ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / Family farmer is a new concept for healthy life

VTV વિશેષ / ફેમિલી ફાર્મર : તમે તમારા પરિવાર માટે અલગ ખેડૂત રાખી શકો છો, આ કૉન્સેપ્ટ રાખશે તમને હેલ્ધી

Published By: Hiren

Last Updated: 12:53 PM, 20 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે 'ફેમિલી ડૉક્ટર',  'ફેમિલી બાર્બર' સાંભળ્યું હશે પણ ફેમિલી ફાર્મર એવો શબ્દ પ્રથમ વખત જ સાંભળી રહ્યા હશો. હવે ગુજરાતના ખેડૂતો શહેરમાં રહેતાં તમામ લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને રોગમુક્ત બનાવવા કટિબદ્ધ બન્યા છે. માત્ર આ 'ફેમિલિ ફાર્મર' પ્રોજેક્ટથી. નવાઈ ન પામતાં આ કોઈ સરકારની યોજના નથી કે સરકારની મદદ નથી માત્ર ખેડૂતોએ શરૂ કરેલી એક મિશાલ છે.

ADVERTISEMENT

  • ફેમિલી ફાર્મર પ્રોજેક્ટથી ખેડૂતો અને શહેરોમા લોકો બંન્નેનું કલ્યાણ થાય છે
  • ખેડૂતોને બજારમાં ગયા વગર આર્થિક સમક્ષ કરતો ફેમિલી ફાર્મર કન્સેપ્ટ 
  • ફેમિલી ફાર્મર પ્રાકૃતિક ખેતીથી પકવેલા ધાનથી તમારા પરિવારને પોષે છે

અત્યારે માર્કેટમાં મળતાં તમામ શાકભાજી, અનાજ કે કઠોળ કે પછી દૂધ- ધી હોય તમામ ભેળસેળવાળું તથા રાયાયણિક કેમિકલથી પકવેલાં હોય છે. જેનાં કારણે તેમાં ન તો સ્વાદ હોય છે ના તો પોષક તત્વો. બીજી તરફ ખેડુતોને મહેનત છતાં મહેનત જેટલું વળતર નથી મળતું. ફેમિલી ફાર્મર (પારિવારીક ખેડૂત) કન્સેપ્ટ પાછળનો હેતું દેશને હેલ્ધી બનાવવાનો છે અને ખેડુતોને આત્મહત્યા કરતાં રોકવાનો છે.

પરિવારની જરુરીયાત પ્રમાણે કીટ તૈયાર કરી ઘરે મોકલાવાય છે

ફેમિલી ફાર્મર કન્સેપ્ટમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતો અને પાક ખરીદનાર પરિવારની વચ્ચે સેતુ બનાવવાનું છે. ખેડુત તેમનાં નક્કી કરેલાં પરિવારની ડિમાન્ડ અને જરુરીયાત પ્રમાણે પ્રાકૃતિક ખેતીથી પાકનું ઉત્પાદન કરે છે. આ ખેડુત અનાજ, કઠોળ, શાકભાજીથી માંડી મરી, માસાલા, તેલ અને ઘી સહિતની એ તમામ વસ્તુ જે પરિવાર પોતાના આહારમાં લેતી હોય છે તેની 8 દિવસની કિટ બનાવી દર 8 દિવસે પરિવારને પહોંચાડે છે.

બજાર ભાવમાં જ કેમિકલ ફ્રી આહાર ઘરે બેઠાં મળે છે

ખેડુત જેટલાં પરિવારનાં ફેમિલી ફાર્મર હોય તે પરિવાર વાર્ષિક મસલા અને અનાજનું લિસ્ટ આપી દે છે. જેથી તે કરિયાણું વાર્ષિક ભરાઈ જતું હોય છે. એ ઉપરાંત જે રોજ બરોજની જરુરીયાતની વસ્તુઓ જેમ કે તેલ, ઘી, દુધ અને શાકભાજીની દર 8 દિવસે કીટ તૈયાર કરી ફેમિલી ફાર્મર જે તે ફેમિલીને મોકલાવે છે. બીજું કે કોઈ અનાજ, કઠોળ કે શાકભાજીનાં ભાવ વધી જાય અને જો અગાઉ નક્કી કરેલાં ભાવ ઓછો હોય તો પણ એક મહિનો ખેડુત પરિવારને નક્કી કરેલાં ભાવથી જ વસ્તુ આપે છે. એટલે આ પરિવારને બજારમાં કોઈ વસ્તુના ભાવ વધે તો ચિંતા હોતી નથી. 

ખેડુતોને પણ આર્થિક ફાયદો થાય છે

ફેમિલી ફાર્મર કન્સેપ્ટનાં ફાયદા એ છે કે લોકોને તાજી, કેમિકલ મુક્ત, સ્વાદિષ્ટ, સાત્વિક વસ્તુઓ બજાર ભાવે જ મળે છે. તેના માટે કોઈ વધારે ચાર્જ નથી ચુકવવો પડતો. બીજી તરફ ખેડુતો હોલસેલ કે ટેકાનાં ભાવની જગ્યાએ બજારનાં રિટેલ ભાવથી વસ્તુઓ વેચે છે. જેનાં કારણે તેમને આર્થિક ફાયદો થાય છે. 

ખેડુતો ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં

લોકો રાસાયણિક ખોરાક અને ભેળશેળથી થાકી હવે ઓર્ગેનેનિક ફુડ ખાવા તરફ વળ્યાં છે. જો કે ઓર્ગેનિક ખેતીનાં કારણે જમીનમાં કાર્બન એકઠો થાય છે અને તેનાં કારણે જમીન હવા પ્રદુષિત થાય છે. તેમજ તેનાંથી થતો પાકનું ઉત્પાદન ઘટે પણ છે અને ખેડુતને તથા ખરીદનારને મોંઘું પણ પડતું હોય છે. તેથી આમાં પણ ખેડુતોને બહું મોટું નુકસાન થાય છે. આ તમામ સમસ્યાથી બચવા ગુજરાતમાં ફરી પ્રાકૃતિક ખેતી પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

કેમિકલ ફ્રી ખેતી શરુ કરી

પ્રાકૃતિક ખેતીમાં માત્ર ગાયનાં છાણ અને ગૌમુત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રાકૃતિક ખેતીને કારણે 3થી 4 ગણું પાકનું ઉત્પાદન થાય છે . જમીનમાં પાણીનું લેવલ પણ વધે છે. જે કાંઈ પણ પાકનું ઉત્પાદન થાય છે તે સાત્વિક અને કેમિકલ ફ્રી હોય છે. ગુજરાતનાં 4 હજાર ખેડુતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.

દેશની ચાર સમસ્યાનો હલ છે આ 'ફેમિલી ફાર્મર' કન્સેપ્ટ

ફેમિલી ફાર્મરનો વિચાર કેવી રીતે આવ્યો એ અંગે વાત કરતાં આ કન્સેપ્ટ સાથે લોકોને જોડનાર અમરેલીના ખેડુત પ્રફુલભાઈ સેંજલિયા જણાવે છે કે, 'હું ભારતીય કિશાન સંઘનો અધ્યક્ષ હતો ત્યારે હંમેશા સરકાર સામે એ ફરિયાદ રહેતી કે અમને ઉત્પાદનનાં સારા ભાવ નથી મળતાં. એવામાં મેં સુભાષ પાલેકરનો એક વર્કશોપ અટેન્ડ કર્યો. મને તેમાં રસ પડ્યો 2016થી અમે આ પ્રાકૃતિક ખેતી માટે લોકોને જાગૃત કરવાનાં શરુ કર્યાં. પછી થયું કે ઉત્પાદન તો કરી લીધું, પણ ખેડુતને સારા ભાવ અને લોકોને સારું કેમિકલ મુક્ત આહાર લોકોને સીધો ઘરે મળે તે માટે અમે ફેમિલી ફાર્મરનો વિચાર અમલમાં મુક્યો. 

આપણી 4 સમસ્યા છે જેનો ઉકેલ આ ફેમિલી ફાર્મિંગથી મળે છે. અત્યારનાં કેમિકલવાળા અનાજ શાકભાજીથી લોકોનાં આરોગ્યના પ્રશ્નો છે. રસાયણીક ખેતીથી પાણીનું સ્તર નીચે ગયું છે. કેમિકલની આ ખેતીને કારણે પશુ, પક્ષી, પોપટ જેવાં પક્ષીઓ જતાં રહ્યાં છે. સ્વાદ અને પૌષક તત્વ વગરનાં અનાજ ખાવાથી લોકોનાં સ્વભાવ પણ ચિડીયા થઈ ગયાં છે. પ્રાકૃતિક ખેતીથી પાકેલા અનાજ ખાવાથી આ તમામ સમસ્યાનો હલ થઈ જશે.'

સ્ટોરી : ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

VTV vishesh family farmer healthy life ખેડૂત ગુજરાત ફેમિલી ફાર્મર VTV vishesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ