બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Famous actress passes away at the age of 70: Worked in many films-TV shows, niece gets emotional

દુઃખદ / 70 વર્ષની વયે પ્રખ્યાત અભિનેત્રીનું નિધન: અનેક ફિલ્મો-TV શોમાં કર્યું હતું કામ, ભત્રીજી થઈ ભાવુક

Megha

Last Updated: 04:52 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીઢ અભિનેત્રી રજીતા કોચરનું 70 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે અને મૃત્યુનું કારણ કિડની ફેલ્યર હોવાનું કહેવાય રહ્યું છે.

  • પીઢ અભિનેત્રી રજીતા કોચરનું 70 વર્ષની ઉંમરે અવસાન થયું 
  • અભિનેત્રીના મૃત્યુનું કારણ કિડની ફેલ્યર હોવાનું સામે આવ્યું 
  • 2021માં આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક

બૉલીવુડમાંથી ફરી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડની પીઢ અભિનેત્રી રજીતા કોચરનું 70 વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું છે.જણાવી દઈએ કે એમને ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. જેમાં 'તંત્ર', 'કવચ- કાલી શક્તિ સે', 'કહાની ઘર ઘર કી' જેવી ઘણી સિરિયલોનો સમાવેશ થાય છે. મળતી જાણકારી અનુસાર અભિનેત્રીના મૃત્યુનું કારણ કિડની ફેલ્યર હોવાનું કહેવાય રહ્યું છે. 

મુંબઈમાં અંતિમ લીધા શ્વાસ 
જણાવી દઈએ કે રજિતાએ 23 ડિસેમ્બરના દિવસે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા અને આ માહિતી તેમની ભત્રીજી નુપુરે લોકોને આપી હતી. નૂપુરના કહેવા મુજબ એમને પેટમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ એમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને ધીરે ધીરે તે વધુ ખરાબ થતી ગઈ હતી અને અંતે તેઓ મૃત્યુ પામ્યા હતા. 

2021માં આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક
રજિતા કોચરની ભત્રીજી નુપુરે આગળ જણાવ્યું હતું કે 'સપ્ટેમ્બર 2021માં રજિતા કોચરને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો અને તેના કારણે તેઓ પેરાલિસિસ સામે ઝઝૂમી રહી હતી જોકે એ પછી તેઓ ઘણી સ્વસ્થ થઈ રહી હતી પણ 20 ડિસેમ્બર મંગળવારના રોજ અચાનક એમને કહ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને પેટમાં પણ દુખાવો થઈ રહ્યો છે, એ પછી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 23 ડિસેમ્બરે તેમની તબિયત બગડી અને તેમને ફરીથી વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા પણ રાત્રે 10:15 કલાકે એમનું નિધન થયું હતું.'

રજિતા કોચર સાથે છેલ્લી વાર નુપુરે કરી વાત
નૂપુરે રજિતા કોચર સાથેની તેની વાતચીતને યાદ કરતાં જણાવ્યું હતું કે, 'જ્યારે હું 23 ડિસેમ્બરની સાંજે એમને મળી ત્યારે એમને મારો હાથ પકડ્યો અને દરેક વસ્તુ માટે મારો આભાર માન્યો.મેં એમને કહ્યું કે તેણે મારા માટે જીવવું પડશે અને એમને મને તેનો અંગૂઠો બતાવીને મારી વાતમાં સંમતિ આપી હતી. આ મારી તેની સાથેની છેલ્લી વાત હતી. મને લાગે છે કે એમને ખબર પડી ગઈ હતી કે હવે એમનો જવાનો સમય આવી ગયો હતો.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ