વર્ષ નાની ફિયાન્સી?

વર્લ્ડ / FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ, જુઓ કોણ છે આ 18 વર્ષ નાની ફિયાન્સી?

Published By: Jinal Chauhan

Last Updated: 11:35 AM, 5 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના FBI ડિરેક્ટર કાશ પટેલે પોતાની ગર્લફ્રેન્ડ અને કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી લીધી છે. બંનેની ઉંમરમાં લગભગ 18 વર્ષનું અંતર છે અને હવે તેમની સગાઈની તસવીરો ચર્ચામાં છે.

ADVERTISEMENT

અમેરિકાના FBI ડિરેક્ટર કાશ પટેલે પોતાની ગર્લફ્રેન્ડ અને કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ સાથે સગાઈ કરી છે. બંનેએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને આ ખુશખબર આપી છે.એલેક્સિસ વિલ્કિન્સે કાશ પટેલ સાથેની તસવીર શેર કરીને પોતાની નવી ડાયમંડ રિંગ પણ બતાવી હતી. બંને 2023થી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેમની ઉંમરમાં લગભગ 18 વર્ષનું અંતર છે. કાશ પટેલે ફેબ્રુઆરી 2025માં FBI ડિરેક્ટર તરીકે શપથ લીધા હતા અને તે સમયે પણ એલેક્સિસ તેમની સાથે જોવા મળી હતી.

કોણ છે એલેક્સિસ વિલ્કિન્સ?

એલેક્સિસ વિલ્કિન્સ કન્ટ્રી સિંગર હોવાની સાથે રાજકીય મુદ્દાઓ પર પણ પોતાની વાત રજૂ કરે છે. તેમના બાળપણનો થોડો સમય ઈંગ્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં પસાર થયો હતો, પરંતુ તેમનો ઉછેર મુખ્યત્વે અમેરિકાના અરકાન્સાસમાં થયો છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે તેમને યુરોપમાં રહેવું પસંદ હતું, પરંતુ અરકાન્સાસ તેમને રહેવા માટે સૌથી વધુ પસંદ છે.એલેક્સિસ એક ખ્રિસ્તી પરિવારમાં ઉછર્યા છે અને તે તેમના માતા-પિતાની એકમાત્ર સંતાન છે. નાની ઉંમરથી જ સંગીત અને જાહેર જીવનમાં તેમની રસ રહ્યો છે.

બેલમોન્ટ યુનિવર્સિટીમાંથી કરી છે ગ્રેજ્યુએશન

એલેક્સિસે વર્ષ 2020માં નેશવિલની બેલમોન્ટ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ડિગ્રી મેળવી છે. કોલેજ દરમિયાન તેઓ યુનિવર્સિટીની એથિક્સ ડિબેટ ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે.અભ્યાસ દરમિયાન તેમને વિલિયમ્સ-મરે રાઇટિંગ અવોર્ડ અને ઇકોનોમિક્સ ક્રિટિકલ થિંકિંગ અવોર્ડ પણ મળ્યા હતા. એટલે કે સંગીતની સાથે અભ્યાસ અને લેખન ક્ષેત્રે પણ તેમની સારી પકડ રહી છે.

સિંગિંગની સાથે રાજકારણમાં પણ સક્રિય

એલેક્સિસ વિલ્કિન્સ લાંબા સમયથી રેકોર્ડિંગ આર્ટિસ્ટ, પરફોર્મર અને રાઇટર તરીકે કામ કરી રહી છે. એપ્રિલ 2023માં તેમણે પોતાનું પહેલું EP ‘Grit’ રિલીઝ કર્યું હતું. સંગીતની સાથે તેઓ અમેરિકાના રાજકીય મુદ્દાઓ પર પણ સક્રિય રીતે વાત કરે છે.મે 2025થી તેઓ ધ અમેરિકન બોર્ડર સ્ટોરી સાથે કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલી છે. જૂન 2025થી તેઓ નેશનલ રાઇફલ એસોસિએશન એટલે કે NRAના બોર્ડમાં પણ સામેલ છે. આ ઉપરાંત તેઓ ટર્નિંગ પોઇન્ટ USAની એમ્બેસેડર રહી ચૂકી છે અને ધ યુનિટી પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ વધુ એક મહામારી માટે તૈયાર રહો! રશિયાની લેબમાં થઇ ગયો વુહાન જેવો કાંડ

નેશવિલમાં થઈ હતી કાશ પટેલ સાથે પહેલી મુલાકાત

એલેક્સિસે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે તેમની અને કાશ પટેલની પહેલી મુલાકાત નેશવિલમાં એક મિત્રના ઘરે યોજાયેલા કાર્યક્રમમાં થઈ હતી. તેમને કાશ પટેલની ઈમાનદારી પહેલી મુલાકાતમાં જ પસંદ આવી હતી. જોકે બંને પહેલીવાર ચોક્કસ ક્યારે મળ્યા હતા તેની તારીખ જાહેર કરવામાં આવી નથી. બંને દેશભક્તિને લઈને પણ સમાન વિચારો ધરાવે છે. એલેક્સિસના જણાવ્યા પ્રમાણે તેમનો સંબંધ કાશ પટેલ FBIના ડિરેક્ટર બન્યા તેના ઘણા સમય પહેલાં શરૂ થયો હતો.જુલાઈ 2025માં એલેક્સિસે જણાવ્યું હતું કે બંને અઢી વર્ષથી વધુ સમયથી સાથે હતા. તે સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે કાશ પટેલ એક દિવસ FBIના વડા બનશે એવું તેમણે ક્યારેય વિચાર્યું નહોતું. હવે બંનેએ સગાઈ કરીને પોતાના સંબંધને નવા મુકામે પહોંચાડ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Alexis Wilkins FBI Director Kash Patel

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ