બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / અજબ ગજબ / Ebey online business Unique indian currency notes auction 786 goodluck win three lakh rupees
ADVERTISEMENT
તમારા કરન્સી કલેક્શનમમાં 786 નંબરની સીરીઝવાળી નોટ હોય તો વાર કર્યા વિના ઈ-બે નામની ઓનલાઈન વેબસાઈટ પર જાઓ અને તમારા નોટની બોલી લગાવો. ઈન્ડિયન કરન્સીની સ્પેશિયલ નંબરની નોટોની બોલી ઇ-બે પર લાગે છે. અનેક વખત બોલી લગાવવામાં આવે છે અને ખાસ વાત એ છે કે, આ બોલીમાં કોઇપણ સામાન્ય વ્યક્તિ ભાગ લઇ શકે છે. જેની પાસે પણ 786 ડિજિટવાળી નોટ છે તેમાં નોટની એક બોલીમાં 3 લાખ રૂપિયા સુધી મળી શકે છે.

ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, માત્ર 786ની જ નોટ નહીં પરંતુ કોઈપણ એવી નોટ જેના અંકોની સીરીઝ નીચે અને ઉપર એક સમાન હોય તેનાથી સારી એવી કમાણી થઈ શકે છે. એક દસ રૂપિયાના નોટની કિંમત 3300 રૂપિયા સુધી મળી શકે છે.
આ પ્રકારે 1951માં છપાયેલી 10 રૂપિયાની એક જૂની નોટ સફેદ અને લાઇન વાદળી રંગમાં છે. જો તમારી પાસે આ નોટ છે તો તેની કિંમત 1 લાખ રૂપિયા સુધી મળી શકે છે. ખૂબ જ જૂની હોવાથી આ નોટ ખૂબ અનોખી ગણવામાં આવે છે. એવામાં જો તમારી પાસે 1917માં છપાયેલી નોટ છે તો આ નોટની કિંમત અત્યારે 10 હજાર રૂપિયા છે. આ સિવાય નોટોના બંડલ રાખવાના શોખીન લોકો પાસે એક જેવી સીરીઝની નોટ હોય તો તેઓ માલામાલ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.