બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Employees provident fund organisation warns provident fund account holder of fraud

ચેતવણી / EPFOએ આપી ચેતવણી, આ ભૂલ ન કરી બેસતાં નહીંતર જીવનની આખી કમાણી થઈ જશે સાફ

Published By: Parth

Last Updated: 09:44 PM, 28 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFOએ ટ્વિટર પર લોકોને ચેતાવણી આપતા લોકોને કહ્યું કે 'EPFO ક્યારેય કોઈ બેંક એકાઉન્ટમાં ડીપોઝીટ જાણકારી ક્યારેય કોઈ સાથે શેર કરવા માટે કહેતું નથી.ક્યારેય કોઈ જ ફોન કરીને કોઈ જ જાણકારી માંગતું નથી. નકલી ફોનથી સાવધાન રહો.'

  • EPFOએ ટ્વિટર પર લોકોને આપી ચેતવણી 
  • EPFO ક્યારેય તમારી પાસે નથી માંગતું તમારી પ્રાઈવેટ જાણકારી 
  • ફોન પર શેર ન કરો OTP અને પાસવર્ડ જેવી જાણકારી 

છેતરપીંડી કરવાવાળા લોકો નકલી EPFO કર્મચારી બનીને ફોન કરે છે

EPFOએ પોતાના છ કરોડ ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ નાખવાની શરુ કરી દીધું છે. આ સમયે EPFOએ ચેતાવણી પણ આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે છેતરપીંડી કરવાવાળા લોકો નકલી EPFO કર્મચારી બનીને ફોન કરે છે. અને તમારી પ્રાઈવેટ જાણકારી માંગે છે જેમકે આધાર કાર્ડ, યુએએન નંબર,PAN નંબર, OTP અને પાસવર્ડ. આ લોકો તમારી આ જાણકારી મેળવી ખાતામાંથી તમારા રૂપિયા ઉપાડી શકે છે. સંગઠને પોતાના ખાતાધારકોને ચેતવતા કહ્યું કે કોઈએ પોતાની પ્રાઈવેટ જાણકારી કોઈને આપવી જોઈએ નહિ.

EPFOએ ટ્વિટરના મારફતે લોકોને ચેતવતાં કહ્યું કે "EPFO તમારી પાસે ક્યારેય બેંક એકાઉન્ટ ડીપોઝીટની જાણકારી નથી માંગતું. ક્યારેય તમારી વિગત ફોન પર કોઈને ન આપશો.છેતરપીંડી કરનારા ફોનથી સાવધાન રહો" 

કઈ રીતે જાણી શકાય  સ્ટેટમેન્ટ

ઉલ્લેખનીય છે કે ખાતાધારકોની પ્રાઈવેટ જાણકારીમાં થતી છેતરપીંડીથી બચવા માટે ક્લેમ સ્ટેટમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટેની યુએએન આધારિત ઇન્ક્વાયરી સિસ્ટમ સુધી માત્ર EPFOની મેમ્બર પાસબુક એપ્લીકેશનથી જ પહોંચી શકાય છે. જેમાં તમારે યુઝર આઈડી અને પાસબુકથી લોગ-ઇન કરવું પડશે. ત્યારબાદ જ તમને ક્લેમ સ્ટેટમેન્ટની જાણકારી મળશે. આપ ને જણાવી દઈએ કે યુએએન નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવેલું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bank Fraud Digital Fraud EPFO Provident Fund Warning fraud call Warning

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ