બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો સલમાન ખાન, તાબડતોબ મુંબઈ પરત ફર્યો

મનોરંજન / શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો સલમાન ખાન, તાબડતોબ મુંબઈ પરત ફર્યો

Priykant Shrimali

Last Updated: 10:22 AM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Injured : સલમાન ખાન ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"માં શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત, લદ્દાખના ઠંડીયાળ વાતાવરણમાં શેડ્યૂલ પૂર્ણ કરી મુંબઈ પરત ફર્યો

Salman Khan Injured : બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન હાલમાં પોતાની કારકિર્દીની પહેલી બાયોપિક ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલી ઐતિહાસિક અથડામણ પર આધારિત છે. સલમાને લદ્દાખના ખરા અને પડકારજનક વાતાવરણમાં શૂટિંગ કરીને પોતાની પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિકતાનો વધુ એક દાખલો આપ્યો છે. મીડિયા અહેવાલો પ્રમાણે સલમાન ખાન ફિલ્મ "બેટલ ઓફ ગલવાન"ના લદ્દાખમાં શૂટિંગ દરમિયાન ઈજા પહોંચી હતી. જોકે તે અડગ રહ્યો અને શેડ્યૂલ પૂર્ણ કર્યું અને મુંબઈ પાછો ફર્યો છે.

10 ડિગ્રી તાપમાને 15 દિવસનું શૂટિંગ

પ્રોડક્શન ટીમના સૂત્રો મુજબ લદ્દાખમાં શૂટિંગ દરમિયાન તાપમાન -10 ડિગ્રીથી પણ ઓછું હતું. ઉંચા પર્વતીય વિસ્તારોમાં ઓક્સિજનનું ઓછું સ્તર અને અત્યંત ઠંડીમાં પણ સલમાને તેના ભાગનું 15 દિવસનું શૂટિંગ પૂર્ણ કર્યું. શૂટિંગ દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ પણ થઈ છતાં તેમણે શેડ્યૂલમાં વિક્ષેપ ન આવે તે માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું. એક સૂત્રે જણાવ્યું હતું કે, લદ્દાખ શેડ્યૂલ દરમિયાન આખી ટીમ માટે પરિસ્થિતિઓ અત્યંત પડકારજનક હતી. સલમાનની હિમ્મત અને દ્રઢતાના લીધે સમગ્ર શૂટ સુસંગત રીતે પૂરુ થયું.

કર્નલ સંતોષ બાબુની ભૂમિકા માટે સંપૂર્ણ સમર્પણ

આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ સંતોષ બાબુની ભૂમિકા નિભાવી રહ્યા છે, જેઓ ગલવાન ખીણ અથડામણ દરમિયાન પોતાનું બલિદાન આપનાર ભારતીય હીરો હતા. ફિલ્મના દિગ્દર્શક અપૂર્વ લાખિયા સાથે મળીને સલમાને આ ભૂમિકામાં પૂરું ઉતરવા માટે બધુંજ આપી દીધું છે. એક અંદરના સૂત્રએ જણાવ્યું હતું કે, સલમાને પોતાનું સંપૂર્ણ મન, શરીર અને આત્મા આ ભૂમિકા માટે સમર્પિત કર્યું છે.

શૂટિંગનો બીજો તબક્કો મુંબઈમાં

લદ્દાખમાં શૂટિંગના પહેલા તબક્કા બાદ હવે ફિલ્મનું બીજું મહત્વપૂર્ણ શેડ્યૂલ મુંબઈના વિશાળ સેટ પર શરુ થવા જઈ રહ્યું છે. અહીંયા કેટલાક મેજર એક્શન સિક્વન્સ અને ફિલ્મની ભાવનાત્મક પળો શૂટ કરવામાં આવશે. સેનાના અધિકારીઓના અવતારમાં કલાકારોનો મોટો સમૂહ પણ આ સેટ પર જોવા મળશે.

આ પણ વાંચો : બિગ બોસમાંથી આ સ્ટારની થઇ હકાલપટ્ટી, સલમાને અચાનક મહાટ્વિસ્ટ જાહેર કરતા ગેમ પલટી ગઇ

2026માં થશે રિલીઝ

બેટલ ઓફ ગલવાન ફિલ્મ 2025ના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે અને 2026માં રિલીઝ થવાની શક્યતા છે. રિલીઝ તારીખ વિશે હજુ નિર્માતાઓએ કોઈ અધિકૃત જાહેરાત કરી નથી, પણ કહેવાય છે કે યોગ્ય સમયે એના વિશે ખુલાસો કરવામાં આવશે. આ ફિલ્મ ભારતના સૌથી વધુ વેચાતા નોન-ફિક્શન પુસ્તકો પૈકીના એક “India’s Most Fearless” પર આધારિત છે, જેમાં ભારતીય સેના અને તેમની સાહસિકતાઓનું વિશ્વસનીય વર્ણન છે. બેટલ ઓફ ગલવાન ભારતના સૈનિકોના શૌર્ય અને બલિદાનની ઝાંખી રજૂ કરતી એક ભાવનાત્મક અને રોમાંચક ફિલ્મ બનવાની તૈયારીમાં છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salman Khan Battle of Galwan Salman Khan injured
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ