બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદ / expectation of corona medicine coming with vaccines also increased indigenous company gets biological therapy permission

ખુશખબર / કોરોનાની રસીની સાથે દવા પણ મળી શકે છે, અમદાવાદની આ કંપનીને મળી પરવાનગી

Dharmishtha

Last Updated: 08:20 AM, 5 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાથી બચવા માટે રસીની સાથે સાથે જલ્દી દવા પણ મળી શકે છે. દેશમાં પહેલીવાર સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવનારી દવાના અંતિમ પરિક્ષણની પરવાનગી મળી ગઈ છે. ઝાયડસ કેડિલા કંપની બાયોલોજિકલ થેરાપીના માધ્યમથી દર્દીઓની સારવાર કરી રહી છે.બીજા ચરણના પરિક્ષણમાં જે 40 દર્દીઓને દવા આપવામાં આવી છે તેમની સ્થિતિ ગંભીર થવાથી બચી ગઈ છે. સાથે સાથે ઓક્સિજનની ઉણપમાં પણ સુધારો જોવા મળ્યો છે.

  • 25 હોસ્પિટલોમાં ભરતી 250 દર્દીઓ પર પરિક્ષણ થશે
  • આ દવાને ભારતીય બજારોમાં 2011માં પરવાનગી મળી હતી
  •  રસી આવતા અઠવાડિયા સુધીમાં બ્રિટેનમાં ઉપલબ્ધ થઇ જશે

 25 હોસ્પિટલોમાં ભરતી 250 દર્દીઓ પર પરિક્ષણ થશે

કંપનીના એમડી ડૉ. શરવિલ પટેલે જણાવ્યું તે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને પરવાનગી મળ્યા બાદ દેશના 25 હોસ્પિટલોમાં ભરતી 250 દર્દીઓ પર પરિક્ષણ થશે. બીજા ચરણમાં જે દર્દીઓ પર એક ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને 95 ટકા સંક્રમણમાંથી છુટકારો મળ્યો છે. 

આ દવાને ભારતીય બજારોમાં 2011માં પરવાનગી મળી હતી.

બાયોલોજિકલ થેરાપીને 2001માં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને જરુરી દવાઓની યાદીમાં જોડી હતી. હેપેટાઈટિસ સીમાં ઉપયોગમાં લેવામાં આવતી આ દવાને ભારતીય બજારોમાં 2011માં પરવાનગી મળી હતી. ઝાયડસ કેડિલા કોરોનાની રસીને વિકસિત કરી રહ્યું છે. જે પરિક્ષણના બીજા ચરણમાં છે. આ ભારતની બીજા નંબરની સ્વદેશી રસી છે.

 રસી આવતા અઠવાડિયા સુધીમાં બ્રિટેનમાં ઉપલબ્ધ થઇ જશે

ઉલ્લેખનીય છે કે બ્રિટેન દુનિયાનો પ્રથમ એવો દેશ બની ગયો છે જેણે  કોરોના સામેની લડાઈમાં કોઈ રસીને મંજૂરી આપી હોય, બ્રિટિશ સરકારે ફાઇઝર અને બાયોએન્ટેકની રસીને ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે.  બ્રિટેનના ડ્રગ નિયામક મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યૂલેરેટરી એજેન્સી એ આ રસીને મંજૂરી આપી દીધી છે અને માહિતી પ્રમાણે આ રસી આવતા અઠવાડિયા સુધીમાં બ્રિટેનમાં ઉપલબ્ધ થઇ જશે. 

કેટલાક અઠવાડિયામાં રસી વિશે સારા સમાચાર મળશે

નોંધનીય છે કે કોરોના સંકટને લઇને શુક્રવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી. પીએમ મોદીએ કહ્યું કે, એવી અપેક્ષા છે કે આગામી કેટલાક અઠવાડિયામાં રસી વિશે સારા સમાચાર મળશે, વૈજ્ઞાનિકોની મંજૂરી મળતા જ આ મામલે કામ શરૂ થશે. ભારત એક વિશિષ્ટ સોફ્ટવેર પર કામ કરી રહ્યું છે જે દરેકને રસી પહોંચાડવા ટ્રેક કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ