બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / 'ધ બંગાલ ફાઈલ્સ'નું ટ્રેલર રિલિઝ થયું, આત્મા કંપાવી દેશે ફિલ્મની કહાની, અનુપમ ખેર બન્યાં 'ગાંધીજી'
Last Updated: 03:29 PM, 16 August 2025
The Bengal Files Trailer Release : ‘દ તાશકંદ ફાઇલ્સ’ અને ‘દ કશ્મીર ફાઇલ્સ’ જેવી ચર્ચિત ફિલ્મો બાદ હવે નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પોતાની નવી ફિલ્મ લઈને આવ્યા છે ‘The Bengal Files’ આ ફિલ્મનું ટ્રેલર આજે જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, The Bengal Files ખુબજ અસરકારક અને સંવેદનાશીલ વિષય 1946માં બંગાળમાં થયેલા દંગલ અને હિંસાના ભયાનક દ્રશ્યોને સ્પર્શે છે.
ADVERTISEMENT
બે સમયગાળાની કહાનીઓ સાથે એક પાવરફૂલ નૅરેટિવ
3 મિનિટ 32 સેકન્ડના આ ટ્રેલરમાં દંગલના અત્યંત ખૂની અને વિધ્વંસક દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ ફરી એકવાર ‘દ કશ્મીર ફાઇલ્સ’ જેવી શૈલી અપનાવી છે, જ્યાં એક જ સમયે બે જુદી જુદી કહાનીઓ ચાલી રહી છે. એક તરફ 1946માં ભારતની આઝાદી પૂર્વે બંગાળમાં થયેલા સામપ્રદાયિક હિંસા અને બીજી તરફ આજે તે ઘટનાના આધાર પર થતી તપાસ અને સત્યને શોધવાનો પ્રયાસ.
ADVERTISEMENT
અનુપમ ખેરે આપ્યો જીવંત પરફોર્મન્સ
ADVERTISEMENT
ટ્રેલરમાં મહાત્મા ગાંધી અને જિનાહ જેવા ઐતિહાસિક પાત્રોની પણ ઝલક જોવા મળે છે. જાણીતા અભિનેતા અનુપમ ખેરે મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી છે, અને તેમના સંવાદો ટ્રેલરમાં ગુંજી ઊઠે છે. આ સાથે ટ્રેલરમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અને દર્શન કુમાર જેવા અન્ય સક્ષમ કલાકારોની પણ ઉપસ્થિતિ જોવા મળે છે.

ADVERTISEMENT
1946ના કોલકાતા દંગલ અને નોઆખાલી હત્યાકાંડ પર આધારિત
‘The Bengal Files’ ફિલ્મમાં ખાસ કરીને 1946ના કોલકાતા દંગલ અને નોઆખાલીના મારકાટને દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મનાં નિર્માતાઓએ જણાવ્યું છે કે, ફિલ્મની જાહેરાત પછીથી તેમને ધમકીઓ અને વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ડિઝાઇનિંગ ડ્રેસ પહેરવાના ચક્કરમાં બરાબર ટ્રોલ થઇ ગઇ Bigg Boss 18ની આ હસીના, જુઓ PHOTOS
5 સપ્ટેમ્બરના રોજ થશે રિલીઝ
ADVERTISEMENT
‘The Bengal Files’ આગામી 5 સપ્ટેમ્બર, 2025ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં ‘દ કશ્મીર ફાઇલ્સ’ જેવી જ સ્ટારકાસ્ટ ફરી જોવા મળશે. મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર અને દર્શન કુમાર મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ટ્રેલર દર્શાવે છે કે, ફિલ્મ માત્ર એક ઐતિહાસિક દસ્તાવેજ નહીં પણ એક ભાવનાત્મક સફર બની શકે છે. એક એવું અંશ જે ઇતિહાસમાં ક્યાંક દટાઈ ગયું છે પણ એને સમજવું આજની પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.