બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Election between Isudan Gadhvi and Pabubha Manek on Dwarka seat

ઈલેક્શન 2022 / અભેદ્ય ગઢ ભેદવા ઉતર્યા ગઢવી: ભાજપમાં હોય કોંગ્રેસ કે પછી અપક્ષ, 32 વર્ષથી બાહુબલી છે પબુભા માણેક

Dinesh

Last Updated: 04:31 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇસુદાન ગઢવીની સાત વખત ધારાસભ્યની ચૂંટણી જીતેલા કદાવર નેતા પબુભા માણેકની સામે ટક્કર, પબુભા માણેક 1990થી સતત દ્વારકાથી જીતી રહ્યા છે.

  • દ્વારકામાં ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જામશે જંગ 
  • ઈસુદાનની સાત વખત જીતેલા પબુભા માણેકની સામે ટક્કર
  • દ્વારાકા બેઠક પર સતત 32 વર્ષથી પબુભા માણેક જીતે છે


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રણશિંગૂ ફંકાઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે દાવે પેચ શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે ઇસુદાન ગઢવીની જાહેરાત કરી છે અને જેઓ દ્વારકા બેઠક પરથી ચૂંટણી લડવાના છે. પક્ષ દ્વારા દ્વારકા અને ખંભાળિયા બેઠક તેમના માટે છોડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇસુદાન ગઢવી દ્વારકાથી ચૂંટણી લડવાના છે અને જો આ સમીકરણ યોગ્ય સાબિત થાય તો ઇસુદાન ગઢવી સાત વખત ધારાસભ્યની ચૂંટણી જીતેલા કદાવર નેતા પબુભા માણેકની સામે ટક્કર લેશે. તેમનો ઈતિહાસ કંઈ આ રીતે છે પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યારબાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યારબાદ પબુભા માણેક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા 

ઈસુદાન ગઢવી દ્વારકાથી મેદાને 
વર્ષ 2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73,431 વોટ મળ્યા મળ્યા હતા અને તેમણે 5,739 મતોથી કોંગ્રેસના ઉમેદવાર આહિર મેરામણ મારખીને હરાવ્યા હતા. આ વખતે ઈસુદાન ગઢવી મેદાનમાં ઉતર્યા છે જે જંગ દરે વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જામતી હતી પરંતું આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે. તમને જણાવી દઈએ કે, ઇસુદાન ગઢવી સાત વખત ધારાસભ્ય તરીકે જીતેલા પબુભા માણેકને પડકારશે. પબુભા માણેક 1990થી સતત દ્વારકા બેઠક પર જીતી રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણવાર ચૂંટણી જીત્યા હતા, તેઓ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા હતા. આ પહેલાની સ્થિતિ પર નજર કરીએ તો આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. અહીં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા હતા તો ત્યારબાદ 2002માં પંજાના નિશાન પર ચૂંટણી જીત્યા હતા તેમજ ત્યારબાદ પબુભા માણેક પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા હતા અને જેઓ વર્ષ 2007, 2012 અને 2017ની ચૂંટણીમાં વિજયી થયા 

આ મારી છેલ્લી ચૂંટણી:પબુભા માણેક
દ્વારકા બેઠક પર પબુભાએ ચૂંટણીલક્ષી તૈયારીઓ પણ આરંભી દીધી છે. ચૂંટણી જીત માટે તેમણે રણનીતિ પણ ઘડવાની શરૂ કરી દીધી છે તેવામાં મીડિયા મિત્રોને જણાવ્યું હતું કે, આ મારી આ મારી છેલ્લી ચૂંટણી છે, કારણ કે, ભાજપમાં અમુક નીતિ નિયમો છે અને જેના પાલન માટે મને લાગી રહ્યું છે કે, આગામી ચૂંટણીમાં તેમાં હું ફિટ બેસુ એમ મને લાગતું નથી. તમને જણાવી દઈએ કે, પબુભા માણેક સોમવારે ફોર્મ ભરશે.

પબુભા માણેકનો પરિચય?
કદાવર નેતા પબુભા માણેકનો જન્મ 2 જુલાઈ 1956ના રોજ થયો હતો. 66 વર્ષીય પબુભા માણેક છેલ્લા 32 વર્ષથી ધારાસભ્ય છે. તેઓ પહેલીવાર 34 વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યારથી ચૂંટણીમાં વિજય મેળવી રહ્યાં છે. તેઓ ભૂતકાળમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. 2019માં પબુભા માણેકનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે RTI એક્ટિવિસ્ટને ધમકાવતા જોવા મળ્યો હતા. પબુભા માણેક વાઢેર જ્ઞાતિમાંથી આવે છે તેમની સમાજમાં છાપ સારી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ