બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:01 PM, 21 March 2026
Rohit Shetty Firing Case: મુંબઈમાં ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના નિવાસસ્થાને થયેલા ગોળીબાર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. યુપી એસટીએફ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીથી આ કાર્યવાહી સફળ બની છે. જેના કારણે ગુનેગાર ગેંગના નેટવર્ક પર પોલીસની પકડ વધુ મજબૂત થઈ છે.
ADVERTISEMENT
રોહિત શેટ્ટીના મુંબઈ સ્થિત નિવાસસ્થાન પર 1-2 ફેબ્રુઆરી 2026ની રાત્રે ગોળીબારની ઘટના બની હતી. જેના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ કેસમાં વોન્ટેડ આરોપી પ્રદીપ શર્મા ઉર્ફે ગોલુને આગ્રાના બાહ પોલીસ સ્ટેશન વિસ્તારથી 21 માર્ચે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી યુપી એસટીએફ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી.
ADVERTISEMENT
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ હુમલા પાછળ કુખ્યાત શુભમ લોંકર ગેંગનો હાથ હતો. આ ગેંગનો મુખ્ય ઉદ્દેશ્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સામાન્ય લોકોમાં ભય ફેલાવવાનો અને સુરક્ષા માટે પૈસા વસૂલવાનો હતો. પ્રદીપ શર્માએ પોતાના સાથીઓ સાથે મળીને આ ગોળીબારની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસ સમક્ષ સ્વીકાર્યું છે.
ADVERTISEMENT
પોલીસ પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો કે તે સોશિયલ મીડિયા પર ગેંગની પોસ્ટથી પ્રભાવિત થઈને તેમાં જોડાયો હતો. તેની ઉંમર આશરે 23 વર્ષ છે અને તે આગ્રાના મહાવીર નગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે તેને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. અને તે અગાઉ પણ એક કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તપાસમાં જાણવા મળ્યું છે કે આ કેસમાં સંડોવાયેલા અન્ય કેટલાક આરોપીઓને 15 ફેબ્રુઆરી 2026ના રોજ જ ધરપકડ કરવામાં આવી હતી. પ્રદીપ શર્મા ધરપકડથી બચવા માટે સતત પોતાનું સ્થાન બદલી રહ્યો હતો. હાલમાં આરોપીને આગ્રા કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે સમગ્ર ગેંગના નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.