બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Politics / ED raids in several cities of Tamil Nadu including Chennai

કાર્યવાહી / ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક શહેરોમાં EDના દરોડા, 2000 કરોડના ડ્રગ્સ કેસમાં DMKના પૂર્વ નેતા સામે કાર્યવાહી

Priyakant

Last Updated: 01:59 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ED Raid in TamilNadu News: ચેન્નઈ સહિત ઘણા શહેરોમાં EDના દરોડા, 2000 કરોડના ડ્રગ્સ કેસમાં DMKના પૂર્વ નેતા સામે કાર્યવાહી

ED Raid in TamilNadu News : તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત ઘણા શહેરોમાં આજે એટલે કે મંગળવારે ( 9 એપ્રિલે) ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે) દરોડા પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે તપાસ એજન્સીની આ કાર્યવાહી ડ્રગ્સ માફિયા ઝફર સાદિકના ઠેકાણા પર કરવામાં આવી છે. EDએ તેના સહયોગીઓના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. 2000 કરોડના ડ્રગ્સની રિકવરી બાદ NCBએ ઝફરની ધરપકડ કરી હતી. હાલ તે તપાસ એજન્સીની કસ્ટડીમાં છે. 

ડ્રગ્સ માફિયા ઝફર સાદિક તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકે સાથે પણ સંકળાયેલા હતા પરંતુ પાર્ટીએ તેમને માર્ચમાં હાંકી કાઢ્યા હતા. ઝફર તમિલ ફિલ્મોના નિર્માતા પણ છે. ડ્રગ્સ સિન્ડિકેટના મામલામાં તપાસ એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે જે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. EDની ટીમે 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ' એક્ટ હેઠળ ચેન્નાઈ, મદુરાઈ અને તિરુચિરાપલ્લીમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સના જવાનો પણ ટીમની સુરક્ષા માટે હાજર છે.

3500 કિલો ડ્રગ્સ સ્મગલિંગ કેસમાં આરોપી છે ઝફર સાદિક 
વિગતો મુજબ તપાસ એજન્સીએ ઝફર સાદિકના ઘરો ઉપરાંત ફિલ્મ નિર્દેશક અમીર અને કેટલાક અન્ય લોકોના ઘરોની પણ તલાશી લીધી છે. ઝફરની ગયા મહિને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 3,500 કિલો ડ્રગ્સની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ છે. EDએ NCB કેસ અને કેટલીક અન્ય FIRના આધારે ઝફર અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.

વધુ વાંચો: લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે કવિતાને મોટો ઝટકો, કોર્ટે 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી

ઝફર સાદિક ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો લીડર 
NCBએ કહ્યું છે કે, ઝફર સાદિકના તમિલ અને હિન્દી ફિલ્મ ફાઇનાન્સર્સ સાથે સંબંધો છે. આમાંના કેટલાક લોકો હાઈ-પ્રોફાઈલ છે. તપાસ એજન્સીને ડ્રગ મનીમાંથી રાજકીય ભંડોળની પણ શંકા છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંહે ગયા મહિને ઝફરની ધરપકડ બાદ કહ્યું હતું કે, તે ભારત-ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડમાં ડ્રગ્સ સ્મગલિંગ નેટવર્કનો કિંગપિન છે. તેમણે કહ્યું હતું કે, ઝફરે એક નેટવર્ક બનાવ્યું હતું જ્યાં ડ્રગ્સનું ભારતમાં ઉત્પાદન થતું હતું. આ પછી તેમને ફૂડ કાર્ગોમાં પેક કરીને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં મોકલવામાં આવ્યા હતા. સિંહે જણાવ્યું હતું કે, ઝફર દ્વારા સંચાલિત ડ્રગ સિન્ડિકેટ દ્વારા છેલ્લા 3 વર્ષમાં વિવિધ દેશોમાં ડ્રગ્સના 45 કન્સાઇનમેન્ટ પહોંચાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ