બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાંથી આવ્યા દુ:ખદ સમાચાર, મશહૂર કોમેડિયન અને એક્ટરનું નિધન

દુખદ / ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાંથી આવ્યા દુ:ખદ સમાચાર, મશહૂર કોમેડિયન અને એક્ટરનું નિધન

Jay Bhatt

Last Updated: 11:02 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે જેમાં મશહૂર કોમેડિયન અને એક્ટરનું નિધન થયું છે.

Entertainment: મશહૂર કોમેડિયન અને અભિનેતાનું આજે (22 ઓગસ્ટ 2025) અવસાન થતા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઇ ગઇ છે. છે. અભિનેતાના આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વધુ એક સિતારાની વિદાય

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી એક દુ:ખદ સામાચાર આવ્યા છે. ફિલ્મી જગતમાંથી વધુ એક સિતારાએ વિદાય લીધી છે. અનેક ફિલ્મોમાં પોતાની છાપ છોડનાર અને લોકોપ્રિય કલાકારે આજે 65 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા.1988માં અભિયની શરુઆત કરી હતી, ત્યારબાદ આ અભિનેતાએ પાછુ વાળીને જોયુ ન હતું અને એક પછી એક ફિલ્મોમાં કામ કર્યું હતું.

ચાહકોમાં ઘેરો શોક

પંજાબના પ્રખ્યાત હાસ્ય કલાકાર ડૉ. જસવિંદર ભલ્લા (jaswinder bhalla)નું આજે એટલે કે શુક્રવારે અવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર 23 ઓગસ્ટે મોહાલીમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, જસવિંદર ભલ્લાએ ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં તેમનો રોલ એક હાસ્ય કલાકારનો હતો. મળતી માહિતી મુજબ, જસવિંદર ભલ્લા લાંબા સમયથી બીમાર હતા. તેમના મૃત્યુના સમાચારથી ચાહકોમાં આઘાત લાગ્યો છે.

Promo New Parul

તેમણે phdની ડિગ્રી મેળવી હતી

જસવિંદર ભલ્લાનો જન્મ 4 મે 1960ના રોજ લુધિયાણાના દોરાહામાં થયો હતો. તેમના પિતા, માસ્ટર બહાદુર સિંહ ભલ્લા, બર્મલીપુર ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. ભલ્લાએ તેમનું પ્રારંભિક શિક્ષણ દોરાહાની સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું હતું. તેમણે પંજાબ કૃષિ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.એસસી.ની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ, તેમણે મેરઠની ચૌધરી ચરણ સિંહ પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજમાંથી phdની ડિગ્રી મેળવી હતી.

વધુ વાંચો : શિલ્પી રાજના નવા સોંગની ઈન્ટરનેટ પર ધૂમ, સપના ચૌહાણના ડાન્સ મૂવ્સે લૂંટી મહેફિલ

પ્રોફેસરમાંથી બન્યા અભિનેતા

જો કે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય પણ અભિનેતા પહેલા જસવિંદર પ્રોફેસર હતા. તેમણે 1988માં 'છનકટા 88'થી કોમેડિયન તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ફિલ્મ 'દુલ્લા ભટ્ટી'થી અભિનેતા બન્યા હતા. એટલુ જ નહીં પણ તેમમે 'ગદ્દી ચલતી હૈ છલાંગ માર કે', કેરી ઓન જટ્ટ, ઝિંદ જાન, બેન્ડ બાજે જેવી ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનય અને કોમેડીથી લોકોના દિલ જીતી લીધા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaswinder Bhalla Punjab Entertainment
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ