બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / father molest with teenage daughter for 3 years

અમદાવાદ / ઘોર કળિયુગ, સગા બાપે 3 વર્ષ સુધી કિશોર દિકરી સાથે ઘરમાં અડપલાં કર્યા

Dharmishtha

Last Updated: 08:19 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગા પિતાએ 3 વર્ષ સુધી કિશોર દીકરી સાથે અડપડા કર્યાં. દીકરીએ તમામને આ વાત કહેવાનો પ્રયાસ કર્યો જોકે કોઈએ તેની વાત ન માનતા અંતે કિશોરીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી. મહિલા હેલ્પલાઈન 181 અને ચાઈલ્ડ લાઈને (1098) દીકરીને આ રીતે કરી મદદ.

  • સગા પિતાએ કર્યું અણ છાજતું કૃત્ય
  • કિશોરીની વાત માતા સહિત કોઈએ ન માની
  • અંતે કિશોરીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી

મામા -મામીનાં નિધન બાદ ક્રિના માતા- પિતા સાથે રહેવા ગઈ

મધ્યપ્રદેશની 15 વર્ષીય ક્રિના નાનપણથી અમદાવાદમાં રહેતા નાના-નાની સાથે રહેતી હતી. તે 12 વર્ષની થઈ ત્યાં સુધી તે નાના નાની સાથે જ રહી. આ દરમિયાન મામા-મામીનું નિધન થયું અન નાના નાની વૃદ્ધ હોવાથી તેઓ ક્રિનાનું બહું ધ્યાન રાખી શકે તેમ નહોતા. 

સગી દીકરી સાથે પિતા કરતા હતાં અડપલા

આથી 12 વર્ષની ક્રિનાને મધ્યપ્રદેશ રહેતાં માતા-પિતા સાથે રહેવા મોકલી દીધી. તેનાં પરિવાર ક્રિનાની મોટી બહેન પણ હતી.  થોડોક સમય તેનું જીવન ખૂબ સરળતાથી વિત્યું હતું. જોકે થોડાક મહિનાં બાદ ક્રિનાના સગા પિતાએ તેને અયોગ્ય જગ્યાએ સ્પર્શ કરવા લાગ્યાં હતા. ક્રિનાએ આ વાત બધાને કહી દેશે તેમ પિતાને જણાવ્યું હતું. 

માતાએ દીકરીની વાત પર ભરોશો ન કર્યો

જોકે નરાધમ પિતાએ ક્રિનાને ધમકી આપી કે જો તું કોઈને પણ કહીશ તો હું તને જાનથી મારી નાંખીશ. થોડીક વાર માટે તો ક્રિનાં ડરી ગઈ હતી. જોકે બહાદુર ક્રિનાએ હિમ્મત ભેગી કરીને તેની માતાને આ વાત કરી હતી. માતાએ ક્રિનાની વાત પર ભરોસો ન કર્યો અને કહ્યું કે તે તારા પિતા છે તે આવું ન કરી શકે. તું કોઈને પણ આવું ન કહેતી.  

પિતા મોટી દીકરી સાથે પણ આમ કરતો હતો

ક્રિના ફરી એકલી પડી ગઈ. ક્રિનાએ જોયું કે તેની મોટી બહેન સાથે પણ પિતા આવું જ કરે છે. બહેનને પણ અયોગ્ય સ્પર્શ કરે છે. ક્રિનાની મોટી બહેન એક યુવકનાં પ્રેમમાં હતી. તેનાં પિતા તેના પ્રેમીની વાત જાણતા હોઈ તેઓ મોટી દીકરીનો ફાયદો ઉઠાવતાં હતાં.

કિશોરીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી

1 મહિના પહેલાં 15 વર્ષીય ક્રિના માતા પિતા સાથે નાના-નાનીનાં ઘરે આવી હતી. તે જીદ કરીને અહીં જ રોકાઈ ગઈ અને પછી નાના - નાનીને આ વાત જણાવી પણ તેઓએ પણ તેની વાત પર ભરોસો કર્યો નહોતો. અંતે તેણે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગતા હેલ્પલાઈનનાં કાઉન્સેલર શીતલ બહેને તેની મદદે પહોંચ્યા હતાં. 

હાલ કિશોરીને ચિલ્ડ્રન હોમમાં મુકવામાં આવી છે

કાઉન્સેલિંગમાં તેણે જણાવ્યું હતું કે જો તે નાના નાની સાથે રહેશે તો તેઓ તેને પાછી મમ્મી પપ્પા પાસે મોકલી દેશે. આથી શીતલબહને ચાઈલ્ડ લાઈન 1098ની મદદ માંગી હતી. ચાઈલ્ડ લાઈનનાં બિનલ પટેલે જણાવ્યું હતું કે, 'કિશોરીને અમે ચિલ્ડ્રન હોમમાં મુકી છે. તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ અમે મધ્યપ્રદેશની ચાઈલ્ડ લાઈનને જાણ કરી છે. તેઓ ત્યાં ક્રિનાનાં માતા પિતા અને ક્રિના સાથે બનેલી ઘટનાની તપાસ કરી અમને જણાવશે. '

(પાત્રોનાં નામ બદલ્યાં છે.)
સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

181 Gujarati News Madhya Pradesh ahmedabad molestation અમદાવાદ ગુજરાતી ન્યૂઝ છેડતી મધ્ય પ્રદેશ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ