બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Families of students living in Canada spoke to VTV

આશ્વસ્ત / 'કેનેડામાં હાલ કોઈ ભયનો માહોલ નથી, ત્યાં બધુ બરાબર, રાજકીય ખેલ છે', પરિવારોએ VTV સાથે કરી ખાસ વાત

Vishal Khamar

Last Updated: 05:18 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-કેનેડા વચ્ચે રાજદ્વારા સબંધો વણસ્યા છે.ભારત-કેનેડાના ડિપ્લોમેટિક વિવાદની અસર કેનેડામાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ અસર ન હોવાનું ત્યાં રહેતા લોકો જણાવી રહ્યા છે. તેમજ કેનેડામાં તમામ લોકો રૂટીન લાઈફ જીવી રહ્યા છે.

  • અમદાવાદથી કેનેડા ગયેલા વિદ્યાર્થીના પરિવાર સાથે VTV NEWSની વાતચીત 
  • મિતેશ સવાણી કેનેડાના બ્રેમ્પટનમાં કરે છે અભ્યાસ 
  • પ્રતિક પંચાલ હેલિફેક્સ સિટીમાં અભ્યાસ અને જોબ કરે છે: પરિવાર
  • કેનેડામાં હાલ કોઈ ભયનો માહોલ નથી: પરિવાર

પ્રતિક પંચાલનાં પિતા

ભારત-કેનેડા વિવાદ વચ્ચે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓનાં પરિવારજનો સાથે vtv દ્વારા વાતચીત કરી હતી. ત્યારે અમદાવાદમાં રહેતા પંચાલ પરિવાર સાથે વાતચીત કરી હતી. ગુજરાતનો યુવક પ્રતિક પંચાલ હેલિફેક્સ શહેરમાં રહીને હેલ્થ કેર મેનેજમેન્ટમાં અભ્યાસ કરી રહ્યો છે. અમદાવાદમાં રહેતા પરિવારો પોતાના બાળકોની સુરક્ષાને લઈ ચિંતીત છે. ભારત-કેનેડાનાં ડિપ્લોમેટિક વિવાદની અસર કેનેડામાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ અસર નથી. તેમજ તમામ લોકો રૂટીન લાઈફ જીવી રહ્યા છે.  

પ્રતિક પંચાલનાં પરિવારજનો

દિવસમાં 2 વખત વીડિયોકોલથી વાત કરીએ છીએ: પરિવાર
આ બાબતે પ્રતિક પંચાલનાં પરિવારજનોએ જણાવ્યું હતું કે,  મારો પુત્ર હાલ કેનેડા છે. તેની જોડે મોબાઈલ પર વાતચીત કરતા પ્રતિકે જણાવ્યું હતું કે અહીંયા કોઈ એવું વાતાવરણ નથી. બધુ સરસ  છે. તેમજ નોકરી પણ જાય છે.  પરિવારજનો સાથે રેગ્યુલર તેનો કોન્ટેક થાય છે. કોઈ પણ તકલીફ નથી ત્યાં. મારો પુત્ર હેલીફેક્સમાં છે. તેમજ છેલ્લા દસેક મહિનાથી તે કેનેડા છે. હાલ તેની જોબ પણ ચાલુ જ છે. તેમજ હેલ્થકેર મેનેજમેન્ટમાં અભ્યાસ કરે છે. 
 

મિતેશ સવાણીનાં પિતા

કેનેડામાં અભ્યાસ કરતા મિતેશના પરિવાર સાથે VTV NEWSએ કરી વાત 
કેનેડા-ભારત વચ્ચે રાજદ્વારા સબંધો વણસ્યા છે. જેને લઈ કેનેડામાં ગુજરાતનાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમદાવાદથી કેનેડા ગયેલા વિદ્યાર્થીનાં પરિવાર સાથે vtv news દ્વારા વાતચીત કરી હતી. કેનેડામાં અભ્સાય કરતા મિતેશનાં પરિવાર સાથે VTV news એ વાત કરી હતી. ત્યારે મિતેશ સવાણી કેનેડાનાં બ્રેમ્પટનમાં અભ્યાસ કરે છે. મિતેશ સવાણીનાં પત્નિ પણ 6 મહિનાથી કેનેડા ગયા છે. 

મિતેશ સવાણીનાં માતા

મિતેશ સવાણી કેનેડાના બ્રેમ્પટનમાં કરે છે અભ્યાસ 
આ બાબતે મિતેશ સવાણીનાં પિતાએ જણાવ્યું હતું કે, મિતેશ સાથે વાતચીત કરતા તેણે કહેલ કે તમે ચિંતા કરશો નહી. અહીંયા એવું કશું જ વાતાવરણ જોવા મળતું નથી. છતાં જો એવું હશે તો અમે અમારી રીતે એડજેસ્ટ કરી લઈશું. એની સાથે આપણા ગુજરાતનાં પણ ઘણા છોકરાઓ અભ્સાય કરવા ગયેલા છે. જેઓ એકબીજાનાં સંપર્કમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ