બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / EMI will increase from today, these four banks have increased the interest rates on all types of loans

જાણી લો / મિડલ ક્લાસના લોકોને ફરી ઝટકો, વધી જશે EMI : આ ચાર બૅન્કો તમામ પ્રકારની લોન પર વધાર્યું વ્યાજ

Megha

Last Updated: 12:15 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banks Increased Interest Rates: રિઝર્વ બેંકે રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો છતાં પણ ચાર મોટી બેંકોએ હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે

  • રિઝર્વ બેંકે રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો
  • છતાં સામાન્ય લોકોને આ બેંકે મોટો ઝટકો આપ્યો 
  • ચાર બેંકોએ હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં વધારો કર્યો

Banks Increased Interest Rates: ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો છે, જેની જાહેરાત પણ તાજેતરમાં કરવામાં આવી હતી. આમ છતાં સામાન્ય લોકોને આ બેંકે મોટો ઝટકો આપ્યો છે કારણ કે કેટલીક પસંદગીની બેંકોએ લોન પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. આનાથી સસ્તી લોન મેળવવા ઘર અને કાર ખરીદવા માંગતા લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. 

ચાર બેંકોએ હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં વધારો કર્યો 
હાલ ચાર મોટી બેંકોએ હોમ લોન સહિત અન્ય લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે જેમાં બેંક ઓફ બરોડા (BOB), કેનેરા બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને કરુર વૈશ્ય બેંકનો સમાવેશ થાય છે. સાથે જ એવી માહિતી પણ સામે આવી રહી છે કે હાલમાં આ ચારની સાથે ટૂંક સમયમાં અન્ય બેંકો પણ જોડાઈ શકે છે. એકંદરે મોંઘવારીના આ યુગમાં લોકોને બેંકે વધુ એક ઝટકો આપ્યો છે. 

બેંકમાં શનિવારથી જ આ નિર્ણય લાગુ થઈ ગયો
BoB મુજબ એક વર્ષનો MCLR સુધારીને 8.70 ટકા કરવામાં આવ્યો છે તે અત્યાર સુધીમાં 8.65 ટકા છે. નવા દરો શનિવારથી એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. જ્યારે કેનેરા બેંકે પણ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તે હવે વધીને 8.70 ટકા થઈ ગયો છે. આ બેંકમાં શનિવારથી જ આ નિર્ણય લાગુ થઈ ગયો છે.

બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) એ પહેલાથી જ MCLRમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. આ સાથે એક વર્ષનો MCLR 8.50 ટકાથી વધીને 8.60 ટકા થયો છે, એમ BoMના જણાવ્યા અનુસાર સુધારેલા દરોમાં આ ફેરફાર 10 ઓગસ્ટથી જ લાગુ થઈ ગયા છે.  સાથે જ ખાનગી ક્ષેત્રની કરુર વૈશ્ય બેંકે ધિરાણ દર 0.15 ટકા વધારીને 7.75 ટકા કર્યો છે. સુધારેલા દરો 14 ઓગસ્ટથી લાગુ થશે.

માસિક હપ્તો વધશે
બેંકોના આ પગલાથી હોમ લોન, પર્સનલ લોન, કાર લોન વગેરેની EMI વધશે. જે બેંક ગ્રાહકને લોન આપે છે, તો તે MCLR દર પર વ્યાજ વસૂલે છે. જો આમાં કોઈ ફેરફાર થાય છે તો વ્યાજ દર પર તેની અસર પડે છે. નોંધનીય છે કે અગાઉ HDFC, ICICI, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ પણ MCLR વધાર્યો હતો જે 1 ઓગસ્ટથી લાગુ થયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ