બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / વિશ્વ / earthquake at the Under-19s World Cup match between Ireland and Zimbabwe.
ADVERTISEMENT
Earthquake at Queen's Park Oval during U19 World Cup match between @cricketireland and @ZimCricketv! Ground shook for approximately 20 seconds during sixth over of play. @CricketBadge and @NikUttam just roll with it like a duck to water! pic.twitter.com/kiWCzhewro
— Peter Della Penna (@PeterDellaPenna) January 29, 2022
ADVERTISEMENT
વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમા ભૂકંપના આંચકા અનુભવાયા
વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે પ્લેટ-ગ્રૂપ મેચ દરમિયાન ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પોર્ટ ઓફ સ્પેનના કિનારે આવેલા ક્વીન્સ પાર્ક ઓવલ મેદાનમાં પણ આંચકા અનુભવાયા હતા. આયર્લેન્ડ ક્રિકેટે પણ એક ટ્વિટમાં આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, ત્રિનિદાદના કિનારે 5.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ઘટના ઝિમ્બાબ્વેની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં બની હતી. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે મેદાન પર રમી રહેલા ખેલાડીઓને પણ તેની ખબર નહોતી.
ADVERTISEMENT
👉 You may have heard chatter on the commentary today about an earthquake at the Under-19s World Cup match between Ireland and Zimbabwe.
— Cricket Ireland (@cricketireland) January 29, 2022
That wasn’t just the effects from #theBlarneyArmy at the ground celebrating a wicket, it was a 5.1 magnitude quake just off Trinidad’s coast! pic.twitter.com/0PISiyqdaN
ADVERTISEMENT
મેચ દરમિયાન ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી.
છઠ્ઠી ઓવર દરમિયાન ઝિમ્બાબ્વેની ઇનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોમેન્ટરો કહી રહ્યા છે કે તેઓ ભૂકંપના આંચકા અનુભવી રહ્યા છે. જો કે આ દરમિયાન મેદાન પર હાજર ખેલાડીઓ આ ઘટનાથી બિલકુલ અજાણ જોવા મળ્યા હતા. જ્યારે ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે બંને ટીમના ખેલાડીઓ પોતાની રમત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી.
ADVERTISEMENT
મેદાન ખેલાડીઓને આ વિશે ખબર ન હતી
ભૂકંપ દરમિયાન, કોમેન્ટેટર એન્ડ્રુ લિયોનાર્ડ તેના પાર્ટનરને કહેતા સાંભળ્યા હતા, "મને લાગે છે કે ધરતીકંપ થયો છે. આપણે ખરેખર ભૂકંપનો સામનો કરી રહ્યા છીએ. અમારી બાજુથી કોઈ ટ્રેન પસાર થઈ હોય એવું લાગ્યું. પરંતુ ક્વીન્સ પાર્ક ઓવલ ખાતેનું આખું મીડિયા સેન્ટર ધ્રૂજી રહ્યું હતું. તે સમયે કોમેન્ટેટર એન્ડ્રુ લિયોનાર્ડે રવિવારની સવારે ક્રિકબઝને જણાવ્યું હતું કે, "તે કદાચ 15 થી 20 સેકન્ડ સુધી ચાલ્યું હતું. એવું ક્યારેય લાગ્યું ન હતું કે મીડિયા સેન્ટર તૂટી જશે અથવા કંઈપણ. કોઈને ખબર ન હતી કે તે ક્યારે સમાપ્ત થશે .મેદાન પરના ખેલાડીઓને આ વિશે ખબર ન હતી. આયર્લેન્ડના કેપ્ટન ટિમ ટેક્ટરે સમજાવ્યું, "અમને ખબર ન હતી કે કંઈપણ થયું છે. અમે મેદાન પર હતા અને કદાચ તે અમને કોઈ અહેસાસ પણ થયો નહીં કે ભૂકંપની તીવ્રતા 5.2 હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.