ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / fall of rupee and downfall in cryptocurrency stock market recovery will take three to four quarters

ભારતીય અર્થતંત્ર / સ્ટોક માર્કેટથી લઈ ક્રીપ્ટોકરન્સી સુધી બધે જ રૂપિયાનું ધોવાણ, બેઠાં થતાં હજુ લાગશે આટલો સમય

Published By: Mayur

Last Updated: 10:29 AM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં મોંઘવારીનો દર 40 વર્ષના સૌથી ઉપરના સ્તરે 8.3 ટકાએ પહોંચી ગયો છે તો બ્રિટનમાં પણ 30 વર્ષના સૌથી ઉપરના સ્તરે છે. બિટકોઇનથી શેરબજાર સુધી તેની અસર જોવા મળી રહી છે.

ADVERTISEMENT

  • કોરોના અને યુદ્ધ બાદ મોંઘવારીએ રડાવ્યા
  • અમેરિકામાં મોંઘવારીનો દર 40 વર્ષના સૌથી ઉપરના સ્તરે
  • દુનિયાભરના દેશો ભોગવી રહ્યા છે ખરાબ અસરો 

મોંઘવારીએ માઝા મૂકી છે આખી દુનિયા ભયાનક રીતે ત્રસ્ત છે. અમેરિકામાં મોંઘવારીનો દર 40 વર્ષના સૌથી ઉપરના સ્તરે 8.3 ટકાએ પહોંચી ગયો છે. બ્રિટનમાં 30 વર્ષના સૌથી ઉપરના સ્તરે 7 ટકા અને ફ્રાંસમાં 1990 બાદ 5.2 ટકા સુધી પહોંચ્યો છે. ભારતમાં પણ મોંઘવારી વધીને એપ્રિલ માં 7.79 ટકા સુધી પહોંચી ગઈ છે. જે 2014 ના મે મહીંના પછી છેલ્લા આઠ વર્ષની સૌથી વધારે છે. 

મોંઘવારી અમુક દેશોમાં તો 40 વર્ષના સૌથી ઊંચાઈના સ્તરે

આખી દુનિયાની અર્થવ્યવસ્થામાં આ સમયે તમામ મોરચે જે દબાણ દેખાય છે તે રિકવર થતાં હજુ ત્રણથી ચાર ક્વાર્ટરની રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે. અમેરિકા, ચીન, ભારત અને જાપાન સહિત દુનિયાના મોટા ભાગના દેશોના  ચલણ, શેરબજાર, બિટકોઇન સહિત ઈન્વેસ્ટ્મેંટ્સ સહિત તમામ સાધનોમા ભારે ધોવાણ જોવા મળી રહ્યું છે. 

છેલ્લા કેટલાક સમયમાં  મોંઘવારી અમુક દેશોમાં તો 40 વર્ષના સૌથી ઊંચાઈના સ્તરે પહોંચી ગઈ છે. ઈંધણની કિંમત તેમાં ભડકો કરવાનું કામ કરી રહી છે. 

ચલણમાં ભારે ધોવાણ 
ડોલરના સાપેક્ષમાં રૂપિયો એક મહિનામાં 1.67 ટકા જેટલો તૂટયો હતો તો એ દરમિયાન ચીનનો યુઆન પણ 6.5 ટકા જેટલો ઘટ્યો હતો સામે જાપાની એન 17.3 ટકા અને યુરો 4.35 ટકા જેટલો ઘટ્યો હતો. બ્રિટિશ પાઉન્ડ 6.49% જેટલો ઘટ્યો છે અને IMF ના જણાવ્યા અનુસાર ડોલરની સાપેક્ષમાં રૂપિયો તૂટીને 94.4 % સુધીના લેવલે આવી શકે છે. 

શેરબજારના હાલ 
ભારતમાં નિફ્ટી એક મહિનામાં 9.8 ટકા જેટલો ઘટ્યો છે ચીનમાં 4.14 ટકા જેટલો અને જાપાનમાં 4.08 ટકા જેટલો ઘટ્યો છે. યુરોપિયન બજારોમાં 7.14 ટકા જેટલો ઘટાડો થયો છે. 11 એપ્રિલ પછી ભારતીય બજારોમાંથી નાણામાં 34 લાખ કરોડની રકમ જેટલો ઘટાડો થયો હતો. 

GDP માં ભારતની સ્થિતિ મજબૂત 
વાર્ષિક વૃદ્ધિ દરના મામલે ભારતની સ્થિતિ સારી છે. ડિસેમ્બરમાં તેમાં 5.4 ટકાનો વધારો થયો છે. ચીનની અર્થવ્યવસ્થામાં ત્રણ મહિનામાં 4.4 ટકા નો વધારો થયો છે તો સામે  અમેરિકન જીડીપીમાં 1. 4 % નો ઘટાડો થયો છે. યુકેના GDP માં 0.1 અને જાપાનના  GDP માં 0.8% જેટલો ઘટાડો થયો છે. 

ક્રીપ્ટોકરન્સી પણ ડૂબી 
ક્રીપ્ટોકરન્સી  બજાર પણ 3.1 લાખ કરોડ ડોલરથી ઘટીને 1.19 લાખ કરોડ જેટલું આવી ગયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Business News Cryptocurrency Gujarati News indian economy stock market indian economy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ