ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Earthquake of magnitude 5.8 hits northern Afghanistan

ભૂકંપ / પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

Published By: Divyesh

Last Updated: 11:07 AM, 8 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજરોજ સવારે હિન્દૂકુશ રિજનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ રિજનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો વિસ્તાર આવે છે. જો કે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના કાબૂલથી 243 કિલોમીટર ઉત્તરમાં નોંધાયું. ભૂકંપનો આંચકો ગુરૂવાર સવારે 6.15 કલાકે અનુભવવામાં આવ્યો.

ADVERTISEMENT

ભૂકંપની તીવ્રતા 5.8 અને 226 કિલોમીટર નીચે માપવામાં આવી જે વધુ નુકસાન પહોંચનારી માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હિન્દૂકુશ ઉત્તરી પાકિસ્તાનથી મધ્ય અફઘાનિસ્તાન સુધીના વિસ્તારમાં આવેલી એક 800 કિલોમીટર લાંબી પર્વતમાળા છે. આ પર્વતમાળા હિમાલય વિસ્તાર હેઠળ આવે છે.
 


આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. પરંતુ ગુરૂવારે આવેલો ભૂકંપનો આંચકાની તીવ્રતા થોડી વધારે હોવાનું માનવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ઓછી તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અવારનવાર અનુભવવામાં આવે છે.
 


જો કે આ ભૂકંપના કારણે કોઇ જાનહાનિના અહેવાલ હજુ સુધી પ્રાપ્ત થયા નથી.  ભૂકંપના કારણે કોઇપણ પ્રકારના નુકસાનની કે કોઇ ઘાયલ થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આ અગાઉ તાઇવાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો. જો કે ત્યાં પણ આ ભૂકંપના આંચકાના કારણે કોઇપણ પ્રકારના નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યાં નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Earthquake afghanistan pakistan પાકિસ્તાન ભૂકંપ Earthquake

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ