બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / elon musk reportedly used banned drugs at private parties spacex event what is ketamine

નંબર વન અમીરના શૌખ / ઈલોન મસ્કને લાગી આ ચીજની લત, ઈવેન્ટ-પાર્ટીમાં તેના વગર જતા નથી, ખુલાસાથી કંપની ચિંતામાં

Hiralal

Last Updated: 10:37 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના નંબર વન અમીર ઈલોન મસ્કને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવતાં મોટા લોકોના શોખ પણ કેવા હોય છે તેની ખબર પડી છે.

  • દુનિયાના સૌથી મોટા અમીર ઈલોન મસ્ક બંધાણી નીકળ્યાં
  • ગેરકાયદેસર ડ્રગ્સનું સેવન કરતાં હોવાનો રિપોર્ટમાં ખુલાસો 
  • ઈલોન મસ્કની ડ્રગ્સ લેવાની આદતથી અધિકારીઓ અને બોર્ડના સભ્યો ખૂબ નારાજ 

દુનિયાના સૌથી મોટા અમીર ઈલોન મસ્ક પણ બંધાણી નીકળ્યાં છે. ઈલોન મસ્ક ડ્રગ્સના બંધાણી હોવાનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્ક SpaceX ઈવેન્ટ અને પાર્ટીઓમાં ડ્રગ્સ લે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સ્પેસએક્સ ઇવેન્ટમાં મસ્કે ડ્રગ્સ પણ લીધું હતું. અજાણ્યા લોકોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈલોન મસ્ક કેટામાઈન સહિતના બીજા ડ્રગ્સનો ગેરકાયદેસર ઉપયોગ કરે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મસ્ક ઘણીવાર ખાનગી પાર્ટીઓમાં કોકેઇન, સાઇકેડેલિક મશરૂમ્સ, એક્સ્ટસી અને એલએસડીનો ઉપયોગ કરતા જોવા મળે છે. 

ટોચના અધિકારીઓ અને બોર્ડના સભ્યો નારાજ 
મસ્કની ડ્રગ્સ લેવાની આદતથી કંપનીના ટોચના અધિકારીઓ અને બોર્ડના સભ્યો પણ ખૂબ જ નારાજ છે. મસ્ક ઘણી વાર ઈવેન્ટમાં તોતડાતી જીભે બોલતાં હોવાનું પણ સામે આવ્યું છે. 

ડિપ્રેશનની દવા તરીકે ઉપયોગ કરવાનું પ્રિસ્ક્રિપ્શન
જોકે મસ્કે એવું કહ્યું હતું કે તેમની પાસે ડિપ્રેશનની દવા તરીકે આ દવાનો ઉપયોગ કરવા માટે પ્રિસ્ક્રિપ્શન છે. 

કેટામાઈન શું છે?
કેટામાઈનનો ઉપયોગ 1960 દાયકામાં શરૂ થયો હોવાનું જાણવા મળે છે. તેનો ઉપયોગ પ્રાણીઓ માટે એનેસ્થેસિયા તરીકે પણ થતો હતો. કેટામાઇનનો ઉપયોગ સૌ પ્રથમ બેલ્જિયમમાં કરવામાં આવ્યો હતો. એફડીએ (FDA) એ તેને 1970માં લોકો માટે એનેસ્થેટિક તરીકે માન્યતા આપી હતી. વિયેતનામ યુદ્ધમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનો ઉપયોગ યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સારવારમાં કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં આ દવાનો ઉપયોગ ડિપ્રેશન માટે પણ કરવામાં આવ્યો હતો. કેટામાઈન સુંઘાડીઓ ડોક્ટરો આરામથી દર્દીનું ગમે તેવું ઓપરેશન કરી શકે છે. 

કેટામાઈનની શું આડ-અસરો
કેટામાઈન આડઅસરો પણ ઓછી નથી. તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી બેભાનપણું, વિસ્મૃતિ, દૃષ્ટિની ખામી, શ્રવણશક્તિ ઘટી જવી, ડિપ્રેશન, સ્નાયુઓમાં અક્કડપણું આવી શકે છે. તેમજ શ્વાસોચ્છાસની ગતિ પણ ઘટી શકે છે. 

2018માં પણ મસ્કે જાહેરમા ગાંજો ફૂંક્યો હતો 
રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2018માં ઈલોન મસ્ક જાહેરમાં ગાંજાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ત્યારે પણ મસ્કે તેનો બચાવ કર્યો હતો. 

કોણ છે ઈલોન મસ્ક 
ઈલોન મસ્ક દુનિયાના નંબર વન અમીર છે. તેઓ ટેસ્લા, સ્પેસએક્સ, એક્સ, ધ બોરિંગ કંપની, ન્યુરાલિંક અને એઆઇ સ્ટાર્ટઅપ એક્સએઆઇના માલિક છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ