બ્રેકિંગ ન્યુઝ
તેઓ બેંગ્લોરની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. બૉલીવુડની અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વીટમાં આપેલી જાણકારી અનુસાર તેને ફરાઝ ખાનના ઈલાજ માટે ફંડ ઉભું કરવાવળી સંસ્થાની લિંક પણ શેર કરી છે. આ સંસ્થા વડે અત્યાર સુધી 4,85,436 રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પૂજા ભટ્ટે મદદ કરવા માટેની ઝુંબેશ ઉપાડી
Please share and contribute if possible. I am. Would be grateful if any of you can as well. 🙏https://t.co/UZSbvA2sZb
— Pooja Bhatt (@PoojaB1972) October 14, 2020
ADVERTISEMENT
ફરાઝના ઈલાજ માટે 25 લાખ રૂપિયાની જરૂર છે અને અત્યાર સુધી 4 લાખથી વધુ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ફરાઝને બ્રેન ઇન્ફેક્શન અને ન્યુમોનિયા ડાયગ્નોસિસ થયો છે.
ADVERTISEMENT
પૂજા ભટ્ટે ટ્વીટ કરીને લખ્યું કે કૃપા કરીને આને શેર કરો અને જો સંભવ હોય તો આ ફંડમાં તમારું યોગદાન આપો. જો તમે યોગદાન આપી શકો છો તો હું તમારી હંમેશ માટે આભારી રહીશ.
ફરાઝની કરિયર
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, ફરાઝે 1996માં આવેલી ફિલ્મ 'ફરેબ' થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી અને તે સમયે તે ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ પછી બૉલીવુડ અભિનેત્રી રાની મુખર્જી 1998માં આવેલી ફિલ્મ 'મહેંદી'માં ફરાઝ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પણ બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.
ફરાઝ લગભગ એક વર્ષથી છાતીમાં કફ અને સંક્રમણ સાથે લડી રહ્યો છે. તાજેતરમાં જ્યારે કોરોનાને કારણે તેની સ્થિતિ વધુ વણસી ત્યારે તેણે વીડિયો કોલ પર ડોક્ટરને કન્સલ્ટ કર્યા જે પછી તેની સ્થિતિ જોયા પછી ડોક્ટરે તેને દાખલ થઇ જવા માટે કહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.