બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / આ ફિલ્મે તો ધુરંધરને પણ પછાડી દીધું, કમાણી 9 ગણી વધારે!

મનોરંજન / આ ફિલ્મે તો ધુરંધરને પણ પછાડી દીધું, કમાણી 9 ગણી વધારે!

Vidhata Gothi

Last Updated: 04:00 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 કરોડના બજેટમાં બનેલી આ મલયાલમ ફિલ્મે 44 કરોડની કમાણી કરી. ધુરંધરની ધમાલ વચ્ચે પણ આ ફિલ્મ દર્શકો અને ક્રિટિક્સ વચ્ચે હિટ સાબિત થઈ, અને હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ રીલીઝ થવાની સંભાવના છે.

બોક્સ ઓફિસ પર આદિત્ય ધરની ફિલ્મ ધુરંધર જબરદસ્ત ધમાલ મચાવી રહી છે, પરંતુ આ એક માત્ર ફિલ્મ નથી કે જેણે ઓછા બજેટમાં પણ જબરદસ્ત કમાલ કરી હોય. 21 નવેમ્બરના રોજ એક ફિલ્મ રિલીઝ થઈ હતી કે જે ફક્ત 5 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. બજેટ એટલું મર્યાદિત હતું કે ફિલ્મની ટીમના ઘણા સભ્યોને પ્રોફિટ શેરિંગ પર કામ કરવું પડ્યું. OTT રિલીઝની દિશા પણ આ ફિલ્મની શરૂઆતમાં સ્પષ્ટ નહોતી. પરંતુ હવે, એવા અહેવાલ સામે આવ્યા છે કે Netflixએ ફિલ્મના મેકર્સનો સંપર્ક કર્યો છે અને ફિલ્મને તેના OTT પ્લેટફોર્મ પર લાવવાની યોજના બનાવી છે.

આ એક મલયાલમ ફિલ્મ છે, જેનું નામ છે ઇકો. આ સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ દર્શકોને છેલ્લે સુધી જકડીને રાખે છે. આ ફિલ્મનું ડિરેક્શન દિનજીત અય્યતને કર્યું છે, સાથે જ આ ફિલ્મની વાર્તા પણ તેમણે જ લખી છે. આ ફિલ્મમાં સંદીપ પ્રદીપ, વિનીત નારાયણ, બિનુ પપ્પુ અને બિયાના મોમિન મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ બની તો માત્ર 5 કરોડ રૂપિયાના બજેટમાં, પણ તેને 44 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને જબરદસ્ત રિટર્ન આપ્યું છે. એટલે કે આ ફિલ્મે તેના બજેટ કરતાં નવ ગણી વધારે કમાણી કરી છે.

vtv app promotion

શું છે આ ફિલ્મની વાર્તા

ઇકો ફિલ્મ એક રહસ્યમય થ્રિલર છે, જે કેરળ-કર્ણાટક સરહદ પર ધુમ્મસવાળા પહાડો પર કુરિયાચન નામના પ્રખ્યાત, રહસ્યમય કૂતરાના બ્રીડરની શોધ વિશે છે. આ વફાદારી, કંટ્રોલ અને સુરક્ષા અને પ્રતિબંધ વચ્ચેની ઝાંખી રેખાઓ જેવા વિષયને એક્સપ્લોર કરે છે, કારણ કે આવનારા લોકો તેના ભૂતકાળના ઘેરા રહસ્યોને શોધી કાઢે છે, જેમાં દુર્લભ કૂતરાઓ અને મલેશિયા સાથેનું રહસ્યમય કનેક્શન સામેલ છે. આ બધું અદભુત દ્રશ્યો અને લેયર્ડ વાર્તા દ્વારા બતાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: PHOTOS: ઘાયલ કરી દેશે શરવરી વાઘની ગ્લેમરસ અદાઓ, તસવીરો બોલ્ડ

એનિમલ ટ્રાયોલોજીનો છેલ્લો ભાગ

આ ફિલ્મ મલયાલમ ફિલ્મ મેકર બહુલ રમેશની એનિમલ ટ્રાયોલોજીનો છેલ્લો ભાગ છે. આ પહેલા 2024માં કિષ્કિંધા કાંડમ ફિલ્મ રીલીઝ થઈ હતી, જે પણ બ્લોકબસ્તર રહી હતી. આ પછી કેરળ ક્રાઇમ ફાઇલ્સ સીરીઝ આવી, જે પણ દર્શકોને ભારે પસંદ આવી હતી. આ ફિલ્મોમાં પશુઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ એનિમલ ટ્રાયોલોજીની વાર્તા અને ટ્રીટમેન્ટે આ ફિલ્મોને અલગ મુકામ આપ્યું અને એ જ તેમની સફળતાનું સૌથી મોટું કારણ પણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhurandhar eko Malayalam Movie Netflix
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ