બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / Ehsaas band latest Guajarati song Chhe ke nahi released on youtube
Last Updated: 06:36 PM, 27 February 2024
જો તમને ગુજરાતી ગીતો સાંભળવા ગમતા હોય, તો તાજેતરમાં જ રિલીઝ થયેલું ઈન્ડિપેન્ડન્ટ સોંગ 'છે કે નહીં?' તમારે એકવાર જરૂર સાંભળવું જોઈએ. આ લેટેસ્ટ ગુજરાતી સોંગ અહેસાસ બેન્ડની ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. અહેસાસ બેન્ડ અમદાવાદના જ ચાર યુવાનોનું બેન્ડ છે, જેઓ ગુજરાતી અને હિન્દીમાં ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક બનાવે છે. આ બેન્ડ સંખ્યાબંધ વાર ઈન્ડિયા ટૂર પણ કરી ચૂક્યુ છે.
ADVERTISEMENT

પોતાના લેટેસ્ટ સોંગ 'છે કે નહીં?'ની રિલીઝને લઈને અહેસાસ બેન્ડના બધા જ સિંગર્સ અને મ્યુઝિશિયન્સ જબરજસ્ત ઉત્સાહિત છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી અમે ઘણા હિન્દી સોંગ ક્રિએટ કર્યા છે, પરંતુ આ ગીત ગુજરાતી હોવાને કારણે અમારા બધાના દિલની બહુ નજીક છે. લાગણીઓ જ્યારે પોતાની ભાષામાં વ્યક્ત થાય, ત્યારે સાંભળનારને પણ મજા આવતી હોય છે. અમે જ્યારે આ ગીત ક્રિએટ કર્યું, ત્યારે અમને ખરેખર ખૂબ મજા આવી છે
ADVERTISEMENT
અહેસાસ બેન્ડના આ લેટેસ્ટ સોંગ 'છે કે નહીં?'ની ખાસ વાત એ છે કે આ એક સાચી લવસ્ટોરીને અપાયેલી ટ્રિબ્યુટ છે. આ સોંગમાં એક એવ કપલની વાત છે, જેઓ સિનિયર સિટીઝન છે. દાદાને અલ્ઝાઈમર છે, એટલે તેઓ પોતાની પત્નીને પણ ભૂલી ચૂક્યા છે. પરંતુ દાદી પ્રેમવશ સતત દાદાની સેવા કરી રહ્યા છે. ઘણીવાર દાદા દાદીને પૂછે છે કે તમે કોણ છો? કેમ મને જમાડો છો? ત્યારે દાદી ઈમોશનલ થઈ જાય છે, પરંતુ હસતા મોઢે દાદાની સેવા કરે છે. દાદી ઈચ્છે છે કે દાદા બીજું બધું ભલે ભૂલી જાય, પરંતુ તેમના પ્રેમને, તેમણે પોળમાં વીતાવલી ખાસ પળોને, નર્મદા કેનાલ પર વીતાવેલા સમયને, એકબીજાને આપેલી ચિટ્ઠીઓને યાદ રાખે.
ADVERTISEMENT
અહેસાસ બેન્ડે આ જ લાગણીઓ પર ગીત બનાવ્યું છે. જેના શબ્દો માર્મિક આચાર્યએ લખ્યા છે, અને સોંગનું વિઝ્યુઅલ વર્ઝન પણ તેમણે જ ડિરેક્ટ કર્યું છે. જ્યારે સોંગને અહેસાસ બેન્ડ દ્વારા રેકોર્ડ અને કમ્પોઝ કરવામાં આવ્યું છે. વીડિયોમાં મુખ્ય પાત્રો તારિકા ત્રિપાઠી અને ભવ્ય મેજીએટરે નિભાવ્યા છે. આ ગીત દાદા-દાદીની લવ સ્ટોરીનું ફ્લેશબેક દર્શાવે છે. જેમાં દાદી પોતાના પ્રણયનો સુવર્ણકાળ યાદ કરી રહ્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરી અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.