બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાત / VTV વિશેષ / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / ગોલમાલ રિટર્ન્સથી લઇને OMG..., એવી બોલિવૂડ ફિલ્મો જેના હિટ થવા પાછળ ગુજરાતી નાટકોનો છે સિંહફાળો
9 ફોટો ગેલેરી
Last Updated: 11:33 AM, 27 March 2025
1/9
2/9
વર્ષ 1961 માં 'ઇન્ટરનેશલ થિયેટર ડે' ની ઉજવણીની શરૂઆત થઈ હતી. દેશ અને દુનિયાભરમાં આ દિવસ રંગેચંગે ઉજવાય છે. ત્યારે ભારતમાં પણ લગભગ દરેક ભાષામાં નાટકો ભજવાય છે અને એટલા જ ઉત્સાહથી જોવાય પણ છે. એમાં પણ જો વાત ગુજરાતની આવે તો ગુજરાતી પ્રજા પહેલાથી આજ સુધી નાટક પ્રેમી રહી છે. આજે પણ નાટક ભજવાય છે અને લોકો તેને એન્જોય પણ કરે છે ત્યારે ચાલો આજે નજર કરીએ એવી હિન્દી ફિલ્મો પર જે જેનું કથાબીજ એટલે કે સ્ટોરી લાઇન ગુજરાતી નાટક પરથી હોય કે પછી આખી ફિલ્મ જ ગુજરાતી નાટક પરથી બની હોય.
3/9
તો આ લિસ્ટમાં સૌથી પહેલુ નામ આવે રંગમંચના જાણીતા કલાકાર અરવિંદ જોશીનું. અરવિંદ જોશીના નાટક ધુમ્મસ પરથી યશ ચોપરાએ 1969 માં ઇત્તેફાક નામની ફિલ્મ બનાવેલી જેમાં સુપરસ્ટાર રાજેશ ખન્ના અને નંદા નજર આવ્યા હતા. કહેવાય છે કે આ ફિલ્મથિજ રાજેશ ખન્નાનો સુપરસ્ટાર બનવાનો પાયો નંખાયો.
4/9
રાજેન્દ્ર ભાટિયાએ વર્ષ 1973 માં ચકડોળ નામના ગુજરાતી નાટક પરથી આજ કી તાજા ખાબર નામની ફિલ્મ બનાવી હતી. જેમાં કિરણ કુમાર અને રાધા સલુજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. તો મૂળરાજ રાજડા લિખિત ચકડોળ નાટક પરથી રોહિત શેટ્ટી પણ વર્ષ 2008 માં તેની ગોલમાલ સીરિઝની ગોલમાલ રિટર્ન્સ (ગોલમાલ 2) બનાવી હતી જેમાં અજય દેવગન અને કરીના કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
5/9
વર્ષ 2002માં આવેલી ફિલ્મ આંખે એ પણ ગુજરાતી નાટક આંધળો પાટો પરથી બની છે. જાણીતા નિર્દેશન વિપુલ અમૃતલાલ શાહની મૂળ ગુજરાતી વાર્તા પરથી જ તેમણે આ હિન્દી ફિલ્મ બનાવી હતી જેમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે અક્ષય કુમાર, અર્જુન રામપાલ અને સુસ્મિતા સેન અને પરેશ રાવલ જોવા મળ્યા હતા. આ એક સસ્પેનસ થ્રીલર ફિલ્મ હતી.
6/9
વર્ષ 2005 માં આતિશ કાપડિયાની વાર્તા આવજો વ્હાલા ફરી મળીશું નાટકપરથી વિપુલ અમૃતલાલ શાહે 2005 માં હિન્દી ફિલ્મ બનાવી જેનું નામ હતું વક્ત: ધ રેસ અગેઈન્સ્ટ ટાઈમ. આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર સાથે પ્રિયંકા ચોપરા, બમન ઈરાની અને શેફાલી શાહ જોવા મળ્યા હતા.
7/9
જાણીતા અભિનેતા, લેખક નીરજ વોરાના નાટક અફલાતૂન પરથી વર્ષ 2006 માં રોહિત શેટ્ટીએ આજે દેવગન સાથે ગોલમાલ ફિલ્મ બનાવી. જે દર્શકોને એટલી પસંદ આવી કે ગોલમાલ ફ્રેન્ચાઇઝી ની ફિલ્મો હજુ પણ દર્શકો પસંદ કરે છે. આ ફિલ્મમાં આજે દેવગન, શરમન જોશી, અરશદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
8/9
વર્ષ 2012 માં આવેલી ઉમેશ કુમારની ફિલ્મ ઓહ!માય ગોડ પણ મુખ્યત્વે કાનજી વિરુદ્ધ કાનજી નાટક પરથી બની છે. આ સોશિયલ સટાયર ફિલ્મમાં અક્ષય કુમાર અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મને લોકોએ એટલી પસંદ કરી હતી કે આ ફિલ્મ બીજા ભાગરૂપે પણ રીલીઝ થઈ હતી.
9/9
સૌમ્ય જોશીના મૂળ ગુજરાતી નાટક 102 નોટ આઉટ પરથી એ જ નામની હિન્દી ફિલ્મ વર્ષ 2018 માં ઉમેશ શુક્લના નિર્દેશનમાં બની હતી. જેમાં બે મહાનાયકો સ્વ.ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચને વર્ષો પછી અને છેલ્લીવાર સાથે કામ કર્યું હતું. પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની આ વાર્તા લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મને જેટલો પ્રેમ મળ્યો હતો તેટલો જ પ્રેમ નાટકને પણ મળ્યો છે. આ ગુજરાતી નાટકમાં ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો જેવા કે પ્રેમ ગઢવી, જયેશ મોરે અને હેમીન ત્રિવેદી હતા તો ફિલ્મમાં બચ્ચન અને ઋષિ કપૂર જોડે પણ જાણીતો ગુજરાતી હિન્દી અભિનેતા જિમીત ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં હતો.
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ